Weather Forecast: બંગાળની ખાડીમાં ભારે હલચલ, આજે 21 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાત માટે શું છે ચિંતાજનક?

દક્ષિણ પશ્ચિમ મોનસુન સક્રિય થયા બાદથી પહાડીવિસ્તારોની સાથે દેશના મેદાની વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલથી અનેકવાર હાલાત વધુ ગંભીર બની ચૂક્યા છે. ગુજરાત, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, જેવા પ્રદેશોમાં મૂસળધાર વરસાદે કહેર મચાવ્યો છે.

Weather Forecast: બંગાળની ખાડીમાં ભારે હલચલ, આજે 21 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાત માટે શું છે ચિંતાજનક?

દક્ષિણ પશ્ચિમ મોનસુન સક્રિય થયા બાદથી પહાડીવિસ્તારોની સાથે દેશના મેદાની વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલથી અનેકવાર હાલાત વધુ ગંભીર બની ચૂક્યા છે. ગુજરાત, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, જેવા પ્રદેશોમાં મૂસળધાર વરસાદે કહેર મચાવ્યો છે. પૂર અને વરસાદ સંલગ્ન ઘટનાઓના કારણે વ્યાપક સ્તરે નુકસાન થયું છે. હવે એકવાર ફરીથી બંગાળની ખાડીનો મૂડ બદલાઈ રહ્યો છે. 

ડિપ્રેશનની સ્થિતિ
જો કે હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઓડિશાના આંતરિક વિસ્તારોમાં બનેલું ડીપ ડિપ્રેશન નબળું પડીને તે વિસ્તારમાં ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. તેના ઉત્તરી છત્તીસગઢ તરફ વધવા અને 10 સપ્ટેમ્બર સાંજ સુધીમાં નબળું થઈને એક ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ જવાની શક્યતા છે. સોમવારે સાંજે ઓડિશાના તટને પાર કરીને આગળ વધી ગયું હતું. 

— India Meteorological Department (@Indiametdept) September 9, 2024

આ 21 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન ખાતાએ આંધ્ર પ્રદેશ અને ઓડિશા અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ આઈએમડીએ અનેક રાજ્યોમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, અને પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ઓડિશા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, અને ઉત્તર પ્રદેશમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ આઈએમડીએ રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, અસમ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, અને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. 

— India Meteorological Department (@Indiametdept) September 9, 2024

ગુજરાત માટે વરસાદની આગાહી
બીજી બાજુ રાજ્ય હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે  દાહોદ,અરવલ્લી, નર્મદા મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની શક્યતા છે. 11 સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ભેજના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 

ગુજરાત માટે આગામી સમય ચિંતાજનક?
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં જે પ્રકારે વરસાદ પડ્યો, પૂર આવ્યા તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભારતમાં પૂરનો નક્શો બદલાઈ રહ્યો છે. કારણ કે પહેલા નક્શામાં ફક્ત યુપી, બિહાર, ઉત્તર પૂર્વી રાજ્યોમાં પૂરનું જોખમ જોવા મળતું હતું. હવે શહેરી 'જળ પ્રલય' ની સીમા બદલાઈ રહી છે. સરકારે નવો નક્શો બનાવવાની જરૂર છે. સમગ્ર દેશમાં વરસાદનું મૌસમ બદલાઈ ચૂક્યું છે. એવું અનુમાન છે કે આ વખતે ચોમાસું જશે પણ મોડું. કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર પર બનનારા ચક્રવાત, ડિપ્રેશન અને લો પ્રેશર એરિયા તેના માટે કારણભૂત છે. હવે તો તોફાનની એક નવી પેટર્ન આવી ગઈ છે. આ પેટર્ન છે જમીન પર બનનારા  તોફાન. પછી ધીરે ધીરે સરકીને તે સમુદ્રમાં જતા રહે છે. ત્યારબાદ તેની તાકાત વધી જાય છે અને શક્તિશાળી બને છે. 

દેશના જે વિસ્તારો પહેલા દુષ્કાળ માટે જાણીતા હતા ત્યાં હવે વરસાદ તૂટી પડે છે. ભયાનક પૂર આવે છે. અથવા તો બંને પ્રકારની સ્થિતિ પેદા થાય છે. જો NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનું માનીએ તો સૌથી વધુ પૂરવાળા વિસ્તાર ગંગા-બ્રહ્મપુત્ર બેસિનમાં છે. ઉત્તરમાં હિમાચલથી લઈને પંજાબ, યુપી, બિહાર, અસમ, અરુણાચલ પ્રદેશ અને હવે તો કાંઠાવાળા રાજ્યો ઓડિશા, ગુજરાત, આંધ્ર પ્રદેશઅને તેલંગણાના પણ કેટલાક ભાગોમાં પૂર આવે છે. 

પહેલા દુષ્કાળ ત્યાં હવે વરસાદ
IPE Global અને ESRI-India ના રિપોર્ટ મુજબ ગુજરાતના 80 ટકા જિલ્લાઓમાં છેલ્લા બે દાયકાઓમાં વરસાદનું પ્રમાણ અને તીવ્રતા બંને વધ્યા છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં આવેલા પૂરે આ કહાની રજૂ કરી દીધી છે. દેશમાં પહેલા 110 જિલ્લા હતા જે દુષ્કાળથી પૂર તરફ ગયા હતા પરંતુ હવે દુષ્કાળ કરતા પૂરની તબાહી જોનારા 149 જિલ્લા છે. 

ગુજરાત માટે મુસીબત
બિહાર, આંધ્ર પ્રદેશ,  ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, અને અસમના 60 ટકા જિલ્લા વર્ષમાં એકવાર જરૂર એક્સ્ટ્રિમ વેધર ઈવેન્ટ્સનો સામનો કરે છે. 2036  સુધી આવી આફતોથી દેશના 147 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે એવું અનુમાન વ્યક્ત કરાયું છે. 

એવું હવામાન કે અંદાજો લગાવવો મુશ્કેલ
1973 થી 2023 સુધી થનારી તમામ ભયાનક આફતોના સ્ટડી આ નવા રિપોર્ટમાં કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે દિલ્હી, ગુજરાત, તેલંગણા, રાજસ્થાનનું પૂર હોય કે પછી વાયનાડમાં ભૂસ્ખલન હોય. કે પછી આ વખતે પડેલી બળબળતી ગરમી હોય. વૈજ્ઞાનિક અને એક્સપર્ટ્સ આફતનો અંદાજો લગાવી શકતા નથી. કારણ કે તેની તીવ્રતા, માત્રા અચાનક વધી જાય છે. અસમના 90 ટકા જિલ્લા, બિહારના 87 ટકા જિલ્લા, ઓડિશાના 75 ટકા જિલ્લા અને આંધ્ર પ્રદેશ અને તેલંગણાના 93 ટકા જિલ્લા એક્સ્ટ્રિમ ફલ્ડ્સની સ્થિતિથી ગમે ત્યારે પરેશાન થઈ શકે છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news