સિદ્ધુ પર કેપ્ટને લગાવ્યા ગંભીર આરોપ, BJP બોલી- ચુપ કેમ છે રાહુલ ગાંધી?

પંજાબ કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપના નેતા પ્રકાશ જાવડેકર સામે આવ્યા છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને આ મુદ્દે મૌન તોડવાનું કહ્યું છે. 
 

સિદ્ધુ પર કેપ્ટને લગાવ્યા ગંભીર આરોપ, BJP બોલી- ચુપ કેમ છે રાહુલ ગાંધી?

નવી દિલ્હીઃ પંજાબમાં કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે  (Prakash Javadekar) પોતાની પ્રતિક્રિયા આપી છે. જાવડેકરે કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા નવજોત સિંહ સિદ્ધુ પર લગાવવામાં આવેલા આરોપોને ગંભીર ગણાવ્યા છે. મહત્વનું છે કે હાલમાં કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. 

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ઉઠાવ્યા સવાલ
પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુ પર ખુબ ગંભીર આરોપ લગાવ્યા છે. સિદ્ધુ પાકિસ્તાન જઈ બાજવાને ગળે મળ્યા, આ મુદ્દો અમરિંદરે મજબૂત રીતે ઉઠાવ્યો છે. જાવડેકરે આ મુદ્દા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે, અમારો સવાલ સોનિયા અને રાહુલ ગાંધી સામે છે કે તે આ મુદ્દે મૌન કેમ છે. શું કોંગ્રેસ પાર્ટી કોઈ કાર્યવાહી કરશે?

— ANI (@ANI) September 19, 2021

કોંગ્રેસને ઘેરી રહી છે બીજેપી
કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ ભાજપ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધી રહ્યુ છે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યુ કે અમરિંદર સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીથી વધુ પોપ્યુલર છે તેથી તેમને હટાવવામાં આવ્યા છે. 

આ રીતે શરૂ થયો રાજકીય જંગ
મહત્વનું છે કે કોંગ્રેસે હાલમાં નવજોત સિંહ સિદ્ધુને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. સિદ્ધુ અધ્યક્ષ બનવાની સાથે તેમના અને કેપ્ટન વચ્ચે રાજકીય જંગ શરૂ થયો હતો. ત્યારબાદ કેપ્ટન અમરિંદરે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે તેમણે સિદ્ધુ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. કેપ્ટને રાજીનામુ આપ્યા બાદ હવે સુખજિંદર સિંહ રંધાવા રાજ્યના નવા મુખ્યમંત્રી બની શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news