'પાકપ્રેમીઓ'ના સમર્થનમાં ઉતર્યા મહેબૂબા! મંત્રીએ કહ્યું- મુફ્તીનું DNA 'ખરાબ'

ટી20 વિશ્વકપ (T20 World Cup) માં પાકિસ્તાન સામે ભારતના પરાજય બાદ ખુશી મનાવી રહેલા લોકોના સમર્થનમાં આવેલા મહેબૂબા મુફ્તી પર હરિયાણાના મંત્રી અનિલ વિજે નિશાન સાધ્યુ છે. 

Updated By: Oct 26, 2021, 05:05 PM IST
'પાકપ્રેમીઓ'ના સમર્થનમાં ઉતર્યા મહેબૂબા! મંત્રીએ કહ્યું- મુફ્તીનું DNA 'ખરાબ'

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ  (T20 World Cup) ના ઈતિહાસમાં પ્રથમવાર પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારતને હરાવ્યું હતું. આ હાર બાદ સ્વાભાવિક રીતે દેશવાસી નિરાશ થઈ શકે છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારમાં પાકિસ્તાનની જીતની ખુશીમાં આતાશબાજી કરવામાં આવી તો ભારતની હારનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલામાં એફઆઈઆર દાખલ કરીને કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા છે અને તપાસ કરવામાં આવી રહી છે. તો જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવનારના સમર્થનમાં આવી ગયા છે. મુફ્તીના ટ્વીટ પર ભાજપે પલટવાર કર્યો છે. 

મહેબાબૂનો PAK પ્રેમ?
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું- પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવનાર કાશ્મીરીઓ વિરુદ્ધ આટલો ગુસ્સો કેમ? કેટલાક લોકો તો નારા લગાવી રહ્યાં છે કે દેશના ગદ્દારોને ગોળી મારો... કોઈ તે ન ભૂલી શકે કે જમ્મુ-કાશ્મીર પાસે વિશેષ રાજ્યનો દરજ્જો છીનવ્યા બાદ મિઠાઈઓ વેંચીને કેટલા લોકોએ જશ્ન મનાવ્યો હતો. વિરાટ કોહલીની જેમ તેને યોગ્ય ભાવનાથી લો, જેણે સૌથી પહેલા પાકિસ્તાન ટીમને શુભેચ્છા આપી. 

દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓથી સાવધાન
મહેબૂબાના આ ટ્વીટ પર ભડકેલા હરિયાણાના મંત્રી અનિલ વિજે નિશાન સાધ્યુ છે. વિજે કહ્યુ કે, મહેબૂબા મુફ્તીનું ડીએનએ ખરાબ છે અને તેણે તે સાબિત કરવું જોઈએ કે શું તે ખરેખર ભારતીય છે. વિજે સોમવારે મહેબૂબા મુફ્તીના ટ્વીટ પર કહ્યુ- જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ ક્રિકેટ મેચ જીતે છે તો દેશમાં ફટાકડા ફોડનારનું ડીએનએ ભારતીય ન હોઈ શકે. વિજે ચેતવણી આપી કે આપણા દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓથી સાવધાન રહેવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube