હવામાન વિભાગની પૂર્વોત્તરમા આગાહી હતી અને ઉત્તરી રાજ્યમાં આવ્યું તોફાન
એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા કરવામાં આવેલ સંશોધનનાં અહેવાલો વધારે સટીક રહ્યા જ્યારે હવામાન વિભાગની આગાહી હંમેશાથી જેમ ખોટી ઠરી
Trending Photos
નવી દિલ્હી : દેશમાં પ્રી મોનસુન સીઝનની શરૂઆત માર્ચમાંથી જ થઇ જાય છે અને સમગ્ર મે મહિના દરમિયાન તેની ચઢભણ ચાલ્યા કરે છે. પ્રી મોનસુન ગતિવિધિઓમાં તોફાન, રેતાળ તોફાન, તોફાની વરસાદ જેવા અનેક લક્ષણો જોવા મળે છે. બુધવારે દિલ્હી અને રાજસ્થાનનાં ક્ષેત્રોમાં તોફાન અને વરસાદ આ જ પ્રી મોનસુનનાં કારણે જોવા મળ્યું હતું. મેનાં પહેલા અઠવાડીયાની શરૂઆતમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા બહાર પડાયેલા અનુમાન અનુસાર 1 મેથી 4 મે દરમિયાન પુર્વી ભારત અને ઉત્તર પુર્વીક ભારતમાં તોફાનની સ્થિતી સર્જાશે, પરંતુ આ અનુમાનમાં રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં કોઇ પણ પ્રકારનાં ઓછા દબાણનાં ક્ષેત્ર સર્જાવા, તોફાન આવવું અથવા વરસાદની શક્યતાઓનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. શુંપ્રી મોનસુનનાં લક્ષણ પકડવામાં દેશનું હવામાન વિભાગ એકવાર ફરી નિષ્ફળ રહ્યું છે. ?
હવામાન વિભાગ ઉપરાંત દેશની કેટલીક ખાનગી હવામાન એજન્સીઓએ સ્કાઇમેન્ટમાં મેનાં પહેલા અઠવાડીયા દરમિયાનનું હવામાન અનુમાન ઇશ્યું કર્યું હતું. તેનાં અનુસાર દેશનાં ઉત્તરપશ્ચિમનાં કેટલાક વિસ્તારોમાં ધુળીયું તોફાન થવાની શક્યતા વ્યક્ત કરાઇ હતી. 2 મે બાદ પ્રી મોનસુન એકવાર ફરીથી ચાલુ થશે. આ પ્રી મોનસુન દરમિયાન 2 મેથી પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, દિલ્હી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ ક્ષેત્રોમાં પ્રી મોનસુન ગતિવિધિઓ જોવા મળશે.
સ્કાઇમેટનાં અનુસાર ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જોવા મળશે જેનાં કારણે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ અને તોફાન જોવા મળશે.
સ્કાઇમેટ દ્વારા હવામાનની અપાતી આગાહી હંમેશા સાચી રહે છે તેની પાછળનું કારણ રિસર્ચ ટીમ દ્વારા વધારે મહેનત અને પ્રોફેશનલ જગતનાં દબાણનાં કારણે સ્કાઇમેટ પોતાની ગણત્રી પર વધારે ગણત્રી કરે છે. સ્કાઇમેટ ચીફ મીટીઓરોજિસ્ટ મહેશ પાલાવતે કહ્યું કે, બુધવારે દેશનાં ઉત્તરી ભાગમાં 100 કિલોમીટર પ્રતિ કલાક સુધીનું તોફાન જોવા મળ્યું. આ તોફાન ઉત્તરભારતમાં બે સ્થળો પર ઓછા દબાણનાં કારણે આવ્યું. બંન્ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પ્રી મોનસુનનાં કારણે આ પરિવર્તન નોંધાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે