મધ્યપ્રદેશ-છત્તીસગઢ સહિત આ 8 રાજ્યોમાં એલર્ટ: Daye તોપાન બની શકે છે ઘાતક
મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત દેશનાં આઠ રાજ્યોમાં સતત થઇ રહેલા વરસાદના કારણે અડધા હિન્દુસ્તાનમાં કાળો કેર વર્તાવી શકે છે. ઓરિસ્સામાં તબાહી મચાવ્યા બાદ ડેઇ તોફાન દેશનાં બાકી હિસ્સાઓમાં પોતાની અસર દેખાડી રહી છે. ડેઇ તુફાનનાં મુદ્દે ગણા રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદનું રેડ એલર્ટ ઇશ્યું કર્યું છે. આગામી થોડા દિવસોમાં હવામાનનો રંગ બદલી શકે છે.
Trending Photos
નવી દિલ્હી : મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત દેશનાં આઠ રાજ્યોમાં સતત થઇ રહેલા વરસાદના કારણે અડધા હિન્દુસ્તાનમાં કાળો કેર વર્તાવી શકે છે. ઓરિસ્સામાં તબાહી મચાવ્યા બાદ ડેઇ તોફાન દેશનાં બાકી હિસ્સાઓમાં પોતાની અસર દેખાડી રહી છે. ડેઇ તુફાનનાં મુદ્દે ગણા રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદનું રેડ એલર્ટ ઇશ્યું કર્યું છે. આગામી થોડા દિવસોમાં હવામાનનો રંગ બદલી શકે છે.
સાઇકલોન સિસ્ટમથી થશે વરસાદ
હવામાન વિભાગે ભોપાલ, ઇંદોર, ઉજ્જૈન, ગ્વાલિયર- ચંબલ સહિતાના વિસ્તાર જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ હવામાનમાં પહેલી સમુદ્રી તોપાન બન્યું છે. સમુદ્રી તોપાન બનવાનાં કારણે પ્રદેશમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે હાઇ એલર્ટ ઇશ્યું કર્યું છે. પહેલીવાર આ હવામાનમાં સાઇક્લોન સિસ્ટમ બની રહી છે.
હિમાચલ પ્રદેશમાં ઠંડી વધી
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનાં કારણે શનિવારે ઠંડી ઘટી ગઇ. હવામાન વિભાગનું કહેવું છે કે સોમવાર સુધી વરસાદ થશે. ક્ષેત્રીય હવામાન વિભાગનું કહેવું છે કે ઘણા સ્થળો પર ભારે વરસાદ થયો. સોલન અને પાલમપુર વિસ્તારમાં સૌથી વધારે 50 કિલોમીટર વરસાદ નોંધાઇ. અહીં શુક્રવારથી તાપમાનમાં ઘટાડો આવ્યો છે. પશ્ચિમ વિક્ષોમનાં કારણે વિસ્તારમાં વરસાદ ચાલુ રહે તે શક્યતા છે.
#Odisha: Heavy rainfall has led to a flood-like situation in Malkangiri district. (21.09.18) pic.twitter.com/b5KRwXGxqM
— ANI (@ANI) September 22, 2018
અમદાવાદમાં સામાન્ય વરસાદ
ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર ઓરિસ્સા, તેલંગાણા, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભારે વરસાદ થઇ શકે છે. રાજધાની દિલ્હી શુક્રવારે રાત્રે હળવા ઝાટપાઓ પડ્યા હતા. તો અમદાવાદમાં પણ શનિવારે બપોરે બાદ વિવિધ વિસ્તારોમાં હળવા ઝાટપાઓ પડ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે