ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ સતત બીજીવાર ફાઇનલમાં પહોંચી, યૂપી યોદ્ધાને 38-31થી આપી માત

સચિનના સુપર-10 અને પોતાના મજબૂત ડિફેંસના દમ પર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે ગુરૂવારે ક્વાલીફાયર-2માં યૂપી યોદ્ધાને 38-31થી હરાવીને પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ના છઠ્ઠી સિઝનની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં ગુજરાતનો સામનો શનિવારે બેંગલુરૂ બુલ્સ સામે થશે. અહીં એનએસસીઆઇ એસવીપી સ્ટેડિયમમાં રમાયેલી મેચના પ્રથમ હાફમાં બંને ટીમ 15મી મિનિટ સુધી 11-11 થી બરાબરી પર હતી. ત્યારબાદ ગુજરાતે અહીં સતત પોઈન્ટ લેતાં પહેલાં તો 16-13ની બઢત બનાવી અને પછી 19-14થી પ્રથમ હાફ પોતાના પક્ષમાં કરી લીધો.
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ સતત બીજીવાર ફાઇનલમાં પહોંચી, યૂપી યોદ્ધાને 38-31થી આપી માત

મુંબઇ: સચિનના સુપર-10 અને પોતાના મજબૂત ડિફેંસના દમ પર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે ગુરૂવારે ક્વાલીફાયર-2માં યૂપી યોદ્ધાને 38-31થી હરાવીને પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ના છઠ્ઠી સિઝનની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઇનલમાં ગુજરાતનો સામનો શનિવારે બેંગલુરૂ બુલ્સ સામે થશે. અહીં એનએસસીઆઇ એસવીપી સ્ટેડિયમમાં રમાયેલી મેચના પ્રથમ હાફમાં બંને ટીમ 15મી મિનિટ સુધી 11-11 થી બરાબરી પર હતી. ત્યારબાદ ગુજરાતે અહીં સતત પોઈન્ટ લેતાં પહેલાં તો 16-13ની બઢત બનાવી અને પછી 19-14થી પ્રથમ હાફ પોતાના પક્ષમાં કરી લીધો.
gujarat-giant1

બીજા હાફમાં પ્રથમ પાંચ મિનિટ સુધી ગુજરાતની ટીમ નવ પોઈન્ટથી આગળ હતી અને તેનો સ્કોર 23-14 હતો. સાતમી મિનિટમાં ગુજરાતે યૂપીને ઓલઆઉટ કરી સ્કોઅર 28-14 કરી દીધો. પ્રથમ 10 મિનિટ સુધી યૂપીના ખેલાડી ગુજરાતની આગળ લાચાર જોવા મળ્યા અને ટીમ પોતાના ખાતામાં માત્ર એક જ પોઈન્ટ ઉમેરી શકી જ્યારે ગુજરાતે 11 પોઈન્ટ પ્રાપ્ત કર્યા. 
gujarat-giant2

15મી મિનિટ સુધી ગુજરાત 32-30થી આગળ હતી. પરંતુ 17મી મિનિટમાં યૂપીએ ગુજરાતને ઓલઆઉટ કરી સ્કોર 27-34 પર લાવી દીધો અને મેચમાં વાપસી કરવાનો પ્રયત્ન કર્યો. જોકે તેનો આ પ્રયત્ન સફળ રહ્યો નહી અને ગુજરાતે 38-31થી મેચ જીતીને સતત બીજીવાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. 

આ હારની સાથે જ યૂપી સતત આઠ મેચોથી ચાલી રહેલો જીતનો સિલસિલો પણ તૂટી ગયો. ગુજરાત માટે સચિને સૌથી વધુ 10 પોઈન્ટ કર્યા. આ ઉપરાંત પ્રાપંજને પાંચ અને કેપ્ટન સુનીલ કુમારે ત્રણ પોઈન્ટ પ્રાપ્ત કર્યા.
gujarat-giant3 

યૂપી માટે શ્રીકાંત જાધવે સાત, નિતેશ કુમારે છ, પ્રશાંત કુમાર રાયે પાંચ પોઈન્ટ પ્રાપ્ત કર્યા. નિતેશે આ સાથે જ હાલની સીઝનમાં પોતાના 100 ટેકલ પોઈન્ટ પણ પુરા કર્યા અને આમ કરનાર તે પ્રથમ ખેલાડી બની ગયો છે. યૂપીની ટીમને રેડથી 17, ટેકલથી 10, ઓલઆઉટથી 2 અને બે વધારાના પોઈન્ટ પ્રાપ્ત થયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news