Covid 19: દિલ્હી બાદ હરિયાણામાં પણ એક સપ્તાહ લંબાવાયું લૉકડાઉન
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે રવિવારે કહ્યુ, સુરક્ષિત હરિયાણા (લૉકડાઉન) 10 મેથી વધારી 17 મે કરી દેવામાં આવ્યું છે. હરિયાણામાં કોરોનાના પ્રસારને રોકવા માટે આકરા પગલા ભરવામાં આવશે.
Trending Photos
ચંડીગઢઃ દેશભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે વાયરસની ચેન તોડવા માટે ઘણા રાજ્યોએ સંપૂર્ણ લૉકડાઉન કે લૉકડાઉન જેવા પ્રતિબંધો લગાવ્યા છે. આ વચ્ચે હરિયાણા સરકારે 17 મે સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે કોરોનાના વધતા કેસને જોતા જલદી આકરા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવશે.
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે રવિવારે કહ્યુ, સુરક્ષિત હરિયાણા (લૉકડાઉન) 10 મેથી વધારી 17 મે કરી દેવામાં આવ્યું છે. હરિયાણામાં કોરોનાના પ્રસારને રોકવા માટે આકરા પગલા ભરવામાં આવશે. જલદી સરકાર આદેશ જાહેર કરશે. મહત્વનું છે કે આ પહેલા રાજ્યમાં 3 મેથી 10 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.
Surkshit Haryana announced from May 10 to May 17. Stringent measures will be taken to contain spread of COVID-19 in Haryana. Detailed order to be issued soon: Haryana Health Minister Anil Vij
(file photo) pic.twitter.com/M6SNZUSVbN
— ANI (@ANI) May 9, 2021
એક દિવસમાં સામે આવ્યા 13548 કેસ
લૉકડાઉન દરમિયાન રસીકરણ કેન્દ્ર અને જરૂરી સેવાઓનું સંચાલન ચાલુ હતું. રાજ્યમાં રવિવારે કોરોનાના 13548 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 12639 લોકો સાજા થયા છે. તો રાજ્યમાં આ દરમિયાન 151 દર્દીઓના મૃત્યુ થયા છે. હરિયાણામાં કુલ કેસ વધીને 6,15,897 થઈ ગયા છે. આ સિવાય સક્રિય કેસની સંખ્યા 1,16,867 છે.
દિલ્હીમાં પણ લૉકડાઉન લંબાવાયુ
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ચાલી રહેલા લોકડાઉનને આગળ વધારવાની જરૂર છે. જો સરકારે આ પગલું ન ભર્યું તો કોરોના વાયરસ પર જે બઢત મળી હતી તે ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને ચેઈન તોડવા માટે દિલ્હીમાં લાગૂ લોકડાઉનને એક સપ્તાહ વધુ આગળ લંબાવવામાં આવે છે. આ વખતનું લોકડાઉન પહેલા કરતા પણ કડક હશે. આ દરમિયાન દિલ્હીમાં મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે. આ લોકડાઉન આગામી સોમવાર સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે