First Voter Of India: સ્વતંત્ર ભારતના પ્રથમ વોટરનું 106 વર્ષની વયે નિધન
India's First Voter Demise: આઝાદ ભારતના પ્રથમ વોટર શ્યામ સરન નેગીનું 106 વર્ષની ઉંમરે આજે હિમાચલ પ્રદેશના તેમના પૈતૃક ઘર કલ્પામાં નિધન થઈ ગયું. શ્યામ સરન નેગીએ 3 દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું.
Trending Photos
India's First Voter Demise: આઝાદ ભારતના પ્રથમ વોટર શ્યામ સરન નેગીનું 106 વર્ષની ઉંમરે આજે હિમાચલ પ્રદેશના તેમના પૈતૃક ઘર કલ્પામાં નિધન થઈ ગયું. શ્યામ સરન નેગીએ 3 દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. ગત બુધવારે શ્યામ સરન નેગીએ કિન્નૌર વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કર્યું હતું.
મતદાનની એક પણ તક ગુમાવી નથી
ઓફિશિયલ રેકોર્ડ મુજબ શ્યામ સરન નેગીએ 1951-52માં આઝાદ ભારતમાં થયેલી પહેલી ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ગત બુધવારે શ્યામ સરન નેગીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી લગભગ 275 કિલોમીટર દૂર સ્થિત પોતાના ગામ કલ્પામાં કહ્યું હતું કે 1947થી ભારતને આઝાદી મળ્યા બાદથી મે ક્યારેય મતદાનની એક પણ તક ગુમાવી નથી અને મને આ વખતે પણ મતદાન કરવામાં ખુશી થઈ રહી છે.
યુવાઓને કરી હતી આ અપીલ
અત્રે જણાવવાનું કે ગત વર્ષે પણ શ્યામ સરન નેગીએ મંડી લોકસભા પેટાચૂંટણી માટે મતદાન કર્યું હતું. પહેલાની જેમ જ તેમણે આ વખતે પણ યુવાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. લોકતંત્રમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા શ્યામ સરન નેગીએ પંચાયતથી લઈને લોકસભા સુધી દરેક ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તેઓ ક્યારેય મતદાનથી વંચિત રહ્યા નથી.
લોકસભા ચૂંટણીમાં 16 વાર કર્યું મતદાન
દિવંગત રિટાયર્ડ સ્કૂલ ટીચર શ્યામ સરન નેગી 1951માં ચૂંટણી ડ્યૂટી પર હતા. તે સમયે દેશના અન્ય સ્થાન કરતા પહેલા પહાડી રાજ્યના બર્ફિલા વિસ્તારોમાં મતદાન થયું હતું. શ્યામ સરન નેગીનો જન્મ જુલાઈ 1917માં થયો હતો. તેમણે પોતાના જીવનમાં 16 વખત લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું.
આ Video પણ ખાસ જુઓ...
રાજકીય સન્માન સાથે અપાઈ વિદાય
તેમના પાર્થિવ શરીરને તિરંગામાં લપેટીને શોંગઠોંગ સ્થિત સતલજ કિનારે સ્મશાન ઘાટ સુધી લઈ જવાયું. અહીં હોમગાર્ડ બેન્ડ વગાડીને રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરાઈ. આ દરમિયાન કિન્નૌર પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. નેગીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે