AMC દ્વારા સતત સાતમા વર્ષે ફ્લાવર શોનું આયોજન, જાણો તમામ વિગતો એક ક્લિક પર
એએમસી દ્વારા સતત સાતમાં વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી રીવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાશે.
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: એએમસી દ્વારા સતત સાતમાં વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી રીવરફ્રન્ટ પર ફ્લાવર શો યોજાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મુકવામાં આવશે. ફ્લાવર શોના મુલાકાતીઓ માટે એએમટીએસ ખાસ સેવા અપાનાર છે.
શું હશે આકર્ષણ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા પર ફ્લાવર ગાર્ડનમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. ફ્લાવર શોમાં 750 જાતના 5 લાખથી વધુ રોપા, દેશની ખ્યાતનામ નર્સરીના 20 થી વધુ સ્ટોલ, વિવિધ પ્રકારના 50થી વધુ સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર રહેશે. ફૂડ સ્ટોલ અને પેઇન્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. બુલેટ ટ્રેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પશુ-પક્ષીના સ્કલ્પચર બનાવાશે. મુલાકાતીઓ માટે પ્રવેશ ફી રૂ. 10 રાખવામાં આવી છે. ફ્લાવર શો સવારે 10 થી રાતના 9 સુધી રહેશે ખુલ્લો રહેશે.
ફ્લાવર શોમાં વિવિધ વૃક્ષો, શાકભાજી, બોન્સાઇ, કેક્ટસ,અને પામ સહીત 750 કરતા વધુ પ્રકારના ફૂલ-છોડના 5 લાખથી વધુ રોપા પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત ફ્લાવર શોમાં કૃષિ વિભાગ અંતર્ગત આવતા વિવિધ પેટાવિભાગોના માહિતી પૂરા પાડતા સ્ટોલ્સ, દેશ અને શહેરની 20 વધુ ખ્યાતનામ નર્સરીનો પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર પણ રહેશે. ખાતર, બિયારણ, જંતુનાશક દવા અને બાગાયતી સાધનો સાથે સંકળાયેલી કંપનીઓના પણ સ્ટોલ્સ રહેશે.
ફૂલોથી બનાવવામાં આવેલા સ્કલ્પચર હોય છે આકર્ષણ
ફ્લાવર શોમાં મુલાકાતીઓના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનતા ફૂલોથી બનાવાયેલા વિવિધ સ્કલ્પચર રહેશે. ગત વર્ષે મોર, માછલી, બળદ સહીત અમદાવાદની હેરીટેજ ઇમારતોની આકૃતિ ફૂલની મદદથી નાના કદની બનાવાઇ હતી. હવે તેને મળેલી લોકપ્રિયતાને જોતા ગત વર્ષ કરતા આ વર્ષે તમામ સ્કલ્પચરનું કદ વિશાળ રાખવામાં આવશે તેમ એએમસીની સ્ટે.કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે