કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ હવે NSA અજીત ડોભાલ સાથે કેપ્ટન અમરિન્દર સિંહે કરી મુલાકાત

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આજે સવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. આ અગાઉ બુધવારે મોડી સાંજે ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. કેપ્ટન અમરિન્દર સિંહ અને અમિત શાહની આ મુલાકાત લગભગ 50 મિનિટ ચાલી હતી. અમરિન્દર સિંહ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ હવે NSA અજીત ડોભાલ સાથે કેપ્ટન અમરિન્દર સિંહે કરી મુલાકાત

નવી દિલ્હી: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આજે સવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. આ અગાઉ બુધવારે મોડી સાંજે ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. કેપ્ટન અમરિન્દર સિંહ અને અમિત શાહની આ મુલાકાત લગભગ 50 મિનિટ ચાલી હતી. અમરિન્દર સિંહ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. 

— ANI (@ANI) September 30, 2021

ગઈ કાલે સાંજે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ કેપ્ટને જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ સાથે ખેડૂતોના મુદ્દે ચર્ચા થઈ હતી. એવી અટકળો થઈ રહી છે કે કોંગ્રેસથી નારાજ રાજકારણના આ દિગ્ગજ નેતા હવે પોતાનો નવો દાવ ખેલી શકે છે. છેલ્લા ત્રણ દિવસથી તેઓ દિલ્હીમાં છે. આજે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળવા તેમના ઘરે પહોંચ્યા. હજુ જો કે એ ખબર નથી પડી કે કેપ્ટન અને ડોભાલ વચ્ચે શું ચર્ચા થઈ. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે પંજાબને જોડાયેલી પાકિસ્તાન બોર્ડર અંગે ચર્ચા થઈ હોઈ શકે. કેપ્ટન અગાઉ પણ રાષ્ટ્રીય સુરક્ષાની વાતો કરતા રહ્યા છે. \

ગઈ કાલે કેપ્ટનના નીકટના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રીએ ગૃહમંત્રી સાથે પંજાબની આંતરિક સુરક્ષાની સ્થિતિ ઉપર પણ ચર્ચા કરી છે. આવામાં ડોભાલ સાથે મુલાકાત પણ તેને જોડવામાં આવી રહી છે. 

શાહને મળ્યા બાદ અમરિન્દર સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યો. કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન અંગે ચર્ચા કરી અને તેમને આગ્રહ કર્યો કે કાયદાને રદ કરી, MSP ની ગેરંટી  આપે તથા પંજાબમાં પાક વિવિધિકરણને સહયોગ આપીને આ સંકટનું તત્કાળ સમાધાન કરવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news