આઇએમડી

ભારે વરસાદથી મુંબઇમાં પાણી-પાણી, IMDએ આ વિસ્તારમાં જાહેર કર્યું રેડ એલર્ટ

વરસાદને કારણે મુંબઈ (Mumbai Rain) સહિત આસપાસના વિસ્તારોમાં ખરાબ સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચેમ્બુર, પરેલ, હિંદમાતા, દાદર, કિંગ્સ સર્કલ, સાયન, અંધેરી, સાંતાક્રુઝ, બોરીવલી, નાલાસોપારા અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે રસ્તાઓ પર ટ્રાફિક પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યો છે.

Aug 5, 2020, 10:45 PM IST

Weather Updates: ભીષણ ગરમીથી રાહત, હવામાન વિભાગે કરી આગાહી

દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર ગરમી જોવા મળી રહી છે. કેટલાક સ્થળોએ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે ઉત્તર ભારતમાં 25-26 મે માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યાં લૂનો પ્રકોપ ચરમસીમાએ હોઈ શકે છે. રાજસ્થાનના ચુરુમાં સોમવારે મહત્તમ તાપમાન 47.5 સેલ્સિયસ નોંધાયું હતું.

May 25, 2020, 09:47 PM IST

PoKમાં 3 દિવસની અંદર ત્રીજી વખત ભૂંકપ, 4.8 તિવ્રતાના આંચકા અનુભવાયા

ગત મંગળવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને કાશ્મીરના કેટલાક ભાગમાં આજે ભૂકંપ બાદ ગુરૂવારે પણ પીઓકે અને જમ્મૂ કાશ્મીરના બોર્ડર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

Sep 26, 2019, 03:57 PM IST

મુંબઇ Live: વરસાદે લીધો આરામ, ધીરે ધીરે ઓછુ થઇ રહ્યું છે પાણી

માયાનગરી મુંબઇમાં વર્ષ 2005 બાદ આજે સૌથી વધારે વરસાદ થયો છે. 2005માં જ્યાં 977.2 મિમી વરસાદ નોંધાયો હતો ત્યારે છેલ્લા 24 કલાકમાં મુંબઇના ઉપનગરમાં 375.2 મિમી વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે આજે મુંબઇના ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે.

Jul 2, 2019, 01:40 PM IST

મુંબઇમાં ભારે વરસાદે મચાવી તબાહી, રાજ્ય સરકારે 3 જિલ્લામાં રજાની જાહેરાત

મયાનગરી મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર સરકારે ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મુંબઇ, મુંબઇ ઉપનગર અને ઠાણે જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. તે દરમિયાન બધી અત્યાવશ્યક સેવાઓ કાર્યરત રહશે.

Jul 2, 2019, 10:56 AM IST

જે સમાચારના સમગ્ર દેશ રાહ જોઇ રહ્યો છે, તેના વિશે આવી આ મહત્વપૂર્ણ માહિતી

ભીષણ ગરમી સહન કરી રહેલા લોકો હાલમાં ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે દેશના ઉત્તરીય અને મધ્ય વિસ્તારોમાં હીટ વેવ સતત ચાલી રહી છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન લગભગ 50 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે.

Jun 8, 2019, 10:37 AM IST

દેશના આ રાજ્યોને મળશે કાળઝાળ ગરમીથી રાહત, આજે ભારે વરસાદની સંભાવના

ભીષણ ગરમીનો માર સહન કરનાર સમગ્ર ભારતના કેટલાક ભાગમાં આજે ગરમીથી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે, ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

Jun 7, 2019, 11:00 AM IST

આ રાજ્યોમાં ચક્રવાતના તાંડવનું એલર્ટ, આગામી 12 કલાકમાં ત્રાટકવાની આગાહી

તમિલનાડુ અને પુડુચેરી કિનારા, કોમોરિન વિસ્તાર, મન્નારની ખાડી અને કેરળનાં કિનારાઓ પર 30-40 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી હવા ચાલી શકે છે

Apr 27, 2019, 05:05 PM IST

હવામાન વિભાગની ભવિષ્યવાણી- આ વર્ષે પડશે જોરદાર વરસાદ, અલ નીનોનો ખતરો નહી

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ મોનસૂનને લઇને આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે સારો અને જોરદાર વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર 'મોનસૂનની ચાલ પર અલ નીનોનો કોઇ ખતરો નથી. અલ-નીનોની સ્થિતિ ન્યૂટ્રલ છે. હવામાન વિભાગે અલનીનોને લઇને દુનિયાભરની એજન્સીઓની આશંકાને નકારી કાઢી છે.

Mar 29, 2019, 05:24 PM IST

વિનાશના નિશાન છોડી ગયું તિતલી, જુઓ આંધ્ર અને ઓડિશામાં કેવી છે સ્થિતિ

ખૂબ પ્રચંડ ચક્રવાત તોફાન તિતલી ગુરૂવારની સવારે દેશના પૂર્વ કિનારે અથડાયુ અને તેમાં આંધ્ર પ્રદેશમાં 8 લોકોના મોત થયા છે.

Oct 12, 2018, 10:52 AM IST

દેશના 12 રાજ્યોમાં હવામાન વિભાગનું અલર્ટ, પૂર્વ અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં થઇ શકે વરસાદ

હવામાન વિભાગે દેશમાં 12 રાજ્યોમાં રવિવારે ભારે વરસાદની આશંકાને લઇ અલર્ટ જારી કર્યું છે. મળતી માહિતી મુજબ પૂર્વોત્તરના અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડમાં ભારેથી ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે.

Sep 9, 2018, 10:31 AM IST

દિલ્હી -NCRમાં તોફાન: વિજળી ગુલ, મેટ્રો અટકી, થોભી ગઈ જિંદગી

રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે સાંજે ચાર વાગ્યે અંધારૂ છવાઇ ગયું : હવામાન વિભાગે પહેલા જ ચેતવણી ઇશ્યું કરી હતી

May 13, 2018, 06:26 PM IST

NCRમાં વાવાઝોડાનો ખતરો, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

દિલ્હી-એનસીઆર (NCR) અને યૂપીમાં હજુ સુધી વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) એ ચેતાવણી જાહેર કરી છે કે રવિવારે અને સોમવારે ફરી વાવાઝોડું ફૂંકાશે. ધૂળની આંધી સાથે ભારે વરસાદ પડશે. પહાડો પર પશ્ચિમી વિક્ષેપ થતાં તેની અસર મેદાની વિસ્તારો પર પડશે. વિભાગે આ એલર્ટ જમ્મૂ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડ માટે જાહેર કર્યું છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહાડો પર વાવાઝોડું આવ્યા બાદ આ દિલ્હી, પશ્વિમી યૂપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, વિદર્ભ, બિહાર, છત્તીસગઢ, તેલંગાના, પોંડીચેરીને પણ ચપેટમાં લઇ શકે છે. રાજસ્થાનના ઘણા ભાગમાં પણ ધૂળની આંધી ફૂંકાવવાની આશંકા છે.   

May 13, 2018, 02:21 PM IST

હવામાન વિભાગની પૂર્વોત્તરમા આગાહી હતી અને ઉત્તરી રાજ્યમાં આવ્યું તોફાન

એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા કરવામાં આવેલ સંશોધનનાં અહેવાલો વધારે સટીક રહ્યા જ્યારે હવામાન વિભાગની આગાહી હંમેશાથી જેમ ખોટી ઠરી

May 3, 2018, 03:05 PM IST