India-Australia વચ્ચે 'ઐતિહાસિક' કરાર, PM મોદીએ ગણાવી ઐતિહાસિક ક્ષણ, થશે આ ફાયદા

ભારત અને ઓસ્ટ્રેલિયાએ શનિવારે એક બીજા સાથે આર્થિક સહયોગ અને વેપાર(economic cooperation and trade agreement) અંગે કરાર કર્યા. બંને દેશો વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર થયા. આ કરારથી બંને દેશોને ખુબ ફાયદો થશે.

India-Australia વચ્ચે 'ઐતિહાસિક' કરાર, PM મોદીએ ગણાવી ઐતિહાસિક ક્ષણ, થશે આ ફાયદા

India-Australia: ભારત અને ઓસ્ટ્રેલિયાએ શનિવારે એક બીજા સાથે આર્થિક સહયોગ અને વેપાર(economic cooperation and trade agreement) અંગે કરાર કર્યા. બંને દેશો વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર થયા. આ કરારથી બંને દેશોને ખુબ ફાયદો થશે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આપણી અર્થવ્યવસ્થાઓ વચ્ચે એકબીજાની જરૂરીયાતોને પૂરી કરવાની ખુબ ક્ષમતા છે. મને વિશ્વાસ છે કે આ કરારથી આપણે આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકીશું. આ કરારના આધારે આપણે સાથે મળીને સપ્લાય ચેનનું લચીલાપણું વધારવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિરતામાં પણ યોગદાન કરી શકીશું. 

થશે આ ફાયદા
રિપોર્ટ્સ મુજબ પીએમ મોદીએ કહ્યું કે આટલા ઓછા સમયમાં આટલા મહત્વપૂર્ણ કરાર પર સહમતિ બની એ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે કેટલો પરસ્પર વિશ્વાસ છે. આ અમારા દ્વિપક્ષીય સંબંધો માટે ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે. આ સંબંધ ભારત-ઓસ્ટ્રેલિયા મિત્રતાનો મહત્વપૂર્ણ સ્તંભ છે. આ કરાર આપણી વચ્ચે વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ, અને પર્યટકોનું આદાન પ્રદાન સરળ બનાવશે. જેનાથી આ સંબંધ વધુ મજબૂત થશે. 

— ANI (@ANI) April 2, 2022

ભારત-ઓસ્ટ્રેલિયા નેચરલ પાર્ટનર
આ અવસરે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત-ઓસ્ટ્રેલિયા નેચરલ પાર્ટનર છે જે લોકતંત્ર, કાયદાનું શાસન અને પારદર્શકતાના જોઈન્ટ મૂલ્યો સાથે જોડાયેલા છે. બે ભાઈઓની જેમ બે રાષ્ટ્રોએ મહામારીમાં એકબીજાને સાથ આપ્યો. તેમણે કહ્યું કે આગામી 4-5 વર્ષોમાં ભારતમાં 10 લાખ રોજગારી પેદા થવાની આશા વ્યક્ત કરીએ છીએ. આવનારા સમયમાં ભારતીય શેફ અને યોગ ઈન્સ્ટ્રક્ટર્સ માટે નવી તકો ખુલશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચ શૈક્ષણિક સંસ્થાનોના સહયોગ ઉપર પણ ચર્ચા થઈ. 

After the momentous India-UAE CEPA, India & Australia walk the talk and sign the historic Economic Cooperation and Trade Agreement.

We are opening new gateways for our businesses and people to take the fast-lane to greater prosperity. 🇮🇳🇦🇺#IndAusECTA pic.twitter.com/9eiH0Up7Qa

— Piyush Goyal (@PiyushGoyal) April 2, 2022

ભારતીય વસ્તુઓ માટે ઓસ્ટ્રેલિયામાં એક્સેસ થશે સરળ
આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા ટેક્સટાઈલ, ચામડું, આભૂષણ અને ખેલ ઉત્પાદનો સહિત 95 ટકાથી વધુ ભારતીય વસ્તુઓ માટે પોતાના બજારમાં શુલ્ક મુક્ત પહોંચ પ્રદાન કરશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને ઓસ્ટ્રેલિયાના વેપાર, પર્યટન અને રોકાણ મંત્રી ડેન ટેહને એક ઓનલાઈન સમારોહમાં ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન પણ હાજર હતા. 

— ANI (@ANI) April 2, 2022

ઓસ્ટ્રેલિયાના પીએમ કરી આ વાત
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કહ્યું કે આ કરારથી બંને દેશો વચ્ચે સતત ગાઢ થઈ રહેલા સંબંધોમાં એક વધુ ઐતિહાસિક આયામ જોડાઈ ગયો છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિા કોલસા, એલએનજી, દુર્લભ ખનીજોની આપૂર્તિના માધ્યમથી ભારતના વિનિર્માણ ક્ષેત્રની વૃદ્ધિમાં સહયોગ વધારી શકશે. તેમણે કહ્યું કે આર્થિક અને વેપારિક સહયોગમાં સ્થિરતા ક્વાડ સમૂહના નેતાઓ વચ્ચે વાતચીતનો એક મુખ્ય વિષય રહે છે. મોરિસને કહ્યું કે આ કરારથી શિક્ષણ, વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રમાં વિસ્તાર થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news