ગુજરાતની સાથે સાથે...દેશભરમાં લોકો રંગાયા છે ગરબાના રંગે, ખાસ જુઓ આ Videos

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રિના તહેવારની ધૂમ મચેલી છે. ગુજરાતમાં તો આ તહેવારનું ખુબ જ મહત્વ છે પણ તેની સાથે સાથે દેશભરમાં પણ લોકોને ગરબાનું ઘેલું લાગેલું છે. ગરબા માત્ર ગુજરાત સુધી સિમિત નથી પરંતુ દેશ અને સરહદ પાર વિદેશમાં પણ તેના ચાહકો છે. દેશી હોય કે વિદેશી...દરેકને ગરબે ઘૂમવાનો જાણે રંગ લાગ્યો છે. કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા'માં ગરબા...તો બંગાળમાં CM મમતા બેનર્જી રંગાયા ગરબાના રંગે, મુંબઈમાં મરિન ડ્રાઈવ પર, લોકલ ટ્રેનમાં ખેલાયા ગરબા..જુઓ વીડિયો. 

ગુજરાતની સાથે સાથે...દેશભરમાં લોકો રંગાયા છે ગરબાના રંગે, ખાસ જુઓ આ Videos

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રિના તહેવારની ધૂમ મચેલી છે. ગુજરાતમાં તો આ તહેવારનું ખુબ જ મહત્વ છે પણ તેની સાથે સાથે દેશભરમાં પણ લોકોને ગરબાનું ઘેલું લાગેલું છે. ગરબા માત્ર ગુજરાત સુધી સિમિત નથી પરંતુ દેશ અને સરહદ પાર વિદેશમાં પણ તેના ચાહકો છે. દેશી હોય કે વિદેશી...દરેકને ગરબે ઘૂમવાનો જાણે રંગ લાગ્યો છે. નવરાત્રિમાં માતાની આરાધનાની સાથે સાથે ગરબાનું એક આગવું મહત્વ છે. ગુજરાતમાં તો ગરબાની ઘૂમ છે જ પરંતુ સાથે સાથે દેશમાં પણ અનેક ઠેકાણે લોકો ગરબાના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે. પછી ભલે તે જાહેર સ્થળો હોય, ગરબા આયોજનો હોય કે પછી કોંગ્રેસની ભારત જોડો યાત્રા.....

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન ગરબા
હાલ કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા થઈ રહી છે. જેમાં તમિલનાડુના ગુડાલૂરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં યાત્રામાં સામેલ થયેલા લોકો ગરબે ઘૂમી રહ્યા છે. કોંગ્રેસ નેતા સુપ્રીયા ભારદ્વાજે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. 

Tamil Nadu के गुडालूर में camp site पे गरबा खेलते और नवरात्रि का त्योहार मानते, यात्री pic.twitter.com/I3KLmjRwOd

— Supriya Bhardwaj (@Supriya23bh) September 29, 2022

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો આ વીડિયો
મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ હાલમાં જ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો  જેમાં મુંબઈના રસ્તાઓ પર લોકો ગરબા કરી રહ્યા છે. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે મુંબઈનું મરિન ડ્રાઈવ. નવરાત્રિ દરમિયાન મુંબઈ જેવી કોઈ જગ્યા નથી. તેમણે મજાક કરતા એમ પણ કહ્યું કે મને ખબર છે કે હું ગુજરાતના શહેરોથી વિરોધનો અવાજ સાંભળવા જઈ રહ્યો છું.

— anand mahindra (@anandmahindra) September 27, 2022

આનંદ મહિન્દ્રાનો આ વીડિયો અભિનેત્રી રવિના ટંડને પણ રિટ્વીટ કર્યો. 

— Raveena Tandon (@TandonRaveena) September 27, 2022

મુંબઈની લોકલ ટ્રેનમાં ગરબા
ગુજરાતની સાથે સાથે મુંબઈમાં પણ ગરબા અને નવરાત્રિનું અનેરું મહત્વ છે. ઠેર ઠેર ગરબાના આયોજન છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મહિલાઓના ગરબાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. લોકલ ટ્રેનમાં મહિલાઓ ખુબ જોશથી ગરબા કરી રહી છે. વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે આવી પળો મુંબઈ લોકલ ટ્રેનમાં ક્રિએટ થાય છે. આ ટ્રેન સવારે 10.02 વાગે કલ્યાણ સ્ટેશનથી ઉપડી હતી. મુંબઈ રેલ્વે યૂઝર્સ દ્વારા આ વીડિયો શેર કરાયો હતો. 

— Mumbai Railway Users (@mumbairailusers) September 28, 2022

મમતા બેનર્જીને પણ ચડ્યો ગરબાનો રંગ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ગરબા અને ડાંડિયા રમતા જોવા મળ્યા. તેમનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

— Pooja Mehta (@pooja_news) September 28, 2022

નીરજ ચોપડાએ કર્યા ગરબા
ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા મંગળવાર વડોદરાના મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી. વડોદરાના ગરબા નિહાળી નીરજ ચોપડા ખુશ થઈ ગયા. શહેરના નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં નીરજ ચોપડાએ ભાગ લીધો હતો. નીરજ ચોપડાએ ગુજરાતનું ગૌરવ એવા ગરબાનો આનંદ માણ્યો હતો. ગરબે ઘૂમ્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં એકસાથે ભેગા થઈ રમતા લોકોને પહેલીવાર જોયા. આ ઉપરાંત તેમણે આવનાર નેશનલ સ્પોર્ટ્સ ગેમના સ્પર્ધકોને શુભકામના પણ પાઠવી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 29, 2022

પી વી સિંધુએ પણ માણી ગરબાની મજા
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ ગુરવારે રાતે ગરબાની મજા માણી. તેઓ અમદાવાદમાં ગરબા આયોજનમાં પહોંચ્યા હતા. પીવી સિંધુ ગુજરાતમાં આયોજિત 36માં નેશનલ ગેમ્સ ઉદ્ધાટન સમારોહમાં સામેલ થવા ગુજરાતના મહેમાન બન્યા હતા. તેમનો ગરબાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

Scintillating SINDHU✨ clicked amidst Navratri celebrations in Ahmedabad 📸 Look at her enjoying garba with ace athletes @anjubobbygeorg1 and @TMurgunde 🤩#36thNationalGames #NationalGames2022 pic.twitter.com/44EJrikPHQ

— SAI Media (@Media_SAI) September 29, 2022

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news