પુલવામા એટેક બાદ ચીફ ઓફ ડિફેન્સની પ્રબળ થતી માંગ: જાણો શું છે CDS ?
સંરક્ષણ નિષ્ણાંતોનું કહેવું છે કે, હવે સમય આવી ગયો છે કે સરકારને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિ કરવી જોઇએ
Trending Photos
નવી દિલ્હી : પુલવામામાં આતંકવાદી હૂમલા બાદ હવે ત્રણેય સેનાઓની સંયુક્ત કમાનનાં પ્રમુખ (CDS)ની નિયુક્તિની માંગ થવા લાગી છે. સંરક્ષણ નિષ્ણાંતોનું કહેવું છે કે હવે સમય આવી ચુક્યો છે કે સરકારને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિ કરવી જોઇએ. પાકિસ્તાનમાં ભારતનાં પૂર્વ હાઇકમિશ્નર અને સંરક્ષણ મુદ્દાના નિષ્ણાંત જી.પાર્થસારથીએ કહ્યું કે, કારગિલ યુદ્ધ બાદ રચાયેલી સમિતીની એક મહત્વપુર્ણ ભલામણ ત્રણેય સેનાના સંયુક્ત પ્રમુખ (સીડીએસ)ની નિયુક્તિ કરવા માટેની હતી. જેનો ઉદ્દેશ્ય હતો કે સેનાનાં ત્રણેય અંગ એક પ્રમુખ હેઠળ સમન્વય સાથે કામ કરી શકે.
સરકારે સમિતીની મોટા ભાગની માંગણીઓ સ્વિકારી લીધી હતી પરંતુ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિની ભલામણ અંગે હજી સુધી અમલ નથી થયો. પાર્થસારથીએ કહ્યું કે, આ દુર્ભાગ્યપુર્ણ છે. આ દિશામાં સરકારે ઝડપથી પગલા ઉઠાવવા જોઇએ. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે આ વિષય સંરક્ષણ મંત્રાલયનાં અધિકારીઓમાં જ ફસાઇ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કારગિલ યુદ્ધની સમીક્ષા માટે 1999માં યુદ્ધ પછી તુરંત જ ઉચ્ચ સ્તરીય સુબ્રમણ્યમ સમિતીએ પહેલી વાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવાની ભલામણ કરી હતી. વર્ષ 2016નાં ઉરી આતંકવાદી હૂમલા બાદ સીમાપાર સર્જીકલ સ્ટ્રાઇક દરમિયાન ઉત્તરી સેના કમાન્ડર રહેલા લેફ્ટિનેંટ જનરલ (સેવાનિવૃત) દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, આ સરકારે સીડીએસની સૈદ્ધાંતીક મંજુરી પણ આપી હતી. પરંતુ હજી સુધી તેના પર અમલ થયો નથી. તેમણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિનું સમર્થન કર્યું અને કહ્યું કે, હવે આ રાજનીતિક નિર્ણયનો મુદ્દો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે