Harish Rawat ના બળવાના સૂરથી કોંગ્રેસમાં ખળભળાટ, ગાંધી પરિવાર સામે ખોલ્યો મોરચો

ઉત્તરાખંડમાં આગામી વર્ષ થનારી વિધાનસભા ચૂંટણી (Uttarakhand Assembly Election 2022) પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ વધવા લાગી છે અને પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે (Harish Rawat) કોંગ્રેસ સંગઠન પર સવાલ ઉઠાવ્યા છે.

Harish Rawat ના બળવાના સૂરથી કોંગ્રેસમાં ખળભળાટ, ગાંધી પરિવાર સામે ખોલ્યો મોરચો

દહેરાદૂન: ઉત્તરાખંડમાં આગામી વર્ષ થનારી વિધાનસભા ચૂંટણી (Uttarakhand Assembly Election 2022) પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ વધવા લાગી છે અને પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે (Harish Rawat) કોંગ્રેસ સંગઠન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ઉત્તરાખંડ કોંગ્રેસમાં નેતાઓની જૂથબાજી સતત વધી રહી છે અને સંગઠનનું માળખું સહયોગની જગ્યાએ મોઢું ફેરવીને ઊભું છે. 

જે સમુદ્રમાં તરવાનું છે ત્યાં અનેક મગરમચ્છ- હરિશ રાવત
ઉત્તરાખંડ કોંગ્રેસના નેતા હરિશ રાવતે કહ્યું કે, 'છે ને અજીબ વાત, ચૂંટણી રૂપી સમુદ્રમાં તરવાનું છે, સહયોગ માટે સંગઠનનું માળખું મોટાભાગના સ્થાને સહયોગ માટે હાથ આગળ વધારવાની જગ્યાએ કાં તો મોઢું ફેરવીને ઊભું છે અથવા તો નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું છે. જે સમુદ્રમાં તરવાનું છે, સત્તાએ ત્યાં અનેક મગરમચ્છ છોડી રાખ્યા છે. જેના આદેશ પર તરવાનું છે, તેમના નુમાઈઁદા મારા હાથ પગ બાંધી રહ્યા છે. મનમાં અનેકવાર વિચાર આવી રહ્યો છે કે હરિશ રાવત હવે બહુ થઈ ગયું, બહુ તરી લીધુ, હવે વિશ્રામનો સમય છે.'

'નવું વર્ષ દેખાડશે રસ્તો' 
હરિશ રાવતે આગળ કહ્યું કે, 'પછી ચૂપકેથી મનના એક ખૂણાથી અવાજ ઉઠી રહ્યો છે 'ન દૈન્યં ન પલાયમ્' મોટા ઉહાપોહની સ્થિતિમાં છું, નવું વર્ષ કદાચ રસ્તો દેખાડી દે. મને વિશ્વાસ છે કે ભગવાન કેદારનાથજી આ સ્થિતિમાં મારું માર્ગદર્શન કરશે.'

— Harish Rawat (@harishrawatcmuk) December 22, 2021

પંજાબમાં સમાધાન કરાવનારાએ  ખોલ્યો મોરચો
આ અગાઉ હરિશ રાવતે પંજાબ કોંગ્રેસ પ્રભારી તરીકે કામ કરતા પાર્ટીની અંદર ચાલી રહેલા આંતરિક વિખવાદને દૂર કરવાનું કામ કર્યું હતું. જો કે હવે તેમણે પોતે સંગઠન વિરુદ્ધ મોરચો ખોલ્યો છે અને તેમની એક ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news