પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા વિરુદ્ધ પ્રદર્શન: એક દશક બાદ આ પ્રકારનું પ્રદર્શન

પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા બાદનો વિરોધ જાણે દેશમાંથી ઓઝલ થઇ ગયો હતો જો કે મોદી સરકાર વિરુદ્ધ ફરી રોષ ફાટી નિકળ્યો છે

પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા વિરુદ્ધ પ્રદર્શન: એક દશક બાદ આ પ્રકારનું પ્રદર્શન

અમદાવાદ : હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવ ભડકે બળી રહ્યા છે. સામાન્ય માણસનું બજેટ સંપુર્ણ ખોરવાઇ ચુક્યું છે. સામાન્ય માણસની પરેશાનીને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ભાવ વધારા મુદ્દે મા.જે પુસ્તકાલયથી નેહરૂ બ્રિજ સુધીની રેલી કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે ઉંટ લારી પર બાઇક લઇને વિરોધ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દશકમાં આ પહેલીવાર હશે જ્યારે પેટ્રોલ કે ડિઝલનાં ભાવ અસહ્ય થઇ જવાનાં કારણે લોકો રોડ પર ઉતરી આવ્યા હોય.

રેલીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષનાં નેતા પરેશ ઘાનાણીએ હાજરી આપી હતી. દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા હાથમાં બેનર્સ રાખીને સુત્રોચ્ચાર કરીને સરકાર વિરુદ્ધ હુરિયો કરવામાં આવ્યો હતો. જો કે કેટલાક પોસ્ટર્સમાં સરકાર પર આકરા ચાબખા વિંઝાયા હતા. બહુત હુઇ મહંગાઇ કી માર, અબ બદલો મોદી કી સરકાર જેવા સુચક સુત્રો સાથે કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. 

મોદી સરકારની પુર્ણ બહુમતી સરકાર આવી છે જો કે લોકોની સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે તેવામાં નોટબંધી અને જીએસટીથી બેહાલ સામાન્ય માણસ પર પેટ્રોલનાં ભાવ વધારાનો કોડરો ઝીંકતા પરિસ્થિતી ખુબ જ વિપરિત થઇ ચુકી છે. અત્રે ઉલ્લેખનીય  છે કે નોટબંધી અને જીએસટી જેવા પગલાનાં કારણે ભાજપની આકરી ટીકા થઇ રહી છે. પેટ્રોલ -ડિઝલનાં ભાવ વધારા મુદ્દે પ્રદર્શનની ઘટનાઓ સાવ ઓઝલ થઇ ગઇ હતી. પરંતુ હવે ફરી એકવાર સામાન્ય માણસ રસ્તા પર ઉતરી આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news