300 થી 400 કરોડ રૂપિયાનું ક્રૂડ ઓઇલ ચોરી કરી ગઇ આ ટોળકી, જાણો કેવી રીતે કરી કમાલ

આરોપી સંદીપ ગુપ્તા અગાઉ જુના વપરાયેલ ઓઇલની ખરીદી ગજુરાત ખાતેથી નીશાાંત કરણીક અને મુનેશ ગર્જુર પાસેથી કરતો હતો. જે ઓઇલ આ મુનેશ અને નિશાંત દક્ષિણ ગુજરાતના GIDC વિસ્તાર ની  કાંપનીઓમાંથી ખરીદતા હતા

300 થી 400 કરોડ રૂપિયાનું ક્રૂડ ઓઇલ ચોરી કરી ગઇ આ ટોળકી, જાણો કેવી રીતે કરી કમાલ

ઉદય રંજન, અમદવાદ: ગુજરાત (Gujarat) એટીએસ (ATS) એ સંદીપ ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર ગુપ્તા, મહમદ વસીમ ઉફે સલમાન અહમેદ હુશેન કુરેશી, નિશાંત કિરણ કરણીક અને મુનેશ ખેમચંદ ગર્જુરની ધરપકડ કરી છે. આ ટોળકીએ રાજસ્થાન (Rajasthan) તથા હરીયાણા રાજ્યમાં આઇ.ઓ.સી. (IOC) ની પાઇપ લાઇન પસાર થતી હોય તે જગ્યાની નજીકમાં એકાદ કીલોમીટરના અંતરે જમીન ભાડે રાખી તેમા પતરાનો શેડ બનાવી તેને ફેક્ટરી જેવો દેખાવ આપી દીધો. 

ત્યારબાદ જમીનમા સુરંગ બનાવી IOC તથા ONGC ની પાઇપ લાઇનમાં પંચર કરી બીજી પાઇપ લાઇન નાખી દીધી. અને તેને ફેકટરીના શેડમાાં લઇ જતા હતા. આ પ્રમાણે તે દરરોજ હજારો લીટર ઓઇલની ચોરી આચરતા હતા. આ ઉપરાંત આ ચોરી કરેલા ઓઇલને કન્ટેન્ટરના સ્વરૂપ આપવામાં આવેલ ટેંકરો મારફતે હેરાફેરી કરતા અને 300 થી 400 કરોડની કિંમતનું ક્રુડ ઓઇલ (Oil) ની રાષ્ટ્રીય સંપત્તિની ચોરી કરી ચુક્યા છે. 

આ ગેંગ (Gang) એ છેલ્લા દસથી વધારે વર્ષ દરમિયાન આ ગેંગ વિરુદ્ધ ગુજરાતના મોરબી, ખેડા , વડોદરા જીલ્લાઓ, રાજસ્થાનના પાલી, ભરતપૂર , ચિતોડગઢ , અલવર અને વશરોહી જીલ્લાઓ તથા હરીયાણા રાજ્યના ર્ગોહાના, રેવાડી અને ઝજજર જીલ્લાઓના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પેટ્રોલિયમ એન્ડ મીનરલ પાઇપ લાઇન એક્ટ 1962, એક્ષપ્લોઝીવ સબસ્ટન્ટ્સ એકટ સહીત ભારતીય ફોજદારી ધારોની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. જેમાં કેટલાક ગુનાઓમાં આ ગેંગ ના સાગરીતો પકડાઇ ચુક્યા છે તો અમુક ગુનામાં હજુ પણ પોલીસ ચોપડે ફરાર છે.

આરોપી સંદીપ ગુપ્તા અગાઉ જુના વપરાયેલ ઓઇલની ખરીદી ગજુરાત ખાતેથી નીશાાંત કરણીક અને મુનેશ ગર્જુર પાસેથી કરતો હતો. જે ઓઇલ આ મુનેશ અને નિશાંત દક્ષિણ ગુજરાતના GIDC વિસ્તાર ની  કાંપનીઓમાંથી ખરીદતા હતા. સંદીપ ગુપ્તા આ ઓઇલને ત્યારબાદ ડામર બનાવતા એકમોમાં વેચતો હતો. તે દરમ્યાન તેને ઓઇલ ચોરી કરી પૈસા કમાવવાની લાલચ થતા તેણે આરોપીઓ નિશાંત કરણીક, મુનેશ ગર્જુર તથા મહમદ વસીમ સાથે મળી આ ઓઇલ ચોરીનો ધંધો ચાલુ કર્યો હતો.

સંદીપ ગુપ્તા ફાઇનાન્સરની ભૂમિકા ભજવતો હતો. નિશાંત કરણીક સંપૂર્ણપણે ઓઇલ પાઇપ લાઈનમાં પચાંરની કરવાની ભૂમિકા કરતો હતો. મુનેશ ગુર્જર કામ માટે પાઇપો, પતરાના શેડ તથા મોડીફાઇડ ટેંકરોનું સેટઅપ તથા તેમાતે જરૂરી માણસોની વ્યવસ્થા કરતો તથા મહમદ વસીમ સારો ડ્રાઈવર અને રસ્તાઓનો જાણકાર હતો. જેથી એ ટેન્કરની હેરાફેરી કરવાની ભૂમિકામાં હતો. આ ઓઇલ ચોરી કરતી ગેંગ સામે અનેક ગુના નોંધ્યા છે. ત્યારે ગુજરાત એટીએસએ આ ગેંગના અન્ય સાગરીતની શોધખોળ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news