Holi 2022: અહીં ચિતાની રાખથી રમાઈ હોળી!, કારણ જાણીને ચોંકી જશો

કાશીમાં હોળીનો ઉત્સવ રંગભરી એકાદશીથી શરૂ થઈ જાય છે. આ દિવસે શિવ ભક્ત ભોલેનાથ સાથે હોળી ખેલવામાં આવે છે, પરંતુ આ હોળી એકદમ અલગ હોય છે. 

Holi 2022: અહીં ચિતાની રાખથી રમાઈ હોળી!, કારણ જાણીને ચોંકી જશો

નવી દિલ્હી: ભારતમાં હોળીનો તહેવાર ખુબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જેમાં કેટલીક ખાસ જગ્યાઓની હોળી તો જગ પ્રસિદ્ધ છે. જેમ કે કૃષ્ણ નગરી કહેવાતી મથુરા, વૃંદાવનની હોળી જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે. આ શહેરોમાં હોળીના ઘણા દિવસ પહેલેથી હોળીની ઉજવણી શરૂ થઈ જાય છે. કાશી પણ આવા જ શહેરોમાં સામેલ છે. જ્યાં હોળીનો ઉત્સવ રંગભરી એકાદશીથી શરૂ થઈ જાય છે. આ દિવસે શિવ ભક્ત ભોલેનાથ સાથે હોળી ખેલવામાં આવે છે, પરંતુ આ હોળી એકદમ અલગ હોય છે. 

ચિતાની રાખથી હોળી
કાશીના મહાસ્મશાનમાં રંગભરી એકાદશીના દિવસે રમાયેલી હોળી અન્ય હોળી ઉજવણી કરતા અલગ હોય છે. કારણ કે અહીં રંગોથી નહીં પણ ચિતાની રાખથી હોળી રમવામાં આવે છે. મોક્ષદાયિની કાશી નગરીના મહાશ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ પર ચોવીસ કલાક ચિતાઓ બળતી રહે છે. કહેવાય છે કે અહીં ક્યારેય ચિતાની આગ ઠંડી થતી નથી. આખુ વર્ષ અહીં ગમમાં ડૂબેલા લોકો પોતાના પ્રિયજનોને અંતિમ વિદાય આપવા માટે આવે છે પરંતુ વર્ષમાં એકમાત્ર હોળીના દિવસે એવું હોય છે કે અહીં ખુશી જોવા મળે છે. રંગભરી એકાદશીના દિવસે આ મહાસ્મશાનના ઘાટ પર ચિતાની રાખથી હોળી ખેલાય છે. 

350 વર્ષ જૂની પરંપરા
આ વર્ષે પણ 14 માર્ચના રોજ વારાણસીમાં રંગભરી એકાદશીના રોજ સ્મશાન ઘાટ પર રંગોની સાથે ચિતાની ભસ્મથી હોળી ખેલાઈ. આ દરમિયાન ડમરુ, ઘંટ, ઘડિયાળ અને મૃદંગ, સાઉન્ડ સિસ્ટમથી નીકળતો અવાજ જોરશોર કરતો રહ્યો. કહે છે કે ચિતાની રાખથી હોળી ખેલવાની પરંપરા લગભગ 350 વર્ષ જૂની છે. તેની પાછળની કહાની કઈક એવી છે કે ભગવાન વિશ્વનાથ વિવાહ બાદ માતા પાર્વતીનું ગૌનું કરાવીને કાશી પહોંચ્યા હતા. ત્યારે પોતાના ગણોની સાથે હોળી રમ્યા હતા. પરંતુ તેઓ સ્મશાન પર વસતા ભૂત, પ્રેત, પિશાચ અને અઘોરીઓ સાથે હોળી રમી શક્યા નહીં. ત્યારે તેમણે રંગભરી એકાદશીના દિવસે તેમની સાથે ચિતાની ભસ્મથી હોળી ખેલી હતી. 

આજે પણ અહીં આ પરંપરા ચાલુ છે અને તેની શરૂઆત હરિશ્ચંદ્ર ઘાટ પર મહાસ્મશાનનાથની આરતીથી થાય છે. તેનું આયોજન અહીંના ડોમ રાજાનો પરિવાર કરે છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news