એક કરોડ મહિલાઓને મળશે 10000 રૂપિયા, પીએમ મોદી આ તારીખથી શરૂ કરશે મહિલાઓ માટે આ ખાસ યોજના!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં મહિલાઓ માટે એક મોટી યોજના શરૂ થવાની આશા વ્યક્ત થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે.

એક કરોડ મહિલાઓને મળશે 10000 રૂપિયા, પીએમ મોદી આ તારીખથી શરૂ કરશે મહિલાઓ માટે આ ખાસ યોજના!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મહિલાઓ માટે એક મોટી યોજના શરૂ થવાની આશા વ્યક્ત થઈ રહી છે. આ માટે પીએમ મોદી આવનારી 17 સપ્ટેમ્બરે ઓડિશા જઈ શકે છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે. પુરીમાં જગન્નાથ મંદિરના દર્શન બાદ મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી અને બે નાયબ મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીને 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશામાં સુભદ્રા યોજનાની શરૂઆત માટે આમંત્રણ આપ્યું હતું. 

ચૂંટણી વખતે આપ્યું હતું વચન
પ્રધાનમંત્રી તરફથી એના પર સહમતિ જતાવવામાં આવી છે. પ્રધાને જણાવ્યું કે મહિલા સશક્તિકરણ માટે અમે ચૂંટણી દરમિયાન દરેક મહિલાને 50000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ઓડિશાના લોકોએ અમારા પર વિશ્વાસ જતાવ્યો છે. આ બધા વચ્ચે ઓડિશામાં મોહન માંઝીના નેતૃત્વવાળી ભાજપ સરકારે યોજનાને લાગૂ કરવા માટે SOP જાહેર કરી છે.  તેમણે કહ્યું કે બીપીએલ કેટેગરી (ગરીબી  રેખા નીચે) હેઠળ આવતી 21-60 વર્ષના ઉંમર વર્ગવાળી એક કરોડથી વધુ મળવાપાત્ર મહિલાઓને યોજના હેઠળ પાંચ વર્ષ સુધી વાર્ષિક 10,000 રૂપિયા મળશે. આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે. 

નવી યાદીને જૂની યાદી સાથે મેળવવામાં આવશે
આ અવસરે જગન્નાથ મંદિરના રત્ન ભંડારની યાદી અને દેખરેખ અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજ્ય  સરકારની ભલામણ પર ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ (ASI)ની એક ઉચ્ચસ્તરીય ટીમ જલદી 12મી સદીના મંદિરની દેખરેખનું નિરિક્ષણ કરશે. તેમણે કહ્યું કે ઓડિશા સરકાર રત્ન ભંડારમાં સંગ્રહીત તમામ આભૂષણો અને મૂલ્યવાન વસ્તુઓની યાદી બનાવશે. આ સાથે જ નવી યાદીની સરખામણી જૂની યાદી સાથે પણ કરાશે. પ્રધાને કહ્યું કે ભાજપ સરકાર પુરીને આધુનિક આધ્યાત્મિક શહેર તરીકે વિકસિત કરવા માટે તમામ પગલાં ભરશે. 

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીની અધ્યક્ષતામાં 22 ઓગસ્ટ 2024ના રોજ થયેલી ઓડિશા કેબિનેટની બેઠકમાં સુભદ્રા યોજનાને લીલીઝંડી અપાઈ. કેબિનેટ તરફથી નિર્ણય લેવાયો કે સુભદ્રા યોજનાને હાલના નાણાકીય વર્ષ 2024-25થી 2028-29 સુધી લાગૂ કરાશે. એટલે કે આ યોજનાનો લાભ મહિલાઓને 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2029 સુધી અપાશે. કેબિનેટ તરફથી આ યોજના માટે 55,825 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. 

મહિલાઓને મળશે આ કાર્ડ
ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને સુભદ્રા ડેબિટ કાર્ડ આપવામાં આવશે. આ યોજનાના લાભાર્થીઓમાંથી સૌથી વધુ ડિજિટલ લેવડદેવડ કરનારી મહિલાઓની ઓળખ કરાશે. આ સાથે જ તેમને 500 રૂપિયાની વધારે પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે. યોજનાનો લાભ લેવા અરજી કરવા માટે આંગણવાડી કેન્દ્રો, બ્લોક ઓફિસ, અને જનસેવા કેન્દ્રોમાંથી ફ્રીમાં અરજીપત્ર મેળવી શકાશે. 

શું છે આ સુભદ્રા યોજના
ઓડિશા સરકારની સુભદ્રા યોજના હેઠળ રાજ્યની લગભગ એક કરોડ મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક મદદ અપાશે. આ યોજનાને શરૂ કરવા પાછળ સરકારનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે. સરકારની યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી 21-60 વર્ષની ઉમરની મહિલાઓને પાંચ વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયા આપવામાં આવશે. યોજના માટે સરકારે 55,825 કરોડનું બજેટ પાસ કર્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news