IND Vs NZ: ભારત ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલ મેચ પહેલા મુંબઈ પોલીસને મળી ધમકી

IND Vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈમાં વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ રમાવાની છે. આ પહેલા પણ કોઈએ એક્સ પર મુંબઈ પોલીસને ધમકી આપી છે
 

IND Vs NZ: ભારત ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલ મેચ પહેલા મુંબઈ પોલીસને મળી ધમકી

Threat to Mumbai Police Before Match: આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand Semifinal) ની સેમીફાઈનલ મેચ રમાવાની છે. આ પહેલા પણ મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ખુદ મુંબઈ પોલીસે આ જાણકારી આપી છે.

મુંબઈ પોલીસનું કહેવું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ એક્સ પર મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ પોસ્ટ કર્યો હતો કે આજે વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચે એક ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપવામાં આવશે. તેને જોતા સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. અમે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. હાલ સ્ટેડિયમન બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

મુંબઈ પોલીસે જણાવ્યું કે, આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિએ તેની પોસ્ટમાં મુંબઈ પોલીસને ટેગ કર્યું છે. અને ફોટોમાં બંદૂક, ગ્રેનેડ અને ગોળીઓ બતાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news