નરાધમ પિતાએ દારૂ પીવા માટે દિકરીની આબરૂ 300 રૂપિયામાં વેચી !!!

આ મામલામાં મહત્વનો ખુલાસો થયો છે કે પીડિતાના પિતાએ જ પોતાની દીકરીને બળાત્કારીઓના હવાલે કરી દીધી હતી

નરાધમ પિતાએ દારૂ પીવા માટે દિકરીની આબરૂ 300 રૂપિયામાં વેચી !!!

નવી દિલ્હી : 17 જાન્યુઆરીના દિવસે કેરળના અલાપ્પુઝામાં એક સગીર બાળકી સાથે ગેન્ગરેપ થયો હતો. અહીં બે પોલીસકર્મી સહિત છ લોકોએ આ બાળકીને પોતાની હવસનો ભોગ બનાવી હતી. પોલીસની સ્પેશિયલ ટીમે તમામ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ મામલામાં હવે મહત્વનો ખુલાસો થયો છે કે પીડિતાએ પોતે જ તેની દીકરીને બળાત્કારીઓના હવાલે કરી લીધી હતી. હકીકતમાં પિતાને શરાબ પીવાની લત હતી અને શરાબ માટે માત્ર 300 રૂ.માં તેણે પોતાની દીકરીની આબરૂનો સોદો કરી નાખ્યો હતો. 

 દિકરીના આબરૂના પૈસે દારૂ પીધો
'જનસત્તા'માં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે આ મામલાની તપાસ કરી રહેલા અલાપ્પુઝાના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ પી.વી. બેબીએ જણાવ્યું છે કે સગીરાના પિતાએ જ પહેલાં મુખ્ય આરોપી અથીરાને દીકરી સોંપી હતી. આના બદલે અથીરાએ સગીરાના પિતાને 300 રૂ. આપ્યા હતા. આ પૈસામાંથી શરાબી પિતાએ શરાબ લીધી હતી. પોલીસે માહિતી આપી છે કે અથીરા સગીરાને તે જ્યારે પોતાના ઘરે લઈ ગયો હતો ત્યારે તેના પિતાને ઇરાદાઓ વિશે સંપૂર્ણ માહિતી હતી. 

પોલીસ બની હેવાન
આ સગીરા સાથેના ગેન્ગરેપમાં બે પોલીસકર્મીઓ પણ શામેલ હતા. પોલીસે આ મામલામાં નાર્કોટિક્સ વિભાગના અધિકારી નેલ્સન થોમ, એસઆઇ કેજી લાઇઝ અને બે અન્ય યુવાનો જિનુમન અને પ્રિન્સને આરોપી જાહેર કર્યા છે. આ મામલામાં પોલીસકર્મીઓને પહેલાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીડિતા અને મુખ્ય આરોપી અથીરાના નિવેદનોના આધારે અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news