NDAના વધુ એક પક્ષે બતાવી BJPને આંખ, વિરોધી ગ્રુપમાં જવાની આપી ધમકી

સુહલેદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના અધ્યક્ષ અને રાજ્યના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે ભાજપ સાથે વાત નથી બનતી તો તેમના પક્ષ માટે સપા-બસપા ગઠબંધનથી તાલમેલનો વિકલ્પ ખુલ્લો છે.

NDAના વધુ એક પક્ષે બતાવી BJPને આંખ, વિરોધી ગ્રુપમાં જવાની આપી ધમકી

બિલાય/ લખનઉ: ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ ભાજપના સહયોગી પક્ષ સુહલેદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના અધ્યક્ષ અને રાજ્યના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે ભાજપ સાથે વાત નથી બનતી તો તેમના પક્ષ માટે સપા-બસપા ગઠબંધનથી તાલમેલનો વિકલ્પ ખુલ્લો છે. રાજભરે સીબીઆઇના દરોડાના વિરોધમાં ધરણા કરનાર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. પ્રદેશના દિવ્યાંગ જન સશક્તિકરણ તેમજ પછાત વર્ગ કલ્યાણ મંત્રી રાજભરે સોમવાર રાત્રે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, જો અલગ લોકસભા ચૂંટણી માટે ભાજપથી વાત નહીં બને તો તેમના પક્ષ માટે સપા-બસપા ગઠબંધનથી તાલમેલનો વિકલ્પ ખુલ્લો જ છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમની સપા અને બસપાના કેટલા નેતાઓ સાથે આ સંબંધમાં વાતચીત થઇ છે, તો તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની આ મુદ્દા પર બંને દળના કોઇ નેતા સાથે હજુ સુધી વાતચીત થઇ નથી.

તે જાણીતું છે કે, રાજ્ય સરકારે વારંવાર ટીકા કરનાર મંત્રી રાજભરે ભાજપને પહેલા જ અલ્ટીમેટમ આપતા કહ્યું કે જો પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર 24 ફેબ્રુઆરી સુધી પછાત વર્ગો માટે અનામતની અંદર અનામતની વ્યવસ્થા કરશે નહીં તો તેમની પાર્ટી ભાજપના નેતાઓનો સાથે છોડી પ્રદેશની દરેક 80 લોકસભા બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા કરશે.

મમતા બેનર્જીના પક્ષમાં બોલ્યા રાજભર
પશ્ચિમ બંગાળના હાલના ઘટનાક્રમ સંબંધમાં સવાલ કરવા પર તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીનો બચાવ કર્યો હતો. તેમણે સીબીઆઇની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે શારદા કૌભાંડના મુખ્ય આરોપી મુકુલ રાયના ત્યાં સીબીઆઇએ દરોડા કેમ પાડ્યા નથી, જે ભાજપમાં સામેલ થઇ ગયા છે.

રાજભરે પશ્ચિમ બંગાળના હાલના ઘટનાક્રમને ચૂંટણી ડ્રામા ગણાવ્યો છે. તેમણે સવાલ કર્યો કે કોર્ટ દ્વારા રોક છતાં સીબીઆઇની ટીમે કોના આદેશ પર કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે દરોડા પાડ્યા હતા.

માગ સાંભળી નહી તો છોડી દઇશું ભાજપનો સાથ
સુહેલદેવ ભારતીય સમાજવાદી પાર્ટીએ રવિવારે કહ્યું કે, જો 24 ફેબ્રુઆરી સુધી સામાજિક ન્યાય સમિતિની ભલામણ માન્ય નહીં રાખે તો તેઓ ભાજપ સાથે તેમને સંબંધ તોડી શકે છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના મહાસચિવ અરૂણ રાજભરે જણાવ્યું કે જો ભાજપ અમારી તરફથી ઉઠવેલી માગમાં સંમત થતો નથી, તો અમે નિશ્ચિત રીત પર અમે તેમનાથી સંબંધ તોડી નાખીશું. જો સામાજિક ન્યાય સમિતિની ભલામણોને 24 ફેબ્રુઆરી સુધી લાગુ કરવામાં આવશે નહીં, તો અમારો ભાજપથી રસ્તો જૂદો થશે અને ત્યારબાદ અમે ઉત્તર પ્રદેશની દરેક 80 લોકસભા બેઠક પર ચૂટણી લડીશું.

તેમણે કહ્યું કે, અમે જરૂરીયાતના સમય પર ભાજપ વિરોધી ગઠબંધન સાથે પણ જઇ શકીએ છે. તેમની સાથે ઘણી વખત વાત થઇ ચૂકી છે. રાજભરે કહ્યું કે, આ અંતિમ ચેતવણી છે અને 24 ફેબ્રુઆરી બાદ ભાજપની સાથે કોઇ કરાર કરવામાં આવશે નહીં. ભાજપે વચન આપ્યું હતું કે, સામાજિક ન્યાય સમિતિની ભલામણ લોકસભા ચૂંટણીના 6 મહિના પહેલા લાગૂ કરવામાં આવેશે પરંતુ આ દિશામાં કોઇ પ્રગતિ થઇ નથી.

સામાજિક ન્યાય સમિતિની રચના ગત વર્ષે મે મહિનામાં કરવામાં આવી હતી. સમિતિએ પછાત વર્ગને ત્રણ વર્ગમાં એટલે કે પછાત, અતિ પછાત અને સર્વાધિક પછાતમાં વહેચવાની વકાલાત કરી હતી. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને 6 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં સપા-બસપા ગઠબંધન સાથે જવાનો તેમનો વિકલ્પ ખુલ્લો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news