મારું CM બનવું 'ફાઇનલ', 17-18 મેના રોજ યોજાશે શપથ ગ્રહણ: બીએસ યેદુયુરપ્પા

પીએમ નરેંદ્ર મોદીની એક મેની રેલીઓમાં ઉમટેલી ભીડથી ઉત્સાહિત કર્ણાટકમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે આગામી સરકાર ભાજપની જ બનશે અને તેમનું મુખ્યમંત્રી નક્કી છે. 

મારું CM બનવું 'ફાઇનલ', 17-18 મેના રોજ યોજાશે શપથ ગ્રહણ: બીએસ યેદુયુરપ્પા

બેગલુરૂ: પીએમ નરેંદ્ર મોદીની એક મેની રેલીઓમાં ઉમટેલી ભીડથી ઉત્સાહિત કર્ણાટકમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો છે કે આગામી સરકાર ભાજપની જ બનશે અને તેમનું મુખ્યમંત્રી નક્કી છે. તેમાં કોઇ શંકા ઉપજવી ન જોઇએ. આ દરમિયાન પીએમ મોદી 3મે ના રોજ કલબુર્ગી, બેલ્લારી અને બેગલુરૂમાં રેલીઓ કરવા માટે ફરી કર્ણાટક પહોંચી રહ્યાં છે. હવે તે અહીં 15ના બદલે 21 રેલીઓ કરશે.  

યેદિયુરપ્પાએ આ સાથે જ કહ્યું કે રાજ્ય સચિવાલયના વિધાનસભામાં તેમના શપથ ગ્રહણ સમારોહને લઇને કોઇને ભ્રમ ન હોવો જોઇએ. શિવમોગામાં બુધવારે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે ''17 મે ગુરૂવાર અને 18મે ના રોજ શુક્રવાર. આપણે વડાપ્રધાનમંત્રીની સુવિધાવાળો સમય જોવો પડશે. અન્ય રાજ્યોના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.'' યેદિયુરપ્પાએ ઉત્સાહિત કાર્યકર્તાઓને કહ્યું કે ''કર્ણાટકની ચૂંટણીના પરિણામ યૂપીની ચૂંટણીની પુનરાવર્તન હશે. તેના પર કોઇને ભ્રમ ન હોવો જોઇએ.

રાહુલના '15 મિનિટના પડકાર' સાથે ભાજપ-કોંગ્રેસમાં યુદ્ધ છેડાયુ
બીજી તરફ વડાપ્રધાન નરેંદ્ર મોદી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ''15 મિનિટ માટે' કોઇપણ ભાષામાં બોલવા'નો પડકાર ફેંક્યો હતો. પીએમ મોદીના આ પડકાર પર મુખ્યમંત્રીએ વળતો પ્રહાર કર્યો છે.  

સિદ્ધારમૈયાએ ટ્વિટર પર કહ્યું, ''હું તમને (મોદી) કર્ણાટકની પૂર્વ બીએસ યેદિયુરપ્પા સરકારની ઉપલબ્ધિઓ વિશે કાગળમાંથી વાંચીને 15 મિનિટ સુધી બોલવાનો પડકાર ફેંકુ છું.'' રાહુલે તાજેતરમાં જ કહ્યું હતું કે જો તેમને ભ્રષ્ટાચાર સહિત વિભિન્ન મુદ્દાઓ પર 15 મિનિટ માટે તેમને સંસદમાં બોલવા દેવામાં આવે તો વડાપ્રધાન 15 મિનિટ સુધી બેસી નહી શકે. રાહુલના આ નિવેદન પર પીએમ મોદીએ આ પ્રતિક્રિયા આપી હતી.

સિદ્ધારમૈયાએ વડાપ્રધાનમંત્રીએ તે દાવાનું ખંડન કર્યું કે કર્ણાટક સરકાર કૃષિ સંકટ માટે 'ઉદાસીન' હતી અને પાક વીમા યોજનાને અસરકારક રીતે લાગૂ કરી રહી નથી. તેમણે એક અન્ય ટ્વિટમાં કહ્યું ''સર કર્ણાટક સરકારે વડાપ્રધાન પાક વીમા યોજના હેઠળ 50 ટકા ચૂકવણી કરી. દેશમાં ફક્ત અમારી જ સરકાર છે જેને ખેડૂતોના ખાતામાં વીમા રકમની સીધી ચૂકવણી કરવા માટે આઇટીને તૈનાત કર્યા છે. પાક વીમા પાક પણ જૂની યુપીએ યોજના છે.

ભારતીય જનતા પાર્ટીની કર્ણાટક ખેડૂત એકમના કાર્યકર્તાઓ સાથે 'નરેંદ્ર મોદી એપ' માધ્યમથી સંવાદ કરતાં પીએમ મોદીએ બીજી મેએ કહ્યું, ''કર્ણાટકથી વડાપ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સંબંધિત ફરિયાદો મળી રહી છે. કર્ણાટક સરકાર ઉદાસીન છે. તે વડાપ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી ખેડૂતોને મળનાર ફાયદા વિશે કોઇ ચિંતા કરતી નથી.'' ઉલ્લેખનીય છે કર્ણાટકમાં 12મે ના રોજ મતદાન અને 15મે ના રોજ ગણતરી થશે.

(ઇનપુટ એજન્સીમાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news