SCO બેઠકમાં ભાગ લેવા PM મોદી ચીન રવાના, 43 દિવસમાં જ જિનપિંગ સાથે બીજી મુલાકાત
આજથી ચીનમાં બે દિવસનું શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન શરૂ થઈ રહ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઈજિંગ રવાના થયા છે.
Trending Photos
નવી દિલ્હી: આજથી ચીનમાં બે દિવસનું શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન શરૂ થઈ રહ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઈજિંગ રવાના થયા છે. ચીન જતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે એસસીઓ સાથે ભારતના સંપર્કની એક નવી શરૂઆત થશે. તેમણે કહ્યું કે એસસીઓના પૂર્ણ સભ્ય બન્યા બાદ ગત એક વર્ષમાં આ ક્ષેત્રોમાં સંગઠન અને તેના સભ્યો સાથે અમારો સંવાદ ખાસ્સો વધ્યો છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે ચિંગદાઓ શિખર સંમેલન એસસીઓ એજન્ડાને વધુ સમૃદ્ધ કરશે.
#Delhi: Prime Minister Narendra Modi emplanes for China's #Qingdao, he will be attending the SCO Summit & will hold a bilateral meeting with Chinese President Xi. pic.twitter.com/OqeA7kNztR
— ANI (@ANI) June 9, 2018
ફેસબુક પર પીએમ મોદીએ લખી વાત
પીએમ મોદીએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે એક પૂર્ણ સભ્ય તરીકે પરિષદમાં અમારી પહેલી બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાને લઈને હું રોમાંચિત છું. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કે 9 અને 10 જૂનના રોજ એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના ચિંગદાઓમાં હોઈશ. એક પૂર્ણ સભ્ય તરીકે ભારતનું આ પહેલું એસસીઓ શિખર સંમેલન હશે.
Prime Minister Narendra Modi departs for China's Qingdao to attend the 18th Shanghai Cooperation Organisation (SCO) summit
Read @ANI story | https://t.co/wDCBlVkokC pic.twitter.com/paRV0HamE4
— ANI Digital (@ani_digital) June 9, 2018
શિ જિનપિંગ સાથે કરશે દ્વિપક્ષીય વાર્તા
એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવા ઉપરાંત તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ સામેલ થશે. 43 દિવસમાં પીએમ મોદી અને શી જિનપિંગની આ બીજી મુલાકાત હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે