વહુ સામેના ઝઘડામાં વેવાઈ પર કેસ ના કરી શકે સાસુ, સાળો સળી કરે તોય ના થાય ઘરેલું હિંસાનો કેસ
ઘરેલું હિંસા એટલેકે, ડોમેસ્ટીક વાયોલન્સ અંતર્ગત એક મહત્ત્વનો ચુકાદો કોર્ટે આપ્યો છે. જેમાં કોર્ટે આ કાયદામાં કોની કોની સામે કેસ થઈ શકે તેની વિગત પણ સમજાવી છે. કોર્ટે આપેલી વ્યાખ્યા અનુસાર વહુની સાસુ તેમના વેવાઈ અને વહુના ભાઈ પર કેસ ના કરી શકે. એટલેકે, સાસુ પિયરિયાઓ પર ઘરેલું હિંસાનો કેસ ના કરી શકે.
Trending Photos
નવી દિલ્લીઃ સાસુ-વહુનો ઝઘડો એ લગભગ મોટાભાગના ઘરની કહાની છે. એકના હાથમાંથી સત્તા જતી હોય અની બીજીના હાથમાં સત્તા આવતી હોય એવો ભાસ અને એવી સ્થિતિ, વર્ચસ્વની લડાઈએ મોટાભાગના ઝઘડાનું મૂળ હોય છે. એવામાં સાસરિયા અને પિયરિયા બન્ને સામ સામે આવી જાય એવું ઘણીવાર બને છે. ત્યારે આવા જ એક મામલામાં હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે જણાવ્યું છેકે, વહુ સામેના ઝઘડામાં વેવાઈને કેસ પર કરી શકે સાસુ, પિયરિયા સામે ના થઈ શકે ઘરેલું હિંસાનો કેસ.
આ પણ ખાસ વાંચોઃ છાટાંપાણીવાળા મોજમાં! ગિફ્ટ સિટી બાદ અમદાવાદ, ગાંધીનગરમાં ગુજરાત સરકારે આપી મોટી છૂટ
આ પણ ખાસ વાંચોઃ જરા દૂરથી આવ્યા છો તો જમીને જ જજો! ગુજરાતના આ મંત્રી પાસેથી શીખો, નવો ચીલો ચાતર્યો
આ પણ ખાસ વાંચોઃ ગુજરાતના આ નેતાને 100 કરોડ અને મંત્રી પદની ઓફર થયાનો દાવો, શું વાત સાચી છે?
સાસુ વહુ સામે ઘરેલુ હિંસાનો કેસ કરી શકે, તેના પિયરિયા સામે નહીં-
ઘરેલુ હિંસાચાર બાબતે હાઈકોર્ટે આપેલા મહત્ત્વના ચુકાદા અનુસાર સાસૂ પુત્રવધૂના પિતા અને ભાઈ સામે ઘરેલુ હિંસાના કાયદા હેઠળ કેસ ચલાવી શકે નહીં. સાસુ તેની પુત્રવધૂ સામે ઘરેલું હિંસાની ફરિયાદ કરી શકે પણ તેના પરિવાર સામે નહીં. વહુના પિતા અને ભાઈ ઘરેલુ અત્યાચારના કાયદાની વ્યાખ્યામાં સામેલ નથી. નીલા ગોખલેની સિંગલ બેન્ચે એક કેસમાં પિતા, પુત્ર અને તેની પુત્રીની દખલ અરજીમાં સુનાવણી કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો.
આ પણ ખાસ વાંચોઃ મનગમતી મહિલાને પ્રેગનન્ટ કરી કરો લાખોની કમાણી! વિદેશ નહીં, આપણાં ત્યાંનો જ છે કિસ્સો
આ પણ ખાસ વાંચોઃ આ 7 સ્થળ છે ગુજરાતમાં સૌથી યુનિક અને બજેટ ફ્રેન્ડલી! ઠંડી જતા પહેલાં જરૂર જજો
આ પણ ખાસ વાંચોઃ શું તમે જાણો છો કોઈપણ પોલીસ સ્ટેશન બને ત્યારે સૌથી પહેલાં શું પ્રાર્થના કરાય છે?
પુત્રીની સાસુએ દાખલ કરેલી ફરિયાદને આધારે ત્રણે સામે ઘરેલુ હિંસા કાયદાનો કેસ ચલાવાયો હતો. પુત્રીના પિતા અને ભાઈએ સતારા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ અને નવેમ્બર ૨૦૧૮નું સમન્સ રદ કરવા હાઈ કોર્ટમાં અરજી કરી હતી. પુત્રીએ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા ત્યાર બાદ તને તેના પતિ અને પરિવારજનો અત્યાચાર કરતા હોવાનું જણાવ્યું હતું.
આ પણ ખાસ વાંચોઃ કિસકી મજાલ જો છેડે દિલેર કો...ગુજરાતના આ ગામની સાત સિંહો કરે છે સિક્યોરિટી!
આ પણ ખાસ વાંચોઃ શિક્ષકો માટે મહત્ત્વની પરીક્ષા, આ કસોટી સંખ્યાબંધ શિક્ષકોના ભાવિનો કરશે ફેંસલો
આ પણ ખાસ વાંચોઃ કૂતરા રમાડવાનો શોખ હોય તો સોસાયટી સાફ કરવાની તૈયારી રાખજો! જાણો કોર્ટનો ચુકાદો
પુત્રીએ ડિસેમ્બરર ૦૧૭માં તેના પતિ અને પરિવાર સામે ઘરેલુ હિંસા કાયદા હેઠળ ફરિયાદ કરી હતી. તેની સાસુએ પણ ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી હતી. તેણે જણાવ્યું હતું કે પુત્રવધૂના પિતા અને ભાઈએ પોતાના પુત્રને તેમની સાથે રહેવાનો આગ્રહ કરીને ધમકી આપી હતી. કોર્ટે આ ફરિયાદમાં બંનેને ઘરેલુ હિંસાચારની વ્યાખ્યામાં અવાતા ન હોવાનું જણાવીને - પુત્રવધૂના પિતા અને ભાઈ વચ્ચે ફરિયાદીના કોઈ જાતનો ઘરેલુ સંબંધ વિના આ કાયદા હેઠળ કેસ ચલાવી શકાય નહીં તેવું કોર્ટે જણાવ્યું. એમ જણાવીને તેમની સામેના સમન્સ રદ કર્યા હતા. સાસુએ દાવો કર્યો હતો કે પુત્રવધૂના પિતા અને તેના પતિ પર ની પિતરાઈ ભાઈ હોવાથી લગ્નબાદ તેમની પર સાથ સંબંધીત હતા. આથી સંપૂર્ણ ફરિયાદ પરથી સ્પષ્ટ જણાય છે કે છે અરજીકર્તાએ કરેલા આરોપ તેમના વૈવાહિક સંબંધથી નથી. ફરિયાદ પુત્રવધૂના પિતા અને ભાઈ તરીકે કરવામાં આવી છે, એમ કોર્ટે નોંધ કરી.
આ પણ ખાસ વાંચોઃ છાટાંપાણીના શોખીન ગુજરાતીઓને સૌથી વધુ પસંદ છે આ બ્રાંડ! ભુકકા બોલાવે એવા છે ભાવ
આ પણ ખાસ વાંચોઃ મોદી હૈ તો મુમકીન હૈ! હવે બેઠાંબેઠાં નોટો છાપશે ગુજરાતીઓ, જોતી રહી જશે દુનિયા
આ પણ ખાસ વાંચોઃ દવાઓની દુનિયાના 'અંબાણી' બનશે આ પાટીદાર! પટેલે ચારે બાજુ વગાડ્યો ગુજરાતનો ડંકો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે