અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદની આગાહી
દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ જોવા મળી રહ્યું છે. ઓગસ્ટના અંતમાં ગુજરાત સહિત અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે. પરંતુ હજુ સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પૂર અને ભૂસ્ખલનનું હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે... તો આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના કારણે 8 લોકોનાં મોત થયા છે... જ્યારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ફરી એકવાર નદીમાં પૂર આવતાં 55 ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા... ત્યારે દેશના કયા રાજ્યમાં મેઘરાજાનો કેવો અંદાજ જોવા મળ્યો?... જોઈશું આ અહેવાલમાં...
રસ્તા પર પાણીનો જમાવડો
55 ઘાટ પર જળબંબાકારની સ્થિતિ
જળાશયમાં પાણીએ ધારણ કર્યુ રૌદ્ર રૂપ
આ દ્રશ્યો ભારતના વિવિધ રાજ્યના છે... જ્યાં ભારે વરસાદ બાદ આવી સ્થિતિનું નિર્માણ થયું છે... ઓગસ્ટમાં અનરાધાર વરસાદ બાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે...
આ દ્રશ્યો આંધ્ર પ્રદેશના વિજયવાડા શહેરના છે.. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે... રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલા વિસ્તારોમાં રસ્તા પર અને સોસાયટીમાં કમર ડૂબી જાય તેટલાં પાણી ભરાઈ ગયા... જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો...
આંધ્ર પ્રદેશમાં અવિરત વરસાદથી વિજયવાડામાં આવેલ પુલિચિંતલા પ્રોજેક્ટ ડેમમાં પાણી ઓવરફ્લો થવા લાગ્યું છે... જળાશયમાં સતત પાણીની આવક થઈ રહી છે... જે પ્રમાણે ડેમમાં ધસમસતું પાણી પસાર થઈ રહ્યું છે તે લોકોને ડરાવી રહ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉત્તર પ્રદેશના વારાણસીની હાલત ફરી ખરાબ થવા લાગી છે... અહીંયા નદીકિનારે આવેલાં 55 ઘાટ પાણીમાં ડૂબી ગયા છે... ગંગા-યમુના નદીમાં સતત પાણી વધવાના કારણે પ્રવાસીઓ પણ આવવાનું ટાળી રહ્યા છે... જેનાથી નદી-કિનારે દુકાન ધરાવતાં લોકોની મુશ્કેલી વધી ગઈ છે...
આ દ્રશ્યો રાજસ્થાનના જોધપુર શહેરના છે... ભારે વરસાદના કારણે ફરી એકવાર રસ્તા પર પાણી ભરાઈ ગયા... જેણે સૌથી વધારે વાહનચાલકોને પરેશાન કર્યા... કેમ કે તેમને અનેક કિલોમીટર સુધી પાણીમાં વાહન ચલાવવાની ફરજ પડી...
ઓગસ્ટમાં કુદરતનો કેવો ક્રૂર મિજાજ જોવા મળ્યો તે આપણે બધાએ જોયો છે.. ત્યારે તેની વચ્ચે હવામાન વિભાગે ફરી ડરામણી આગાહી કરી છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે... સપ્ટેમ્બરમાં હિમાચલના કેટલાંક ભાગ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે... તો ભારે વરસાદથી આ વિસ્તારોમાં પૂરની સાથે સાથે ભૂસ્ખલન પણ થઈ શકે છે.
એટલે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ લોકોએ ભારે વરસાદ અને પૂરનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે