constitution

Constitution Day 2021: PM મોદીનો મંત્ર, કહ્યું- આમ આદમી સંવિધાનની સૌથી મોટી તાકાત

સંવિધાન દિવસના અવસર પર બોલતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કહ્યું કે, આમ આદમી સંવિધાનની સૌથી મોટી તાકાત છે. લોકતંત્રમાં તમામની આસ્થા જરૂરી છે અને આપણે મળીને લક્ષ્ય સુધી પહોંચવાનું છે.

Nov 26, 2021, 07:07 PM IST

કાયદો અને બંધારણ બધુ જ હિન્દુ બહુમતી છે ત્યાં સુધી છે, પછી અરાજકતા સિવાય બીજુ કંઇ જ નહી હોય

ગુજરાતના પ્રથમ ભારત માતાના મંદિરનું નિર્માણ કરાયું છે. ભારતત માતાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મસભાનું પણ આયોજન થયું હતું ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા VHP અને RSS ના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં નીતિન પટેલનું એક નિવેદન ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત ત્યાં સુધી જ ચાલશે, જ્યાં સુધી હિંદુઓ બહુમતીમાં છે. જો હિંદુઓ લઘુમતી થઇ ગયા તો ન તો કોઇ કોર્ટ કચેરી હશે ન કોઇ કાયદો. 

Aug 28, 2021, 04:15 PM IST

એક દેશના બે નામ કેમ? India ના બદલે ફક્ત ભારત નામ હોય, SCમાં અરજી

અરજીકર્તાનું કહેવું છે કે ઇન્ડીયા શબ્દથી અંગ્રેજોની ગુલામી દેખાય છે જે ભારતની ગુલામીની નિશાની છે. એટલા માટે આ ઇન્ડીયા શબ્દના બદલે ભારત અથવા હિંદુસ્તાનનો ઉપયોગ કરવો જોઇએ.

Jun 2, 2020, 12:39 PM IST

આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનમાં PM મોદીએ કહ્યું-'અમે 1500 જૂના કાયદા ખતમ કર્યાં'

આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે જ્યાં જૂના કાયદા રદ કર્યાં ત્યાં નવા કાયદા પણ બનાવ્યાં. તેમણે કહ્યું કે અમારી સરકારે 1500 જૂના કાયદા ખતમ કરી દીધા છે. પીએમ મોદીએ કહ્યું કે ન્યાયપાલિકામાં દરેક દેશવાસીની આસ્થા છે. 

Feb 22, 2020, 12:02 PM IST

કોંગ્રેસે મોદીને મોકલી બંધારણની કોપી, વડાપ્રધાને આપવા પડશે 170 રૂપિયા

કોંગ્રેસે વડાપ્રધાનને બંધારણની કોપી મોકલવાની રશીદને શેર કરતા ટ્વીટ કર્યું, 'પ્રિય વડાપ્રધાન, તમારા સુધી બંધારણ ઝડપથી પહોંચી રહ્યું છે. તમને દેશના વિભાજન કરવામાંથી સમય મળે તો મહેરબાની કરીને તેને વાંચો.'

Jan 26, 2020, 05:07 PM IST

દબંગગીરીની હદ વટાવતા બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ વિશે નીતિન પટેલે આપ્યા ગોળગોળ જવાબ

71માં પ્રજાસત્તાક દિવસ (Republic Day 2020) ની વડોદરા જિલ્લામાં ડભોઇ ખાતે ઉજવણી કરવામાં આવી. ડભોઈના કોમર્સ કોલેજના મેદાનમાં આયોજિત પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) ધ્વજ વંદન કર્યું હતું. કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રીએ 370ની કલમને લઈને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav) વિશે આકરા વેણ કહ્યાં હતા.

Jan 26, 2020, 04:59 PM IST

એલેમ્બિક કંપનીમાં ધ્વજ વંદન કાર્યક્રમ પહેલા સીડી ખસેડતા 5 કર્મચારીઓને લાગ્યો કરંટ, એકનું મોત

71મા પ્રજાસત્તાક દિવસે (Republic Day 2020) આજે જ્યારે સમગ્ર રાજ્ય જશ્ન મનાવી રહ્યું હતું, ત્યારે વડોદરામાં એક દુખદ ઘટના બની હતી. આ ઘટના ગુજરાતની ટોપમોસ્ટ એલેમ્બિક કંપની (Alembic Company) માં બની હતી. વડોદરાના જરોદ પાસે આવેલી એલેમ્બિક કંપનીમાં ધ્વજ વંદન કાર્યક્રમ પહેલા કરંટ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં પાંચ કર્મચારીઓને કરંટ લાગ્યો હતો. જેમાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે.

Jan 26, 2020, 02:50 PM IST

80 વર્ષના ગુજરાતના આ મુસ્લિમ વૃદ્ધના દેશપ્રેમને છે સલામ

દર પ્રજાસત્તાક દિવસ (Republic Day 2020) આવે એટલે જેતપુર (Jetpur) શહેરમાં રહેતા ગુલાબભાઈ ખોખ્ખરનો એક જ ક્રમ હોય છે. આ દિવસે ધ્વજ ફરકાવીને તેઓ પોતાની દેશભક્તિનો અનોખો પરચો આપે છે. આજે તેમની ઉમર 80 વર્ષની છે, પરંતુ તેમ છતાં તેઓ આ ક્રમ ભૂલ્યા નથી. વર્ષોથી તેઓ જેતપુરમાં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે. આજે આ 80 વર્ષના મુસ્લિમ વૃદ્ધે પ્રજાસતાક દિવસ નિમિત્તે પોતાની 225 ફૂટ ઉંચી ક્રેઈન પર તિરંગો લહેરાવી દેશભક્તિનું અનોખું ઉદાહણ પૂરું પાડ્યું હતું.

Jan 26, 2020, 12:41 PM IST

રાજપથ પર પરેડમાં ગુજરાતની રાણીની વાવના ટેબ્લોનું દ્રશ્ય ખાસ બન્યું, પટોળામાં સજ્જ હતી મહિલા મૂર્તિ

2020ની દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક દિન (Republic Day 2020) ની પરેડમાં વૈશ્વિક ધરોહર બનેલી રાણકી વાવ (Rani ki Vav) ની થીમ પર ગુજરાતનો ટેબ્લો હતો. જેમાં જળ, જીવન, સ્થાપત્ય અને કોતરણીકામનું અનોખું સમન્વય હતું. રાજપથ પરથી નીકળેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોનું દ્રશ્ય ખાસ બની રહ્યું હતું. ગુજરાતની આ ઝાંખીનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીએ કર્યું હતું. 

Jan 26, 2020, 11:59 AM IST

17000 ફૂટ ઊંચાઈએ હીમવીરોએ દેશભક્તિ માટે જે કર્યુ તે રુંવાડા ઉભા કરી દેવું છે

દેશ આજે ગણતંત્ર દિવસ (Republic Day 2020)ના રંગમાં રંગાયેલો છે. ભારતીય ગણતંત્રની 71મા વર્ષગાંઠનું જશ્ન મનાવવા માટે દિલ્હીના રાજપથને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. તો ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર મુંબઈના આઈકોનિક છત્રપતિ શિવાજી ટર્મિનલ સ્ટેશન પણ ત્રિરંગના રંગમાં જોવા મળ્યું. આ અવસર પર પીએમ મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. 

Jan 26, 2020, 11:15 AM IST

પોરબંદર : 7 વર્ષના બાળકોથી માંડી 85 વર્ષના દાદાએ કડકડતી ઠંડીમાં મધદરિયે ધ્વજ ફરકાવ્યો

દેશભરમાં આજે 71માં ગણતંત્રદિવસ (Republic Day 2020) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે જઈ અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર (Porbandar) માં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે ખાસ આયોજન કરવામાં આવે છે. પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. પોરબંદરવાસીઓ પણ દર વર્ષેની જેમ આજે પણ ગણતંત્ર દિવસ (Republic Day India) ની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચી ગયા હતા.

Jan 26, 2020, 09:32 AM IST

ZEE 24 કલાક પર જુઓ LIVE: રાજકોટમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, ધ્વજવંદન બાદ પરેડ શરૂ

આન-બાન અને શાનથી આજે આખુ હિન્દુસ્તાન 71મું પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી, ગુજરાતથી લઈ અસમ સુધી રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. 71મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં રાષ્ટ્રીય પર્વ ઉજવાશે. તો નાયબ મુખ્યમંત્રી ડભોઈમાં પ્રજાસત્તાક દિવસ ઉજવશે. ZEE 24 કલાક પર જુઓ રાજકોટથી પ્રજાસત્તાક કાર્યક્રમની ઉજવણી LIVE...

Jan 26, 2020, 08:34 AM IST

અમદાવાદ: ભાજપમાં માથાભારે તત્વો, કોઇને કાયદો સંવિધાનની પડી નથી, MLA બેકાબુ

કેતન ઇનામદાર રાજીનામા બાદ હવે મધુ શ્રીવાસ્તવનો મુદ્દો ઉછળી રહ્યો છે. મધુશ્રીવાસ્તવ પોતાનાં ચિરપરિચિત અંદાજમાં રાજીનામાની ધમકીઓ ઉચ્ચારી રહ્યા અને પોતાનાં વિસ્તારનાં કામ ન થઇ રહ્યા હોવાનાં અને કેટલાક મંત્રીઓ વિરુદ્ધ બણગા ફુંકી રહ્યા છે. જો કે ભાજપ કેતન ઇનામદારને મનાવવામાં તો સફળ રહ્યું છે, ત્યારે મધુશ્રીવાસ્તવનું કોકડું ગુંચવાઇ રહ્યું છે. ત્યારે ગરમાયેલી રાજનીતીમાં કોંગ્રેસ પણ વહેતી ગંગામાં હાથ ધોઇ રહ્યું છે. અગાઉ કોંગ્રેસ કેતન ઇનામદારને પણ કોંગ્રેસમાં આવવા માટેની ઓફર આપી ચુક્યું છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતનાં ધારાસભ્યોને સરકાર પર વિશ્વાસ રહ્યો નથી. 

Jan 24, 2020, 05:35 PM IST

આયુષ્માન ખુરાનાએ વ્યક્ત કરી અનોખી ઇચ્છા, જોવા માંગે છે સુટકેશમાં રાખેલી આ વસ્તુ

અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની આગામી ફિલ્મ ''આર્ટિકલ 15''ની રિલીઝ પહેલાં પોતાની એક અનોખી ઇચ્છા પુરી કરવા માંગે છે. ફિલ્મના વિષયથી વધુ નજીક અનુભવે છે, અભિનેતા નવી દિલ્હીમાં સંસદ ભવનનો પ્રવાસ કરવા માંગે છે અને ભારતના સંવિધાનની પહેલી કોપી જોવા માંગે છે, જેને સંસદની લાઇબ્રેરીમાં એક વિશેષ હીલિયમથી ભરેલા સુટકેસમાં રાખવામાં આવી છે.

Jun 26, 2019, 03:12 PM IST

સંવિધાનને બચાવવા માટે અમે લડી રહ્યા છીએ: સોનિયા ગાંધી

જન સરોકાર સમ્મેલનમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા આપણે વિચારી પણ નહોતા શકતા કે આપણે આવી સ્થિતીમાં ભેગા થવું પડશે

Apr 6, 2019, 05:32 PM IST

આર્ટિકલ 35એની અરજી પર આ અઠવાડિયામાં સુનાવણી કરી શકે છે સુપ્રીમ કોર્ટ

રાજ્ય પ્રશાસને હાલમાં જ સુપ્રીમ કોર્ટને વિભિન્ન આધારોના કારણે અરજીઓ પર સનાવણી સ્થગિત કરવાની દરખાસ્ત કરી હતી. એક આધાર એવું પણ હતું કે, રાજ્યમાં કોઇ ચુંટાયેલ સરકાર નથી.

Feb 26, 2019, 09:34 AM IST

UGCએ લાગુ કરેલા અધ્યાપકોની ભરતી મુદ્દેના પરિપત્રનો વિરોધ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા થોડા સમય અગાઉ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અધ્યાપકોની ભરતીમાં 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીના બદલે 13 પોઈન્ટ રોસ્ટરની પ્રણાલી લાગુ કરવાના આ પરિપત્ર બાદથી અધ્યાપકોની ભરતીમાં વિષય પ્રમાણે રોસ્ટર પ્રથાનો અમલ કરવાનું નક્કી કરાયું છે. આ પરિપત્ર સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વિવાદ ઊભો થયો છે. 
 

Feb 10, 2019, 06:37 PM IST

સવર્ણ અનામતઃ સંસદમાં પસાર થવાના બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં ફેંકાયો પડકાર

આર્થિક રીતે નબળા સવર્ણ વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીઓમાં 10 ટકા અનામત આપવાના સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પડકાર પેંકાઈ ગયો છે, તેના વિરુદ્ધ કરવામાં આવેલી અરજીમાં જનરલ ક્વોટાને બંધારણના પાયાના માળખાનો વિરોધી જણાવાયો છે 

Jan 10, 2019, 04:24 PM IST

કર્ણાટકના રાજ્યપાલે બંધારણનું એનકાઉન્ટર કર્યુઃ કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહના હસ્તક્ષેપથી રાજ્યપાલે બંધારણનું એનકાઉન્ટર કર્યું છે. 

May 17, 2018, 08:29 AM IST

બંધારણમાં અલ્પસંખ્યકોને અધિકારો મળ્યાં છે, બહુસંખ્યકોને નહીં-કેન્દ્રીય મંત્રી

કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહે શનિવારે કહ્યું કે અલ્પસંખ્યકોને અનેક અધિકારો મળેલા છે જ્યારે બહુસંખ્યકોને નથી. તેમણે છેલ્લા કેટલાય દાયકાઓમાં બંધારણની જે રીતે વ્યાખ્યા કરવામાં આવી છે તેના ઉપર ફરીથી વિચાર કરવાની વકીલાત કરી.

Apr 14, 2018, 09:04 PM IST