Holi 2021: કોરોનાના વધતા કેસથી આ રાજ્યોમાં Holi Celebrations પર લાગ્યો પ્રતિબંધ, આ રહ્યું આખુ લિસ્ટ
સ્થિતિનો સામનો કરવા માટે વિવિધ રાજ્યોની સરકારે હોળી (Holi), શબ એ બારાત (Shab-e-Barat), નવરાત્રિ (Navratri) જેવા તહેવારોના સાર્વજનિક આયોજન પર પ્રતિબંધ લગાવ્યો છે. અહીં જાણો કયા રાજ્યોમાં કોરોના વાયરસ પર નિયંત્રણ માટે ક્યા પ્રતિબંધ લગાવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા કેસને જોતા વિવિધ પ્રદેશ સરકારોએ હોળી (Holi Celebrations) સહિત ઘણા તહેવારોના સાર્વજનિક સમારોહ પર પ્રતિબંધ (Ban) લગાવ્યો છે. લોકોને અપીલ કરી છે કે, તેઓ તહેવારોની ઉજવણી પોતાના ઘરોમાં જ કરે.
સતત 16 માં દિવસ કેસમાં આવ્યો વધારો
તમને જણાવી દઇએ કે, સતત 16 માં દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. દેશમાં શુક્રવારના કોરોનાના 59 હજાર 118 નવા કેસ રેકોર્ડ થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 257 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 1 લાખ 60 હજાર 949 થઈ ગઈ છે.
રાજ્યોની સરકારે ટોળા એક્ઠા થવા પર લગાવ્યો પ્રતિબંધ
સ્થિતિનો સામનો કરવા માટે વિવિધ રાજ્યોની સરકારે હોળી (Holi), શબ એ બારાત (Shab-e-Barat), નવરાત્રિ (Navratri) જેવા તહેવારોના સાર્વજનિક આયોજન પર પ્રતિબંધ લગાવ્યો છે. અહીં જાણો કયા રાજ્યોમાં કોરોના વાયરસ પર નિયંત્રણ માટે ક્યા પ્રતિબંધ લગાવ્યા છે.
1. દિલ્હી (Delhi): દિલ્હીમાં હોળી, શબ એ બારાત, નવરાત્રિના સાર્વજનિક આયોજન પર પ્રતિબંધ લગાવ્યો છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ (DDMA) આ સંબંધમાં 23 માર્ચના આદેશ જાહેર કર્યો છે.
2. મહારાષ્ટ્ર (Maharashtra): મુંબઇ (Mumbai): BMC એ 23 માર્તના સર્કુલર જાહેર કરી સાર્વજનિક જગ્યાઓ પર હોળીની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો હતો. લોકો તેમના પરિસરોમાં પણ પબ્લિક ફંક્શન કરી શકશે નહીં.
પુણેમાં (Pune): પુણે જિલ્લા પ્રશાસને હોળીના તહેવાર પર કોઇપણ પ્રકારના સાર્વજનિક આયોજન પર પ્રતિબંધ લગાવ્યો. હોલટ, રિસોર્ટ, ફાર્મ હાઉસમાં કોઇપણ પ્રકારના કાર્યક્રમ થઈ શકશે નહીં.
3. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh): ઉત્તર પ્રદેશ સરકારે 23 માર્તના હોળીના તહેવાર માટે ગાઈડલાઈ જાહેર કરી છે. સરકારે કહ્યું કે, જો કોઈ જગ્યા હોળી પર સાર્વજનીક આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે તો ત્યાં હાજર લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાનલ કરવાનું રહેશે. સીનિયર સિટીઝન, 10 વર્ષથી નાના બાળકો અને બીમાર લોકોને સલાહ આપી છે કે, તે તહેવારોની ઘરમાં રહી ઉજવણી કરે.
નોઈડા (Noida): ગૌતમબુદ્ધ નગરના પોલીસ કમિશનર આલોક સિંહએ હોળી પર તમામ સાર્વજનિક આયોજનની મંજૂરી રદ કરી છે. આ પહેલા પોલીસે 50 લોકોની લિમિટ સાથે કોઈપણ આયોજન કરવાની મંજૂરી આપી હતી પરંતુ કોરોનાના વધતા કેસને જોતા આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે.
4. હરિયાણા (Haryana): હરિયાણા સરકારે 24 માર્ચના આદેશ જાહેર કર્યો કે હોળી પર થતા તમામ સાર્વજનિક કાર્યક્રમો પ્રતિબંધ કરવામાં આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી હતી.
5. ચંડીગઢ (Chandigarh): ચંડીગઢમાં 25 માર્ચના આદેશ જાહેર કરી સુખના લેક, સેક્ટર 17 પ્લાઝા અને તમામ સરકારી પાર્કમાં થતા હોળી કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ તમામ જગ્યાઓ પર 29 માર્ચની સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. પ્રશાસને એડવાઈઝરી જાહેર કરી લોકોને અપીલ કરી છે કે તેમના ઘરોમં રહીને હોળીનો તહેવાર ઉજવે અને ઘરની બહારના નીકળે.
6. રાજસ્થાન (Rajasthan): કોરોનાના વધતા કેસને જોતા રાજસ્થાનના ગૃહ વિભાગે પણ 25 માર્ચના પ્રતિબંધનો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અંતર્ગત 28-29 માર્ચના હોળી અને શબ એ બારાત પર સાર્વજનિક જગ્યા, માર્કેટ અને ધાર્મિક સ્થળોમાં કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં આવશે.
7. ગુજરાત (Gujarat): ગુજરાત સરકારે 21 માર્ચના સર્કુલર જાહેર કરી કહ્યું હતું કે, હોળી પર કોઈપણ પ્રકારના સાર્વજનિક આયોજનની પરમીશન નથી. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, તેમના તરફથી માત્ર હોળીકા દહનની મંજૂરી આપવામાં આવશે. આ દહનમાં પણ ગામ અને સોસાયટીના ગણતરીના લોકો હાજર રહી શકશે.
8. કર્નાટક (Karnataka): કર્નાટકમાં સરકારે હોલી, ઉગાડી, શબ એ બારાત અને ગુડ ફ્રાઇડે પર કોઈ પ્રકારના પબ્લિક ફંક્શન પર પ્રતિબંધ લગાવ્યો છે. આ તહેવારો પર સાર્વજનિક મેદાન, પાર્ક, માર્કેટ અને ધાર્મિક સ્થળોમાં પણ ભેગાથીવાની મંજૂરી નથી.
9. ઓડિશા (Odisha): રાજ્ય સરકારે પ્રદેશમાં હોળી સમારોહ (Holi Celebrations) પર પ્રતિબંધ લગાવ્યો છે. લોકો તેમના ઘરોમાં પરિવારના લોકો સાથે આ તહેવાર ઉજવી શકશે.
10. પશ્ચિમ બંગાળ (West Bengal): ચૂંટણી વચ્ચે રાજ્ય પ્રશાસને લોકોને સલાહ આપી છે કે, હોળી પર સાર્વજનિક કાર્યક્રમ ના કરો. ક્લબોમાં પણ કહ્યું છે કે, તે હોળી પર કોઈ પ્રકારનું પબ્લિક સેલિબ્રેશન ના કરે.
11. બિહાર (Bihar): બિહાર સરકારે પ્રદેશમાં હોળી સેલિબ્રેશન કાર્યક્રમ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે તહેવાર પર ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી છે.
12 મધ્ય પ્રદેશ (Madhya Pradesh): રાજ્યના ઇન્દોર, ભોપાલ, જબલપુર સહિત કેટલાક શહેરોમાં લોકડાઉન લગાવાયેલું છે. CM શિવરાજસિંહ ચૌહાણે લોકોને અપીલ કરી છે કે, તેઓ હોલી પર ભીડભાડવાળી જગ્યાઓ પર જવાથી દૂર રહે અને હોળીનો તહેવાર ઘરમાં જ ઉજવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે