હું રાજ્યનો નહી પરંતુ લોકોનો મુખ્યમંત્રી બનવા માંગતો હતો: કુમારસ્વામી
કર્ણાટકનાં લોકોએ મને મત આપીને મુખ્યમંત્રી નથી બનાવ્યો રાજકીય કાવાદાવાથી હું રાજ્યનો મુખ્યમંત્રી તો બની ગયો પરંતુ લોકોનો નહી
Trending Photos
બેંગ્લોર : કર્ણાટક ચૂંટણી પહેલા જેડીએસ નેતા એચડી કુમાર સ્વામીએ કહ્યું હતું કે તેઓ ચૂંટણી બાદ કિંગ મેકર નહી બને.ચૂંટણી થઇ અને ભલે ભાજપ સૌથી મોટી પાર્ટી બની પરંતુ અંતિમ રૂપ આપવા માટે ત્રીજા નંબર પર રહેલી કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને બાજી મારી અને હવે આ પાર્ટીનાં નેતા એછડી કુમાર સ્વામી રાજ્યનાં મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. જો કે એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, આખરે તેમની વાત સાચી ઠરી કે તેઓ કિંગ મેકર બનશે. તેનવો જવાબ આપતા સ્વામીએ કહ્યુ કે હું જનાદેશથી કર્ણાટકનાં કિંગ બનવા માંગતો હતો. આ પ્રકારે નહી પહેલીવાર 2006માં રાજનીતિક પરિસ્થિતીનાં કારણે હું પહેલીવાર મુખ્યમંત્રી બન્યો હતો. આજે ફરીથી મારી પરિસ્થિતી એવી જ બની છે. જનતાનાં આશિર્વાદથી આવું નથી થઇ રહ્યુંય
કર્ણાટકનાં લોકો શા માટે નથી વિચારતા જેવું હું અનુભવી રહ્યો છું ? તે લોકો મારા પર ભરોસો નથી કરતા ? હું કોઇ રાજનેતા નથી પરંતુ એક ભાવુક વ્યક્તિ છું. હું લોકોની પરેશાનીઓ અને અપેક્ષાઓ સમજુ છું. હું લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંન્નેને જોઇ લીધા છે. હું વિચારતો હતો કે લોકો મને આ વખતે તક આપશે પરંતુ આ વખતે મને ગત્ત ચૂંટણી કરતા પણ ઓછી સીટો મળી છે.
આ ગઠબંધનનો સ્વિકાર શા માટે કર્યો ?
મારો કોઇ અંગત વિકલ્પ નથી. હાલમાં દેશમાં નવા પરિવર્તનની વાત કરવામાં આવી રહી છે. એક તબક્કો અપેક્ષા કરી રહ્યો છે કે વિપક્ષનાં ઘણા નેતાઓ પણ વિચારી રહ્યા છે કે દેશ અને સમાજ વિભાજીત થઇ રહ્યો છે અને તેમાં ફેરફાર કરવાની જરૂર છે. આ દ્રષ્ટીએ આંતરિક રીકે હાથ મિલાવીને આશા ઉત્નપન્ન કરવા માંગુ છું. દેશની ભાવનાને જોતા રાજનીતિક સંદેશ આપવા માટે કામ કર્યું.
ગુલામ નબી આઝાદનો ફોન
કોંગ્રેસ પાસે વધારે સીટો હોવા છતા પણ તમે શા માટે મુખ્યમંત્રી પદનો આગ્રહ રાખ્યો તેનાં જવાબમાં તેમણે કહ્યું કે, ગુલાન નબી આઝાદે મનેફોન કરીને કોઇ શરત વગર મુખ્યમંત્રી બનવા અને ટેકાની વાત કરી હતી. મે વિચારણા માટે સમય માંગ્યો જો કે તેમણે તત્કાલ જવાબ માંગ્યો જેથી મે મારા પિતા સાથે વિમર્શ કર્યો અને ત્યાર બાદ તેમણે જે કહ્યું કેતનું અનુસરણ કર્યું.
ડેપ્યુટી સીએમ પદ પર અસ્પષ્ટતા
બીજી તરફ રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર, જી.પરમેશ્વરને દિલ્હી આવવાની મનાઇ કરી દીધી હતી. પહેાલ કર્ણાટક તમામ કોંગ્રેસી સીનિયર નેતા દિલ્હીઆવીને રાહુલ ગાંધી સાથે મંત્રીમંડળ અને તેની વહેંચણી અંગે ચર્ચા કરવા માંગતા હતા. જો કે રાહુલ કહ્યું કે પહેલા વિશ્વાસમત્ત પ્રાપ્ત કરી લો ત્યાર બાદ જ આગળની વસ્તુઓ પર ચર્ચા કરાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે