આજે સજ્જન કુમાર, કાલે ટાઇટલર પછી કમલનાથ અને છેલ્લે ગાંધી પરિવારનો વારો: હરસિમરત કૌર

કોર્ટના નિર્ણયનો સ્વાગત કરતા અકાલી દળની નેતા હરસિમરત કોરે કહ્યું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. સજ્જન કુમારને આજીવન કેદની સજા યોગ્ય છે, પરંતુ ફાંસીની સજાથી શીખો સાથે ન્યાય થશે.

આજે સજ્જન કુમાર, કાલે ટાઇટલર પછી કમલનાથ અને છેલ્લે ગાંધી પરિવારનો વારો: હરસિમરત કૌર

ચંડીગઢ: 1987માં થયેલા શીખ વિરોધી રમખાણો પર 34 વર્ષ દિલ્હી હાઇકોર્ટે નીચલી અદાલતનો નિર્ણયમાં બદલાવ કર્યો છે અને કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષી જાહેર કરતા આજીવન કેદની સજા સંભળાવી છે. ત્યાર બાદ કોર્ટના નિર્ણયનો સ્વાગત કરતા અકાલી દળની નેતા હરસિમરત કોરે કહ્યું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. સજ્જન કુમારને આજીવન કેદની સજા યોગ્ય છે, પરંતુ ફાંસીની સજાથી શીખો સાથે ન્યાય થશે. હજારો વિધવાઓ આ દિવસની રાહ જોતી હતી. આજે જઇ તેમને ન્યાય મળ્યો છે.

— ANI (@ANI) December 17, 2018

હરસિમરત કોરે પ્રેસ કોન્ફરેન્સમાં વધુમાં કહ્યું કે મને આજે પણ યાદ છે કે કેવીરીતે 1984માં ખુલ્લેઆમ હજારો શીખોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આજે પણ તે દિવસને યાદ કરુ છું તો મારી આત્મા ધ્રૂજી ઉઠે છે. દરેક બાજુએ બાળકોની ચીસો સંભળાતી હતી, તેઓ એક શબ્દ પણ બોલી શક્તા ન હતા. શીખ વિરોધી રમખાણો પર રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, ખૂન કે બદલે ખૂન, જ્યારે એક મોટુ વૃક્ષ પડે છે તો અવાજ થવો સ્વાભાવિક છે. જ્યારે એક પ્રધાનમંત્રી ટીવી પર આવી વાત કહીં રહ્યા હતા, ત્યારે શીખ પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ સંપૂર્ણ કૃત્યને કોંગ્રેસનું સંરક્ષણ હતું. કોંગ્રેસે બધા ગુનેગારોને અત્યાર સુધી સંરક્ષણ આપ્યું હતું, પરંતુ આજે દિલ્હી હાઇકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે પ્રશંસાને લાયક છે.

— ANI (@ANI) December 17, 2018

તેમણે વધુમાં કહ્યું કે, શીખ રમખાણોમાં ગાંધી પરિવારનો હાથ હતો. આ હત્યાકાંડમાં કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ પણ સામેલ હતા. જેમને અત્યાર સુધી ગાંધી પરિવાર સંરક્ષણ આપતો આવ્યો છે, પરંતુ આજે સજ્જન કુમારને સજા થઇ છે, કાલે જગદીશ ટાઇટલર પછી કમલનાથ અને ત્યાર બાદ ગાંધી પરિવારનો વારો છે. કોર્ટે પણ માન્યું છે કે ગુનેગારોને રાજકીય સંરક્ષણ પ્રાપ્ત હતું. એટલા માટે તેઓ અત્યાર સુધી બચી રહ્યા હતા. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા ઇચ્છું છું, જેમણે 2015માં શિરોમણી અકાલી દળના અનુરોધ પર 1984માં શીખ વિરોધી રમખાણોની તપાસ માટે SITની રચના કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news