હ્રદયભગ્ન યુવતીએ 'ટલ્લી' હાલતમાં પ્રેમીના ઘરની બહાર કર્યો ડાન્સ, 'તેરે ઈશ્ક મેં નાચેંગે'

આ યુવતી ટલ્લી હાલતમાં પ્રેમીના ઘરની બહાર ડીજે લગાવીને આમિર ખાનની ફિલ્મ રાજા હિન્દુસ્તાનના ગીત 'તેરે ઈશ્કમેં નાચેંગે' પર ડાન્સ કરી રહી છે. 

હ્રદયભગ્ન યુવતીએ 'ટલ્લી' હાલતમાં પ્રેમીના ઘરની બહાર કર્યો ડાન્સ, 'તેરે ઈશ્ક મેં નાચેંગે'

નવી દિલ્હી: પ્રેમમાં દગો પામીને યુવકોને તો દેવદાસ બનીને ફરતા અને ટલ્લી થતા જોયા છે જ્યારે યુવતીઓ પાસે તો આંસુ સારવા સિવાય કોઈ ઉપાય નથી રહેતો. પરંતુ સોશિયલ મીડિયા પર એક એવી યુવતીનો વીડિયો વાઈરલ થયેલો છે જે પ્રેમમાં પછડાટ ખાઈને ચીક્કાર દારૂ પીને તેના બોયફ્રેન્ડના ઘરની બહાર ડાન્સ કરી રહી છે. આ યુવતી ટલ્લી હાલતમાં પ્રેમીના ઘરની બહાર ડીજે લગાવીને આમિર ખાનની ફિલ્મ રાજા હિન્દુસ્તાનના ગીત 'તેરે ઈશ્કમેં નાચેંગે' પર ડાન્સ કરી રહી છે. 

દારૂના નશામાં ધૂત છે યુવતી
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં જે સમયે યુવતી ઠુમકા લગાવી રહી છે તે વખતે તેના હાથમાં એક બોટલ પણ જોવા મળી રહી છે. વીડિયો જોયા બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે દારૂની બોટલ છે અને યુવતી દારૂ પીને નાચી રહી છે. રસ્તાની વચ્ચોવચ યુવતીને આ રીતે નાચતી જોઈને લોકો મજા ઉઠાવી રહ્યાં છે અને તેની મજાક ઉડાવી રહ્યાં છે. ફેસબુક પર વાઈરલ થયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને શેર કર્યો છે. 

ગુડગાંવની વ્યક્તિએ સોશિયલ મિડિયા પર નાખ્યો હતો વીડિયો
રિપોર્ટ્સ મુજબ આ વીડિયોને સૌથી પહેલા સંદીપ સહેવાગ નામના વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયોને શેર કરતી વખતે સંદીપે લખ્યું કે આ વીડિયો ગુડગાંવનો છે અને તેમાં જે યુવતી નાચી રહી છે તેણે દારૂ પીધો છે. દારૂના નશામાં ધૂત યુવતી પ્રેમીએ દગો આપ્યા બાદ તેનો ગુસ્સો ઉતારવા માટે દારૂ પીને ગીત પર નાચી રહી છે. 

વીડિયોની  કોઈ પુષ્ટિ થઈ નથી
જો કે આ વાઈરલ વીડિયોની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. લોકોએ વીડિયો શેર કરતા પહેલા લખ્યું છે કે ગુરુગ્રામના પટોડી શહેરના હેલમંડીમાં યુવતી ડીજે લઈને તેના પ્રેમીના ઘરે  પહોંચી ગઈ. કારણ કે પ્રેમીએ પ્રેમમાં દગો કર્યો. વાઈરલ વીડિયો પર અનેક લોકોએ તેને યુવતીની ઝીંદાદીલી ગણાવી તો કેટલાકે તેને ભારતીય સભ્યતાની બરબાદી ગણાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news