રાહુલ ગાંધીના દાદીએ પણ ગરીબોને વાયદા આપી સરકાર બનાવી હતી: ઓમ માથૂર

ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર અમદાવાદ આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની બેરોજગારને રોજગારી આપવાની જાહેરાત પર રાહુલ ગાંધી પર ઓમ માથુરએ પ્રહારો કર્યા કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની દાદીએ ગરીબોને વાયદા કરીને સરકાર બનાવી હતી હતી.
 

રાહુલ ગાંધીના દાદીએ પણ ગરીબોને વાયદા આપી સરકાર બનાવી હતી: ઓમ માથૂર

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર અમદાવાદ આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની બેરોજગારને રોજગારી આપવાની જાહેરાત પર રાહુલ ગાંધી પર ઓમ માથુરએ પ્રહારો કર્યા કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની દાદીએ ગરીબોને વાયદા કરીને સરકાર બનાવી હતી હતી.

પૌત્રને વર્ષો બાદ ગરીબી યાદ આવી છે. પણ એનો કોઈ ફાયદો છે નહીં લોકોએ નરેન્દ્ર મોદીને પસંદ કરી લીધા છે. જો કે ગુજરાતમાં ટિકિટ ફાળવણીને લઈ ચાલતા વિવાદ મામલે જણાવ્યું હતું કે, ટિકિટ ફાળવણી પર કોઇ વીરોધ નથી બે ચાર દિવસમાં બાકી રહેલી સીટો પર ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવશે.

લોકસભાની ચૂંટણીને લઇને ઓમ માથૂર દ્વારા ગુજરાત પર વિશેષ ધ્યાન આપાવમાં આવી રહ્યું છે. ગુજરાતમાં ટિકિટને કોઇ પણ વિવાદ નથી. ઉમેદવારને લઇને કોઇપણ વિવાદ નથી. ગુજરાતના જાહેર કરાયેલા તમામ ઉમેદવારો જીત હાલસ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news