Zee News એ આંતરરાષ્ટ્રીય કાવતરાનો કર્યો પર્દાફાશ, ટ્વિટર પર ટ્રેંડ થયો #GretaThunbergExposed

ZEE NEWS એ DNA માં #GretaThunbergExposed હેશટે ચલાવ્યું જે જોત જોતામાં ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગ્યું અને થોડી મિનિટોમાં ટોપ ટ્રેંડમાં સામેલ થઇ ગયું. 1 કલાકમાં સવા લાખ લોકોએ આ હેશટેગ સાથે ટ્વીટ કરી પોતાનો અભિપ્રાય શેર કર્યો.  

Zee News એ આંતરરાષ્ટ્રીય કાવતરાનો કર્યો પર્દાફાશ, ટ્વિટર પર ટ્રેંડ થયો #GretaThunbergExposed

નવી દિલ્હી: પર્યાવરણ તથા જળવાયુ પરિવર્તનની દિશામાં કામ કરનાર ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) અને પોપ ઇન્ટરનેશનલ પોપ સ્ટાર રિઆના (Rihanna) એ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વિશે ટ્વીટ કરી આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ટ્વિટરથી માંડીને તમામ પ્લેટફોર્મ્સ પર આજે દિવસભર આ મુદ્દે ચર્ચ રહી. જોકે ગ્રેટા થનબર્ગ અને રિઆના ખેડૂત આંદોલનના નામે વૈશ્વિક પ્રોપેગેંડા ગ્રુપ સાથે જોડાઇ ભારતને બદનામ કરે રહી છે. તેનો ખુલાસો ZEE NEWS એ કર્યો છે. 

આ પ્રોપેગેંડા વિશે જ્યારે ZEE NEWS એ પોતાના પ્રાઇમ ટાઇમ શો DNA માં ખુલાસો કર્યો તો તેને લોકોનું ભારે સમર્થન મળ્યું. ZEE NEWS એ DNA માં #GretaThunbergExposed હેશટે ચલાવ્યું જે જોત જોતામાં ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગ્યું અને થોડી મિનિટોમાં ટોપ ટ્રેંડમાં સામેલ થઇ ગયું. 1 કલાકમાં સવા લાખ લોકોએ આ હેશટેગ સાથે ટ્વીટ કરી પોતાનો અભિપ્રાય શેર કર્યો.  

જોકે થનબર્ગએ ટ્વીટ કર્યું, અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ. પરંતુ આ ટ્વીટ પાછળનું કારણ અને તેની પાછળ છુપાયેલો હેતું આશ્વર્યજનક છે. જેમાં ગ્રેટા થનબર્ગ તે વૈશ્વિક પ્રોપેગેંડાનો ભાગ બનતી જોવા મળી રહી છે, જે ખેડૂત આંદોલનના નામે ભારતને બદનામ કરવા માંગે છે. 

ગ્રેટા થનબર્ગએ ટ્વીટમાં ભારતની સત્તાધારી પાર્ટી ભાજપને ફાસીવાદી પાર્ટી ગણાવી દીધી છે. જે આ વાત તરફ સ્પષ્ટ ઇશારો કરે છે કે તે કોઇ પ્રોપેગેંડા મુહિમનો ભાગ છે. તેમણે ટ્વીટ દ્રારા જણાવ્યું કે ભારત સરકાર પર કયા પ્રકારે દબાણ બનાવી શકાય અને તેના માટે ટ્વિટર પર જ પ્લાનિંગ પણ શેર કરવામાં આવ્યું છે. જે મોટા પ્રોપેગેંડા ચળવળ સાથે જોડાયેલી જોવા મળી રહી છે.

ગ્રેટાએ ટ્વીટમાં લખ્યું 'અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજુટ છીએ. ત્યારબાદ બીજા ટ્વીટ દ્રારા તેમની અસલી મંશા સ્પષ્ટ થઇ ગઇ. તેમૅણે એક ડોક્યુમેંટ શેર કર્યું. જેમાં ભારત સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાની કાર્યયોજના શેર કરવામાં આવી છે. આ ટ્વીટમાં પાંચ તબક્કામાં દબાણ બનાવવાની વાત કહેવામાં આવી છે.  જોકે થોડીવાર પછી આ ટ્વીટ અનુપલબ્ધ બતાવવા લાગ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news