Social Media: હવે સીધી સરકારને કરી શકશો 'ફેસબુક-ટ્વિટર'ની ફરિયાદ, ત્રણ મહિનામાં બની જશે ગ્રીવાન્સ કમિટી

કોવિડ દરમિયાન ટ્વિટરે સરકારની ફરિયાદો પર તે કહેતા ધ્યાન આપવાની ના પાડી દીધી કે તેના પર ભારતના નિયમ લાગૂ થતાં નથી. આ સમયે નક્કી થયું કે સરકાર તેનો સામનો કરવા માટે ગ્રીવાન્સ કમિટીની રચના કરી શકે છે. 

Social Media: હવે સીધી સરકારને કરી શકશો 'ફેસબુક-ટ્વિટર'ની ફરિયાદ, ત્રણ મહિનામાં બની જશે ગ્રીવાન્સ કમિટી

નવી દિલ્હીઃ Grievance Committees For Social Media: સોશિયલ મીડિયા યૂઝર્સ હવે જલદી ટ્વિટર અને ફેસબુકની સરકારને ફરિયાદ કરી શકશે. સરકાર આગામી ત્રણ મહિનામાં એક ગ્રીવાન્સ કમિટીની રચના કરવા જઈ રહી છે. આ કમિટી, યૂઝર્સને ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફોર્મોના તે નિયમો અને નિર્ણયોથી અસહમત થવાની સ્થિતિમાં ફરિયાદ કરવાનો એક વિકલ્પ આપશે. 

આ ગ્રીવાન્સ કમિટી યૂઝર્સની તે ફરિયાદ અને મુશ્કેલી સાંભળશે જેને સોશિયલ મીડિયા કંપનીઓને કારણે થઈ રહી છે અને કંપની તે સમસ્યાઓનું સમાધાન કરી રહી નથી. શુક્રવાર (28 ઓક્ટોબર) એ જાહેર ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે ત્રણ મહિનાની અંદર આ કમિટીઓની રચના કરી દેવામાં આવશે. આ પગલાને મોટી ટેક કંપનીઓ ફેસબુક અને ટ્વિટરની ઉપર નિયંત્રણના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. 

કઈ રીતે આવ્યો કમિટી બનાવવાનો વિચાર?
આ કમિટીઓને બનાવવાનો વિચાર પાછલા વર્ષે આવ્યો હતો જ્યારે ટ્વિટર અને આઈટી મંત્રાલય વચ્ચે આક્રમક નિવેદનબાજી થઈ હતી. કોવિડ દરમિયાન ટ્વિટરે સરકારની ફરિયાદ પર તે કહેતા ધ્યાન આપવાનો ઇનકાર કરી દીધો કે તેના પર ભારત સરકારના કાયદા લાગૂ થતા નથી. સરકાર દ્વારા જાહેર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની માહિતી ટેકનોલોજી (મધ્યવર્તી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) સુધારા નિયમો, 2022 હેઠળ આવનારા ત્રણ મહિનાની અંદર અપીલીય સમિતિઓની સ્થાપના કરશે.  

કેવી હશે આ સમિતિ?
સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલી આ સમિતિમાં એક અધ્યક્ષ અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત બે પૂર્ણકાલિન સભ્યો હશે. આ સભ્યોમાંથી એક હોદ્દેદાર સભ્ય હશે અને બે સ્વતંત્ર સભ્યો હશે. ફરિયાદ અધિકારીના નિર્ણયથી અસંતુષ્ટ કોઈપણ વ્યક્તિ ફરિયાદ અધિકારી સાથેની વાતચીતના 30 દિવસની અંદર આ ફરિયાદ અપીલ સમિતિને અપીલ કરી શકે છે.

આ પેનલ ફરિયાદનું નિવારણ ખુબ ઝડપથી કરશે અને ત્રીસ કેલેન્ડર દિવસની અંદર ફરિયાદને અંતિમ રૂપથી ઉકેલશે. સંશોધિત નિયમો હેઠળ આ કંપનીઓએ 24 કલાકની અંદર ઉપયોગકર્તાની ફરિયાદનો સ્વીકાર કરવો પડશે. તેમણે કહ્યું કે માહિતી દૂર કરવાની વિનંતીના કિસ્સામાં, તેમને 15 દિવસ અથવા 72 કલાકની અંદર ઉકેલવા પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news