પત્ની પીડિત પતિઓનું પરાક્રમ, રાવણને બદલે શૂર્પણખાનું દહન કર્યું

સંગઠનના સ્થાપક ભરત ફુલારે કહ્યું કે, ભારતમાં તમામ કાયદા પુરુષોની વિરુદ્ધમાં છે. તે બધા મહિલાઓનું સમર્થન કરે છે. મહિલાઓ નાના-નાના મુદ્દા પર પોતાના પતિ અને સાસરીવાળાઓને ત્રાસ આપીને તેનો દુરુપયોગ કરે છે.

પત્ની પીડિત પતિઓનું પરાક્રમ, રાવણને બદલે શૂર્પણખાનું દહન કર્યું

દશેરાના પ્રસંગે રાવણના પૂતળાનું દહન કરવાની પરંપરા છે. પરંતુ ઔરંગાબાદમાં કેટલા પત્ની પીડિતોએ અલગ અંદાજમાં દશેરા ઉજવ્યો હતો. આવા પતિઓએ શૂર્પણખાના પૂતળાનું દહન કર્યું હતું. શૂર્પણખા લંકાના રાજા રાવણની બહેન હતી. 

પત્નીથી પીડિત લોકોનું સંધ ‘પત્ની પીડિત પુરુષ સંગઠન’ના સદસ્યોએ ગુરુવારે સાંજે ઔરંગાબાદની પાસે કરોલી ગામમાં પૂતળાનું દહન કર્યું હતું. સંગઠનના સ્થાપક ભરત ફુલારે કહ્યું કે, ભારતમાં તમામ કાયદા પુરુષોની વિરુદ્ધમાં છે. તે બધા મહિલાઓનું સમર્થન કરે છે. મહિલાઓ નાના-નાના મુદ્દા પર પોતાના પતિ અને સાસરીવાળાઓને ત્રાસ આપીને તેનો દુરુપયોગ કરે છે. અમે દેશમાં પુરુષોની વિરુદ્ધ આ અન્યાયનો વિરોધ કરીએ છીએ. સાંકેતિક પગલાના રૂપે અમારું સંગઠન દશેરાના દિવસે આ શૂર્પણખાના પૂતળાનું દહન કર્યું હતું. 

હિન્દુ માન્યતાઓ અનુસાર, શૂર્પણખા જ રામ અને રાવણની વચ્ચે થયેલા યુદ્ધની જડ હતી. શૂર્પણખાના અપમાનનો બદલો લેવા માટે રાવણે સાધુનો વેશ ધારણ કર્યો હતો, અને સીતાનું હરણ કર્યું હતું. તેના બાદ જ રામાયણનું યુદ્ધ થયું હતું. 

ફુલારેએ દાવો કર્યો કે, 2015ના રેકોર્ડ અનુસાર, દેશમાં આત્મહત્યા કરનારા કુલ પરણિતોમાં 74 ટકા પુરુષો હતા. સંગઠનના કેટલાક સદસ્યોએ દેશમાં ચાલી રહેલા Me Too અભિયાન પર પણ સવાલો ઉભા કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news