IGI એરપોર્ટ પર ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી, જાણીને તમે ચોંકી ઉઠશો

તુર્કમેનિસ્તાનથી સોનું લઇને આવેલ 19 મહિલા અને 7 પુરૂષ સહિત 26 તસ્કરોની ધરપકડ કરવામાં આવી

Updated By: May 5, 2018, 03:43 PM IST
IGI એરપોર્ટ પર ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી, જાણીને તમે ચોંકી ઉઠશો

નવી દિલ્હી : સોના તસ્કરોનાં મનસુબાઓને નિષ્ફળ બનાવતા કસ્ટમની એર ઇન્ટેલીજન્સ એન્ડ પ્રિવેન્ટીવ ટીમે દિલ્હીનાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કરી છે. કાર્યવાહી હેઠળ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કરી છે. કાર્યવાહી હેઠળ સોનાની તસ્કરીનો પ્રયાસ કરી રહેલ 26 તસ્કરોને શનિવારે એક સાથે હિરાસતમાં લઇ લેવામાં આવ્યા હતા. આ તસ્કરોમાં 19 મહિલાઓ અને 7 પુરૂષોનો સમાવેશ થાય છે. તેમનાં કબ્જામાંથી કસ્ટમે કુલ 17 કિલો સોનું જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 6 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જપ્ત કરાયેલું સોનું આરોપીઓએ પોતાના હેન્ડબેગમાં છુપાવ્યું હતું. 

કસ્ટમ વિભાગનાં વરિષ્ઠ અધિકારીનાં અનુસાર ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યું હતું કે તુર્કમેનિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં સોનું દિલ્હીનાં આઇજીઆઇ એરપોર્ટ પર પહોંચવાનું છે. આ સોનું ડઝન કરતા વધારે તસ્કરોએ નાના નાના પ્રમાણમાં છુપાવ્યું છે. ત્યાર બાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઇન્ટેલિજન્સને  એક્ટિવ કરી દીધું છે. તુર્કમેનિસ્તાનથી આવનાર દરેક મુસાફરની કડક ચકાસણી કરવામાં આવી હતી. 

કસ્ટમને છેતરવા અલગ અલગ ફ્લાઇટથી દિલ્હી આવ્યા તસ્કર
કસ્ટમનાં સુત્રો અનુસાર સધન શોધખોળ દરમિયાન એ ઇન્ટેલીજન્સ એન્ટ પ્રિવેન્ટિવ વિંગે ટર્કિશ એરલાઇન્સથી આવેલી કેટલીક મહિલા અને પુરૂષોની સધન તપાસ કરી હતી. સોનું જપ્ત કર્યું હતું. જો કે સોનું જેટલું અનુમાન હતું તેનાં કરતા ઘણુ ઓછું હતું. પરિણામે કસ્ટમે પોતાનું શોધખોળ અભિયાન ચાલુ રાખ્યું હતું. જેનાં પગલે અન્ય ફ્લાઇટ્સમાંથી આવનાર અન્ય કેટલાક લોકો પાસેથી પણ સોનું મળી આવ્યું હતું. તસ્કરોએ કસ્ટમને ભનક ન લાગે તે માટે ત્રણ ગ્રુપમાં વહેંચાઇ ગયા હતા. અલગ અલગ ફ્લાઇટ દ્વારા દિલ્હી આવ્યા હતા.