અંગ્રેજી ન બોલી શકતા શરમના લીધે 9મા ધોરણના વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં લગાવી ફાંસી
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક બાળકે અંગ્રેજી ન બોલી શકવાની હતાશામાં ક્લાસ રૂમમાં ગળે ફાંસો ખાઇ લીધો. આ મામલો ગત 4 ફેબ્રુઆરીનો છે. કાનપુરના જુગલ દેવી સરસ્વતી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી 9મા ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી આશુતોષે ફાંસી લગાવીને જીવ ગુમાવી દીધો છે.
Trending Photos
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક બાળકે અંગ્રેજી ન બોલી શકવાની હતાશામાં ક્લાસ રૂમમાં ગળે ફાંસો ખાઇ લીધો. આ મામલો ગત 4 ફેબ્રુઆરીનો છે. કાનપુરના જુગલ દેવી સરસ્વતી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી 9મા ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી આશુતોષે ફાંસી લગાવીને જીવ ગુમાવી દીધો છે. આશુતોષે પોતાની નોટબુકમાં સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં અંતમાં તેણે એક વિદ્યાર્થીનું નામ પણ લખ્યું છે. પોલીસે આશુતોષની પથારી પર વિદ્યાર્થીની ડાયરી પણ મળી છે.
આશુતોષે પોતાની નોટબુકના અંતિમ પેજ પર લખ્યું છે, 'દરેક માણસ પોતાના મિત્રોની તુલનામાં પોતાની ક્ષમતાઓને જાણે છે. મને સારા મિત્રોની સંગત મળી જે ખૂબ સહયોગી ભાવનાના છે. પરંતુ ક્યારેક-ક્યારેક મને તેમની સામે શરમમાં મુકાવવું પડે છે, જ્યારે તે ફટાફટ અંગ્રેજી બોલે છે.
આ પહેલાં મારો અભ્યાસ તેલુગૂ મીડિયમ સ્કૂલમાં થયો. તેથી અંગ્રેજી બોલવામાં બાળકોને ખચકાટ થાય છે, પરંતુ ત્યાં આ ઉપરાંત બીજી કોઇ સ્કૂલ ન હતી. હું તમને વાયદો કરું છું કે ખૂબ જલદી સારી અંગ્રેજી બોલવા લાગીશ. ત્યારબાદ આશુતોષે પોતાના નામ સાથે જોડીને વિદ્યાર્થીનું નામ લખ્યું છે અને સહી પણ કરી છે.
પોલીસનું માનીએ તો વિદ્યાર્થી આશુતોષ તે વિદ્યાર્થી સાથે મિત્રતા કરવા માંગતો હતો અને તેના લીધે અંગ્રેજી પણ શીખી રહ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે આખરે વિદ્યાર્થીની ડાયરી આશુતોષ પાસે કેવી રીતે અને કેમ આવી. પોલીસે વિદ્યાર્થીની ડાયરી અને આશુતોષની નોટબુકને કબજે લઇને તપાસ કરી રહી છે.
જુગલ દેવી સરસ્વતી વિદ્યા મંદિરના આચાર્ય હરિ પ્રસાદ શર્માએ પોલીસને જણાવ્યું હતુંક એ આશુતોષ ક્લાસનો સૌથી હોશિયાર વિદ્યાર્થી હતો. તેને કોઇપણ એટલું દુખી જોઇ શકતું નથી, જેથી અંદાજો લગાવી ન શક્યા છે તે આવું પગલું પણ ભરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે