પાકિસ્તાનની કમર તોડવા માટે ભારતે કસ્યો સકંજો, આયાત પર 200% ડ્યુટી લદાઇ

હૂમલાના એક દિવસ બાદ જ ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો

પાકિસ્તાનની કમર તોડવા માટે ભારતે કસ્યો સકંજો, આયાત પર 200% ડ્યુટી લદાઇ

નવી દિલ્હી : પુલવામા આતંકવાદી હૂમલા બાદ ભારતે પાકિસ્તાન પર દબાણ વધારવા માટે ચારેતરફથી તેને ઘેરવાનું ચાલુ કરી દીધું છે. હૂમલાનાં એક દિવસ બાદથી જ ભારતે પાકિસ્તાનનાં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો હતો. ત્યાર બાદ હવે પાકિસ્તાન પર વ્યાપારીક સકંજો કસતા ભારતે ત્યાંથી આયાત થનારા તમામ સામાન પર સીમા શુલ્ક વધારીને 200 ટકા સુધી વધારી દીધું છે. 

— ANI Digital (@ani_digital) February 16, 2019

નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, શનિવારે એક મહત્વનો નિર્ણય લેતા સરકારે પાકિસ્તાનને આયાતીત તમામ પ્રકારનાં સામાન પર સીમા શુલ્ક વધારીને તત્કાલ પ્રભાવથી 200 ટકા કરી દેવામાં આવ્યો છે. ભારતનાં આ પગલાથી કંગાળ થવાની અણી પર ઉભેલ પાકિસ્તાનને આર્થીક ફટકો પડશે. અહીં તે જણાવવું ખુબ જ જરૂરી છે કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે 2012ના આંકડા અનુસાર આશરે 2.60 બિલિયન ડોલરનો વ્યાપાર થાય છે. એવામાં પાકિસ્તાનને ભારત સાથે વ્યાપારીક દ્રષ્ટીએ ઘણુ મોટુ નુકસાન ઉઠાવવું પડશે. 

શું છે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો
મોસ્ટ ફેવર્ડ નેશનનો અર્થ છે સૌથી વધારે મહત્વ મેળવતો દેશ. MSNનો દરજ્જો મળ્યા બાદ દરજ્જો પ્રાપ્ત દેશ તે બાબતે આશ્વસ્ત રહે છે કે તેને વ્યાપારમાં કોઇ નુકસાન નહી પહોંચાડવામાં આવે. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિયમોનાં આધારે બિઝનેસમાંસૌથી વધારે મહત્વ ધરાવતા દેશનો દરજ્જો આપવામાં આવે છે. ડબલ્યુટીઓ બનાવ્યાનાં એક વર્ષ બાદ ભારતે પાકિસ્તાનને 1996માં એમએફએનનો દરજ્જો આપ્યો હતો, પરંતુ પાકિસ્તાનની તરફથી ભારતને આવો કોઇ જ દરજ્જો નહોતો આપવામાં આવ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news