સત્ય અને ન્યાયનો વિજય, ન્યાય મળતા ઘણો સમય લાગ્યો: જગન્નાથ મિશ્ર

લાલુ પ્રસાદ યાદવે જેલમાં જતા જતા ભાજપ પર નિશાન સાધતા સત્યનાં રસ્તે અડગ રહેવાની વાત કરી

સત્ય અને ન્યાયનો વિજય, ન્યાય મળતા ઘણો સમય લાગ્યો: જગન્નાથ મિશ્ર

પટના : ચર્ચિત ચારા ગોટાળાનાં એખ કેસમાં કોર્ટ દ્વારા મુક્ત નિર્દોષ છોડવામાં આવ્યા બાદ જગન્નાથ મિશ્રએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, આ સત્ય અને ન્યાયની જીત છે. અમારે ઘણી લાંબી રાહ જોવી પડી. ઘણુ દુખ પણ ઉઠાવવું પડ્યું પરંતુ અંતે સત્યનો વિજય થયો. હું તો મંત્રી પણ નહોતો. હું લાલુનો રાજનીતિક પ્રતિદ્વંદી રહ્યો છું હું કઇ રીતે તે વ્યક્તિ સાથે ષડયંત્ર કરી શકું છું જેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હોય. બીજી તરફ ચારા ગોટાળામાં ગેવધર ટ્રેઝરી દ્વારા દોષીત જાહેર થયા બાદ લાલુએ ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું. લાલુએ કહ્યું કે, તમે પરેશાન કરી શકો છો પરંતુ પરાજીત નહી.

લાલુએ પોતાની જાતને ગુદડીનાં લાલ ગણાવતા ટ્વીટ કર્યું કે, કાન ખોલીને સાંભળી લો તમે ગુદડીનાં લાલને પરેશાન કરી શકો છો, પરાજીત નહી. ખોટો વાણીવિલાસ કરનારા સત્ય પોતાની જીત પર અડ્યું છે. ધર્મયુદ્ધમાં લાલુ એકલો નથી આખુ બિહાર તેની પડખે ઉભું છે. ધુર્ત ભાજપ પોતાના વાણીવિલાસ તથા કાળાકામનો છુપાવવા અને મત મેળવવા માટે વિપક્ષીઓને પબ્લિક પર્સેપ્શન બગાડવા માટે રાજનીતિમાં અનૈતિક અને દ્વેષની ભાવનાથી ગ્રસ્ત રમત રમે છે. તેમણે પોતાનાં અંદાજમાં લડાઇ ચાલુ રાખવાનું કહેતા કહ્યું કે, સાથે દરેક બિહારી છે, એકલો બધા પર ભારી છે, સત્યની રક્ષા કરવા માટે લાલુનો સંઘર્ષ ચાલુ છે.

પુર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, છેલ્લા શ્વાસ સુધી સામાજિક ન્યાયની લડાઇ લડીશ. જગદેવ બાબુએ ગોળી ખાધી હતી, અમે જેલ જતા રહીશું પરંતુ નમીશું નહી. લડતા લડતા મરી જઇશ, પરંતુ મનુવાદીઓને હરાવીશ. તેમણે ટ્વિટમાં સામંતવાદી શક્તિઓ પર નિશાન સાધતા સામંતવાદીઓ હું તમને ઓળખું છું હૂં તમારા રસ્તાનો કાંટો નહી પરંતુ તમારી આંખોનો ખીલો છું. દેશનાં ન્યાયપ્રિય અને શાંતિપ્રિય સાથીઓ દરેક ષડયંત્રથી બચવું પડશે. દરેક પરિસ્થિતીમાં લડવું પડશે. વિજયપથ પર ચાલવું પડશે. જય હિંદ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news