પ્રખ્યાત ગીતકાર-કવિ ગોપાલદાસ નીરજનું નિધન, દિલ્હી AIIMSમા લીધા અંતિમ શ્વાસ

94 વર્ષીય નીરજને ફેફસાનુ ઇન્ફેક્શન હોવાનાં કારણે ગત્ત મંગળવારની રાત્રે આગરાનીએક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

પ્રખ્યાત ગીતકાર-કવિ ગોપાલદાસ નીરજનું નિધન, દિલ્હી AIIMSમા લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી : હિંદી જગતના પ્રખ્યાત ગીતકાર અને કવિ ગોપાલદાસ નીરજે ગુરૂવારે સાંજે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થઇ ગયું. 94 વર્ષીય નીરજને ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું. 94 વર્ષીય નીરજને ફેફસામાં ઇન્ફેક્શનના કારણે ગત્ત મંગળવારે રાત્રે આગરાની એક હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો નહી હોવાનાં કારણે તેમને ગુરૂવારે આગરાથી દિલ્હીની એમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા, જ્યા સાંજે 8 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. 

નીરજના નિધનના હિંદી સાહિત્ય અને ફિલ્મી જગતમાં શોકની લહેર દોડી ગઇ છે. મોટા મોટા સાહિત્યકાર, ફિલ્મી વિશ્વ અને ઘણા રાજનેતાઓએ તેના નિધન અંગે શોક વ્યક્ત કરાઇ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિધન પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે, કવિ ગોપાલ દાસ નીરજની પ્રસિદ્ધ રચનાઓ અને ગીતોને અનંત સમય સુધી ભુલી શકાશે નહી. 

નીરજને તેમના ગીતો માટે ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવી હતી. તેમણે હિંદી ફિલ્મો માટે પણ અનેક ગીત લખ્યા અને તેમની લખેલી ગીતા આજે પણ ગુણગાન ગાય છે. હિંદી મંચોના પ્રસિદ્ધ કવિ નીરજને ઉત્તરપ્રદેશ સરકારે યશ ભારતી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 

'कारवां गुजर गया गुबार देखते रहे' જેવા પ્રખ્યાત ગીત લખનાર નીરજને ત્રણ વખત ફિલ્મ ફેર પુરસ્કાર પણ મળ્યો હતો. પહેચાન ફિલ્મનું ગીત 'बस यही अपराध मैं हर बार करता हूं'  અને મેરા નામ જોકરનું ગીત 'ए भाई! ज़रा देख के चलो'એ નીરજને સફળતાની નવી ઉંચાઇ પહોંચ્યા હતા. ગોપાલદાસ નીરજનો જન્મ 4 જાન્યુઆરી, 1924ના રોજ ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના પુરાવલી ગામમાં થઇ હતી. 

સંઘર્ષમાં વીત્યું બાળપણ
જ્યારે નીરજ 6 વર્ષના હતા તો તેમના પિતા બાબૂ બ્રજકિશોર સક્સેનાનું નિધન થઇ ગયું હતું. તેમણે પોતાની શિક્ષણ ઉત્તરપ્રદેશમાં જ પુરી કરી હતી. એટાથી પ્રથમ શ્રેણીમાં હાઇસ્કુલ કર્યું. ઘર ચલાવવા માટે અભ્યાસ છોડીને ઇટાવાની કચેરીમાં ટાઇપિસ્ટનું કામ કર્યું ત્યાર બાદ તેઓ એક સિનેમાઘરની એક દુકાન પર પણ નોકરી કરી. શરૂઆતના દિવસોમાં તેમનો સમય ખુબ જ સંઘર્ષમય રહ્યો. દિલ્હી આવીને પણ નોકરી કરી. જો કે ફક્કડી સ્વભાવના કારણે આ નોકરી પણ તેમની વધારે દિવસ સુધી ટકી નહોતી. દિલ્હીમાં તેમના સાથી ગીતકાર શકીલ બદાયુ. તેઓ પણ તેમની સાથે ખાદ્ય વિભાગમાં ટાઇપિંગની નોકરી કરતા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news