દારૂ પીવે છે કાશ્મીરના રાજ્યપાલ, નથી હોતું કોઈ કામઃ સત્યપાલ મલિક
ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, રાજ્યપાલને કોઈ કામ હોતું નથી. કાશ્મીરના રાજ્યપાલ તો દારૂ પીવે છે અને બસ ગોલ્ફ રમે છે. જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં તત્કાલીન રાજ્યપાલ સત્યપાલ મલિકની મહત્વની ભૂમિકા રહી હતી.
Trending Photos
બાગપતઃ જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા સુધી રાજ્યપાલ રહેલા અને વર્તમાનમાં ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યપાલનું કોઈ કામ હોતું નથી. કાશ્મીરના રાજ્યપાલ તો દારૂ પીવે છે અને માત્ર ગોલ્ફ રમે છે.
ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે પોતાના ગૃહ જિલ્લા બાગપતમાં એક સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, 'બાકી જગ્યા (અન્ય રાજ્યો) જે રાજ્યપાલ હોય છે તે આરામથી રહે છે, કોઈ ઝગડામાં પડતા નથી.' સત્યપાલ મલિક બાગપતના હિસાવડાના રહેવાસી છે. જુઓ વીડિયો..
#WATCH Goa Governor Satya Pal Malik in Baghpat: Governor ka koi kaam nahi hota. Kashmir me jo Governor hota hai aksar wo daru peeta hai aur golf khelta hai. Baki jagah jo Governor hote hain wo aaram se rehte hain, kisi jhagde me padte nahi hain. pic.twitter.com/KTPNx49Eh3
— ANI UP (@ANINewsUP) March 15, 2020
તેમણે કહ્યું, 'જ્યારે મને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા, તો મેં વિચાર્યું કે ત્યાંની શિક્ષા વ્યવસ્થામાં સુધાર માટે કંઇક કરુ. રાજ્યમાં 100 કોલેજ એવી હતી જે રાજનેતાઓની હતી. તેમને ત્યાં શિક્ષકો નહતા. દર વર્ષે તે બીએડમાં એડમિશન લે અને પૈસા આપીને પરીક્ષા કરાવતા હતા અને ડિગ્રીઓ વેંચતા હતા. મેં તમામ કોલેજ રદ્દ કરી અને એક સેન્ટ્રલાઇઝ્ડ પરીક્ષા કરાવી હતી.'
આર્ટિકલ 370 હટાવવામાં રહી મલિકની મહત્વની ભૂમિકા
જમ્મૂ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં તત્કાલીન રાજ્યપાલ સત્યપાલ મલિકની મહત્વની ભૂમિકા રહી હતી. તેના બે મહિના બાદ સુધી તેઓ જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ રહ્યાં હતા. ત્યારબાદ 3 નવેમ્બર 2019ના તેમને ગોવાના રાજ્યપાલ બનાવ્યા હતા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે