જે પરિવાર 70 વર્ષથી હતો કોંગ્રેસનો 'અતૂટ' હિસ્સો, હવે રાહુલને હરાવવા લડશે ચૂંટણીનો જંગ

કોંગ્રેસની સાથેના પેઢીઓ જૂના સંબંધ તોડીને હાજી મોહમ્મદ હારૂન રાશિદે લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણીના મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. 48 વર્ષના હાજી હારૂનના પિતા હાજી સુલતાન 1910માં જન્મ્યા હતાં. તેઓ શરૂઆતથી કોંગ્રેસને વફાદાર રહ્યાં હતાં અને રાજીવ ગાંધી તથા સોનિયા ગાંધીની પણ નીકટ હતાં. હારૂને આ વખતે ચૂંટણી જંગમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. 
જે પરિવાર 70 વર્ષથી હતો કોંગ્રેસનો 'અતૂટ' હિસ્સો, હવે રાહુલને હરાવવા લડશે ચૂંટણીનો જંગ

અમેઠી: કોંગ્રેસની સાથેના પેઢીઓ જૂના સંબંધ તોડીને હાજી મોહમ્મદ હારૂન રાશિદે લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણીના મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. 48 વર્ષના હાજી હારૂનના પિતા હાજી સુલતાન 1910માં જન્મ્યા હતાં. તેઓ શરૂઆતથી કોંગ્રેસને વફાદાર રહ્યાં હતાં અને રાજીવ ગાંધી તથા સોનિયા ગાંધીની પણ નીકટ હતાં. હારૂને આ વખતે ચૂંટણી જંગમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. 

તેમણે જણાવ્યું કે તેમના પિતાએ મૌલાના આઝાદ, પંડિત જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી સાથે કામ કર્યું હતું પરંતુ ત્યારેય સત્તા કે પદની લાલસા નહતી. તેમણે કહ્યું કે "હું પણ કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો... પરંતુ હવે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે તો જરૂર કોઈ  ગંભીર વાત હશે." 

હાજી હારૂને કોંગ્રેસ પ્રત્યે પોતાનો મોહભંગ થયો હોવાના કારણ અમેઠીમાં વિકાસ અને પ્રગતિની ઊણપ ગણાવ્યાં. તેમણે કહ્યું કે 70 વર્ષથી અમે અહીં રહીએ છીએ. સમગ્ર સમુદાય અને ક્ષેત્રની અવગણના થઈ છે. જો કોઈ ખોટું નહતું તો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન આટલું ખરાબ કેમ રહ્યું. 

હારૂને દાવો કર્યો કે તેમના પરિવારમાં ચૂંટણી લડવાને લઈને કોઈ વિરોધ નથી. પરિવારમાં બધાનું સમર્થન છે. તેમણે જો કે એ ન જણાવ્યું કે તેઓ કઈ પાર્ટી તરફથી ચૂંટણી લડશે. અત્રે જણાવવાનું કે અમેઠીથી રાહુલ ઉપરાંત ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાની પણ મેદાનમાં છે. સ્મૃતિએ વર્ષ 2014ની ચૂંટણી પણ લડી હગતી. પરંતુ રાહુલ સામે હારી ગયા હતાં. અમેઠીમાં છ મેના રોજ મતદાન છે. મતગણતરી 23મેના રોજ હાથ ધરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news