IPS Officer બનવા માટે શું કરવું? IPS પાસે કેટલી હોય છે સત્તા? તેમના પગાર અને સુવિધાઓ વિશે પણ જાણો

ભારતની મુખ્ય ત્રણ નાગરિક સેવાઓ અને સિવિલ સેવાઓના સૌથી પ્રતિષ્ઠિત પદોમાંથી એક IPS પદને મેળવવા માટે એક વિદ્યાર્થીએ આકરી મહેનત કરવાની હોય છે.

IPS Officer બનવા માટે શું કરવું? IPS પાસે કેટલી હોય છે સત્તા? તેમના પગાર અને સુવિધાઓ વિશે પણ જાણો

જયેશ જોશી, અમદાવાદઃ ભારતમાં IPS એટલે ઈન્ડિયન પોલીસ ઓફિસરનું પદ પ્રતિષ્ઠિત પદ માનવામાં આવે છે. અનેક યુવાનોની ઈચ્છા IPS પદ મેળવવાની હોય છે. આમ તો IPS બનવા માટે તમારી અંદર સિવિલ સર્વિસનો જુસ્સો હોવો જરૂરી છે. UPSC પરીક્ષામાં સારી રેન્ક મેળવનારાને IPS બનવાની તક મળે છે. ત્યારે તમારે એ જાણવું જરૂરી છે કે IPS ઓફિસરનો પાવર અને સુવિધાઓ શું હોય છે. કઈ રીતે તમે પણ એક IPS ઓફિસર બની શકો છો.

આવી રીતે બને છે IPS ઓફિસર:
એક IPS ઓફિસર બનવા માટે સૌથી પહેલા તમારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થવું જરૂરી છે. ત્યારબાદ તમે UPSC એક્ઝામની તૈયારી માટે સિલેબસ સમજો અને સિવિલ સેવા પરીક્ષા પાસ કરો. પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારને ભારત સરકારના લગભગ 24 સેવા વિભાગમાં રેન્કન આધારે પોસ્ટિંગ આપવામાં આવે છે. UPSCમાં ઓછામાં ઓછા 250 રેન્કવાળાની પસંદગી IPS અધિકારી પદ માટે થાય છે. લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડેમીમાં શરૂઆતના શિક્ષણ પછી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદમાં પસંદ કરેલા અરજદારોની 15 અઠવાડિયાની ટ્રેનિંગ હોય છે.

IPS ઓફિસરનો શું પાવર હોય છે:
IPS ઓફિસરને જિલ્લાના તમામ પોલીસ અધિકારી રિપોર્ટ કરે છે. જેમાં નોન-IPS કેડરના સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ એટલે SP અને ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ DSP પણ હોય છે. કમિશનરી રુલમાં તેના પાવર અલગ-અલગ હોય છે. IPS ઓફિસરના પાવરની વાત કરીએ તો તે જિલ્લાના તમામ કામકાજનો પ્રભારી હોય છે. અને પોતાના વિસ્તારની શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાનો નિર્ણય લઈ શકે છે. પોલીસ પ્રણાલીમાં કોઈ ગરબડ જણાય તો તેનો ઉકેલ શોધે છે. એક IPS ઓફિસરની જવાબદારીઓનો મહત્વપૂર્ણ ભાગ પોતાના અધિકાર ક્ષેત્રમાં લોકોની સુરક્ષા અને લૉ એન્ડ ઓર્ડર સુધારવાનો હોય છે.

IPS ઓફિસરની સુવિધાઓ:
IPS ઓફિસરને સુરક્ષા ગાર્ડ, ગાડી-સરકારી બંગલાની સાથે બીજી સુવિધાઓ પણ આપવામાં આવે છે. IPSમાં પસંદગી પછી તેમને વિદેશમાં ભણવાનો પણ વિકલ્પ મળે છે. તેમને સત્તાવાર વાહન સુવિધાની સાથે-સાથે મફત વિજળી કે ફોન કોલ સુવિધા મળે છે. તેની સાથે જ શક્તિ અને સન્માન જે કોઈ અધિકારીને સમાજમાં મળે છે. તે IPS ઓફિસરને મળે છે. IPS ઓફિસરને મેડિકલ ભથ્થું, લાઈફટાઈમ પેન્શન અને અન્ય રિટાયરમેન્ટ લાભ પણ મળે છે.

IPS ઓફિસરની સેલરી:
IPS ઓફિસરને ત્રણ પ્રકારના પે-સ્કેલ આપવામાં આવે છે. તેમાં જૂનિયર ટાઈમ સ્કેલ તરીકે અધિકારીને 15,600થી 39,000 રૂપિયાનું સેલરી પેકેજ આપવામાં આવે છે. તેમાં 5400 રૂપિયાનો પે-સ્કેલ વધારે જોડવામાં આવે છે. આ પહેલી સેલરી હોય છે જે શરૂઆતના લેવલ પર હોય છે. સામાન્ય રીતે  ASP અને DSP બે રેન્ક છે. જ્યારે સીનિયર ટાઈમ સ્કેલના સમયે 15,600થી 39,100ની બેઝિક સેલરી હોય છે. અને તેની સાથે 6600નો ગ્રેડ પે જોડવામાં આવે છે. IPS ઓફિસરનું કામ શરૂ થયા પછી આ પહેલું લેવલ હોય છે જે કોઈ અધિકારીને મળે છે.

IPS માંથી બીજા કયા વિભાગમાં જઈ શકાય:
IPS એટલે ઈન્ડિયન પોલીસ સર્વિસ દ્વારા તમે પોલીસ ખાતામાં ટોચના ઓફિસર બની શકો છો. તેમાં ટ્રેની IPSથી DGP કે ઈન્ટેલિજન્સ બ્યૂરો, સીબીઆઈ ચીફ સુધી પહોંચી શકાય છે. UPSC પરીક્ષાના 3 માધ્યમથી આયોજિત કરવામાં આવે છે. જેમાં 3 લેવલ હોય છે. 1. પ્રીલિમ્સ, 2. મેન્સ પરીક્ષા, 3. ઈન્ટરવ્યૂ. ઈન્ટરવ્યૂમાં પરીક્ષા પછી જ ઉમેદવારે ટ્રેનિંગ લેવાની હોય છે.

IAS અને IPSમાં શું છે અંતર:
IASનો કોઈ ડ્રેસ કોડ હોતો નથી. તે હંમેશા ફોર્મલ ડ્રેસમાં રહે છે. પરંતુ એક IPS હંમેશા ડ્યૂટી દરમિયાન યૂનિફોર્મ પહેરે છે. જ્યારે એક IASને એક કે બે અંગરક્ષક મળશે. જ્યારે એક IPSની સાથે આખી પોલીસ ફોર્સ ચાલે છે. જ્યારે IAS બનો ત્યારે એક મેડલ આપવામાં આવે છે. જ્યારે IPS બનો ત્યારે સ્વોર્ડ ઓફ ઓનર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

IAS અને IPSની ટ્રેનિંગ ક્યાં થાય છે:
IAS અને IPSની શરૂઆતની 3 મહિનાની ટ્રેનિંગ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડેમીમાં જ થાય છે. જેને ફાઉન્ડેશન કોર્સ પણ કહેવાય છે. તેના પછી IPS ટ્રેનીઓને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી હૈદરાબાદ ખાતે મોકલવામાં આવે છે. જ્યાં તેમને પોલીસની ટ્રેનિંગ આપવામાં આવે છે. IAS ઓફિસર અને IPS ઓફિસરની ટ્રેનિંગમાં ઘણું અંતર હોય છે. IPSને પસંદ કર્યા પછી વધારે ટફ ટ્રેનિંગમાંથી પસાર થવાનું હોય છે. તેમની ટ્રેનિંગમાં ઘોડેસવારી, પરેડ અને હથિયાર ચલાવવાનો સમાવેશ થાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news