દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો મળશે તો સિંગાપુર જેવા 10 શહેર બનાવી દઇશું: કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી આપના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવાને જ રાજધાનીની સમસ્યાઓનું એકમાત્ર સમાધાન ગણાવ્યું

દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો મળશે તો સિંગાપુર જેવા 10 શહેર બનાવી દઇશું: કેજરીવાલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી આપના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવાને જ રાજધાનીની સમસ્યાઓનું એકમાત્ર સમાધાન ગણાવતા સોમવારે કહ્યું કે, જો એવું થયું તો દિલ્હીમાં સિંગાપુર જેવા દસ શહેર બનાવી દેશે. કેજરીવાલે સોમવારે પૂર્વી દિલ્હી લોકસક્ષા ક્ષેત્રમાં પટપડગંજમાં ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું કે, દિલ્હી પુર્ણ રાજ્ય બન્યું તો દિલ્હીમાં દરેક ઝુંપડાવાળાને નવો બંગ્લો બનાવીને આપશે અને દિલ્હીમાં દસ નવા સિંગાપુર બનાવી દેશે. 

દિલ્હી સરકાર દ્વારા મુહૈયા કરાવવામાં આવી રહેલી સસ્તી વિજળી, પાણી, સ્વાસ્થય અને શિક્ષણ ની સુવિધાઓ સારી બનાવવાનો હવાલો ટાંકતા કહ્યું કે, આ કામોમાં કેન્દ્રની મોદી સરકારે બાધાઓ પેદા કરી. તેના માટે તેમણે દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો નહી આપવાને મુખ્ય પરેશાની ગણાવતા મતદાતાઓને સાત લોકસભા સીટ જીતાડવાનું આહ્વાન કર્યું, જેમાં લોકસભા ચૂંટણી બાદ  દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાનું આંદોલન સફળતાપુર્વક પુર્ણ કરવામાં આવી શકે. તેમણે કહ્યું કે, દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે લડવું પડશે, જે રીતે તેલંગાણાના લોકો લડ્યા હતા. 

જનસભામાં પટપડાગંજ વિધાનસભાના ધારાસભ્ય અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ દિલ્હી સીટથી આપ ઉમેદવાર આતિશી પણ હાજર હતા. સિસોદિયાએ કહ્યું કે, અમે મોટા સપના દેખાડવા પડશે, ત્યારે જ દિલ્હીને પોતાનો હક મળશે. કેજરીવાલે પુર્ણ રાજ્યની માંગ માટે સમર્થન માગતા કહ્યું કે, જો દિલ્હી પુર્ણ રાજ્ય બનશે તો સ્થાનીક કોલેજમાં દિલ્હીનાં વિદ્યાર્થીઓને 85 ટકા અનામત અને સરકારી નોકરીઓમાં પણ 85 ટકા અનામત અપાવશે. 

આ અગાઉ આપે કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મુદ્દે મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હી મેટ્રોનાં ભાડામાં વધારા બાદ મેટ્રોના યાત્રીઓની સંખ્યામાં પ્રતિ દિવસ ત્રણ લાખ સુધીનો ઘટાડો આવવા અંગે મીડિયા રિપોર્ટનો હવાલો ટાંકતા કહ્યું કે, સમગ્ર જનતા સમક્ષ તેનું કારણ સ્પષ્ટ કરવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news