પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ની આતંકી સંગઠનો સાથે ગુપ્ત બેઠક, ભારત વિરૂધ્ધ રચાયું ષડયંત્ર
Pakistan : પાકિસ્તાની ગુપ્તચર આઇએસઆઇ (ISI) એ તાજેતરમાં જ આતંકી સંગઠનો સાથે બંધ બારણે એક બેઠક કરી હોવાની વિગતો સામે આવી રહી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ બેઠકમાં ભારત વિરૂધ્ધ ષડયંત્ર રચાયું હોવાની વાત છે. કહેવાઇ રહ્યું છે કે, આ બેઠકમાં ભારત અને ખાસ કરીને ઘાટી વિસ્તારમાં આતંકી હુમલા કરવાનો તખ્તો તૈયાર કરાયો છે.
Trending Photos
નવી દિલ્હી : કાશ્મીર (Kashmir) માંથી કલમ 370 (Article 370) હટાવવાથી અકળાયેલ પાકિસ્તાન હવે આતંકીઓના સહારે આ વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો પ્લાન કરી રહ્યું છે. ખાસ કરીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) એ ફિરાકમાં છે કે કેવી રીતે ઘાટી વિસ્તારમાં અશાંતિ ફેલાવી શકાય. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ તાજેતરમાં જ આતંકીઓના આકાઓ સાથે ઇસ્લામાબાદમાં એક હાઇ લેવલની બંધ બારણે બેઠક કરી હોવાની વિગતો સામે આવી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, આ બેઠકમાં ભારત અને ખાસ કરીને ઘાટી વિસ્તારમાં હુમલો કરવાની ફિરાકની ચર્ચાઓ છે.
જાણકારી અનુસાર, ઇસ્લામાબાદમાં મળેલી આ બેઠકમાં જૈશ-એ-મોહમ્મદ (Jaish e Mohammad), લશ્કર એ તોયબા (Lashkar-e-Taiba), હિઝબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen) અને ખાલિસ્તાની જિંદાબાદ ફોર્સના આતંકી આકાઓ જોડાયા હતા. આ બેઠક બંધ બારણે યોજાઇ હતી.
સુત્રો કહી રહ્યા છે કે જમ્મુ કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચવા માટે આઇએસઆઇ આતંકી હુમલા માટે ખાલિસ્તાની સંગઠનોની મદદ લેવાની યોજના બનાવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે