આકાશમાંથી વરસશે 'આગ', પારો 47ને પાર, તપી રહ્યું છે ઉત્તર ભારત

સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ છે. આ વર્ષે અત્યાર સુધી રાજસ્થાનનું કરૌલી રવિવારે સૌથી ગરમ રહ્યું. અહીં પારો 47 ડિગ્રીને પાર પહોંચી ગયો. ગરમીના તીખા તેવરને લોકોનું જીવવું હરામ કરી દીધું છે. ગત 8 થી 10 દિવસોથી પડી રહેલી ભારે ગરમીના કારણે લોકો બેહાલ થઇ ગયા છે. 

આકાશમાંથી વરસશે 'આગ', પારો 47ને પાર, તપી રહ્યું છે ઉત્તર ભારત

કરૌલી: સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ છે. આ વર્ષે અત્યાર સુધી રાજસ્થાનનું કરૌલી રવિવારે સૌથી ગરમ રહ્યું. અહીં પારો 47 ડિગ્રીને પાર પહોંચી ગયો. ગરમીના તીખા તેવરને લોકોનું જીવવું હરામ કરી દીધું છે. ગત 8 થી 10 દિવસોથી પડી રહેલી ભારે ગરમીના કારણે લોકો બેહાલ થઇ ગયા છે. કરોલી શહેરનું તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી ગયું. વાતાવરણમાં ભેજ માત્ર 4 ટકા અને અલ્ટ્રા વાઇલેટ કિરણો ચરણસીમાએ હોવાથી લોકોને ગરમીનો વધુ અહેસાસ થયો.

ગત 8-10 દિવસોથી સૂરજનો તાપ આકરો બન્યો છે અને સવારે 10 વાગ્યા સુધી તો ગરમી ચરમસીમાએ પહોંચી જાય છે. બહારથી આવનાર લોકો ભારે તડકાના લીધે પરેશાન છે. રવિવારના દિવસે પણ લોકો જરૂરી કામે જ બહાર નિકળ્યા હતા, પરંતુ સોમવારે લોકોને ભીષણ ગરમીમાં પણ બહાર નિકળવું પડી રહ્યું છે. આજે હવામાન સૌથી ગરમ હોવાના લીધે બપોરે ગરમ હવાઓએ બેચેની વધારી દીધી છે. દિવસભર ટ્રાફિકથી ભરચક રહેનાર શહેરોના માર્ગ પર બપોરે સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. બજારમાં બપોરે ઓછી અને સાંજે વધુ ભીડ જોવા મળે છે. લોકો જરૂરી કામ હોવાથી માથા પર કપડું બા6ધીને ઘરની બહાર નિકળે છે. તાપમાન વધવાના લીધે બપોરના સમયે કૂલર અને પંખા ગરમ હવા ફેંકવા લાગે છે.

બાડમેરમાં ગરમીનો આતંક
બાડમેઅ શહેર સહિત સમગ્ર થારમાં સૂર્યદેવ આતંક વરસાવી રહ્યા છે. લૂ અને ધૂળની આંધીના લીધે લોકો બેહાર થઇ ગયા છે. સૂર્યદેવનો ઉદય થતાં જ રૌદ્વ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દે છે. આકાશમાંથી આગ વરસતી હોવાથી માર્ગો પર ઉકળાટ વરસી રહ્યો છે. થારમાં હાલ 47 ડિગ્રીથી વધુ તાપમાન છે. 

જો તાપમાન આ પ્રકારે વધતુ રહ્યું તો જૂન મહિનામાં હાલત વધુ ખરાબ થઇ શકે છે. આ વખતે મેના અંતિમ સપ્તાહમાં જ સામાન્ય જનતાને જૂનનો અહેસાસ થઇ ગયો છે. લોકોનું માનવું છે કે આ વખતે ગરમી પોતાના બધા રેકોર્ડ તોડશે જેથી લોકો વધુ બિમાર પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સવાઇમાધોપુર જિલ્લામાં ગરમીનો કહેર ચાલુ છે પારો 47 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. લૂના લીધે જન જીવન પ્રભાવિત થઇ ગયું છે લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ઢાળી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news