હનુમાનજીના પરમ ભક્ત રોય રિપોર્ટર્સને ફોન કરી વાત કરતા પરંતુ મળતા નહી, જાણો કારણ

હિમાંશુ રાય કેન્સરની સારવાર દરમિયાન શરીર પર થયેલી આડઅસરોનાં કારણે ખુબ જ ડિપ્રેશનમાં હતા

હનુમાનજીના પરમ ભક્ત રોય રિપોર્ટર્સને ફોન કરી વાત કરતા પરંતુ મળતા નહી, જાણો કારણ

નવી દિલ્હી : મુંબઇ પોલીસનાં પુર્વ જોઇન્ટ કમિશ્નર હિમાંશુ રોયની આત્મહત્યાનાં સમાચારે તમામને ચોંકાવી દીધા છે. હિમાંશુ રોય 1988 બેન્ચનાં આઇપીએસ ઓફીસર હતા. તેમને આઇપીએલ સ્પોટ ફિક્સિંગ, જેડે મર્ડર જેવા હાઇપ્રોફાઇ કેસ સંભાળનારા કોપનાં સ્વરૂપે યાદ કરવામાં આવે છે. 2013માં તેમણે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મુદ્દે ઘણા હાઇપ્રોફાઇલ ચહેરાઓને જેલનાં સળીયા પાછળ ધકેલી દીધા હતા. સીએથી આઇપીએસ બનનારા હિમાંશુ રોય લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. 

જો કે રોય અંગે સૌથી રસપ્રદ બાબત છે કે તેઓ હનુમાનજીનાં પરમ ભક્ત હતા. જ્યારે પણ કોઇ તેમને તેમનાં શરીર સૌષ્ઠવ અંગે પુછતું તો તેઓ કહેતા, હું હનુમાનજીનો ભક્ત છું, હું વ્યાયામને વધારે મહત્વ આપુ છું. હિમાંશુ રોય ક્યારે પણ ખાંડથી બનેલી કોઇ પણ વસ્તુ ખાતા નહોતા. કોલ્ડ્રીંક્સ કે મીઠાઇ કે અન્ય પદાર્થો પણ ખાતા નહોતા. જ્યારે તેઓ બિમાર હતા તો પણ તેઓ પોતાનાં રિપોર્ટર મિત્રોને ફોન કરીને કહેતા કે મારી તબિયત ધીરે ધીરે સુધારા પર છે. ટુંક જ સમયમાં હું ફરીથી તમને પોલીસ ડ્રેસમાં જોવા મળીશ. 

તેઓ કહેતા કે મને વિશ્વાસ છે કે, હનુમાનજી મારી તબિયત સારી કરી દેશે. હિમાંશુ રાય બિમાર હતા ત્યારે ઘણા ક્રાઇમનાં પત્રકાર ફોન કરતા હતા. તબિયત અંગે પુછતા હતા. જો કે તેઓ બધાને તબિયત સારી હોવાનું કહેતા પરંતુ ક્યારે પણ કોઇને મળતા નહોતા. તેઓ પોતાની બોડી ટ્રીટમેન્ટનાં કારણે ઘટી ગઇ હોવાથી પરેશાન હતા. કીમોની આડ અસરનાં કારણે તેમનાં શરીરમાં જે ફેરફારો આવ્યા તેનાંથી તેઓ વિચલિત હતા. જેથી તેઓ કોઇને પણ મળવાનું ટાળતા હતા. જેનાં કારણે તેઓ બહાર આવવાનું ટાળતા હતા. ઉપરાંત પોતાનાં શરીર પ્રત્યે ખુબ જ કાળજી ધરાવતા હોવાનાં કારણે શરીરની આ પરિસ્થિતી જોઇ તેઓ ડિપ્રેશનમાં પણ સરી પડ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news