Labor Supply Pact: ચીનને બરાબરના લાગશે મરચા, આ દેશ એક લાખ ભારતીયોને આપવા માંગે છે નોકરી

આ દેશમાં બેરોજગારી ઓછી થઈ રહી છે તો તેની વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. તેને યુવા કામદારોની જરૂર છે જે ભારત પૂરી કરી શકે છે. આવામાં કરાર  હેઠળ ભારત લગભગ એક લાખ શ્રમિકો તાઈવાનને આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે બંને પક્ષો વચ્ચે ડિસેમ્બર 2023માં કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે.

Labor Supply Pact: ચીનને બરાબરના લાગશે મરચા, આ દેશ એક લાખ ભારતીયોને આપવા માંગે છે નોકરી

India Taiwan Labor Supply Pact: તાઈવાનમાં બેરોજગારી ઓછી થઈ રહી છે તો તેની વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. તેને યુવા કામદારોની જરૂર છે જે ભારત પૂરી કરી શકે છે. આવામાં કરાર  હેઠળ ભારત લગભગ એક લાખ શ્રમિકો તાઈવાનને આપવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે બંને પક્ષો વચ્ચે ડિસેમ્બર 2023માં કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે. તાઈવાનને આશા છે કે ભારતથી આવનારા એક લાખ શ્રમિકોથી તેને પોતાની અર્થવ્યવસ્થાને ચાલુ રાખવામાં મદદ મળશે. 

ભારત અને તાઈવાન વચ્ચે નોકરીઓને લઈને એક મહત્વનો કરાર થવા જઈ રહ્યો છે. આ કરાર હેઠળ તાઈવાનમાં ભારતના એક લાખ શ્રમિકોને નોકરી મલશે. હકીકતમાં તાઈવાનમાં  બેરોજગારીનો દર ન્યૂનતમ સ્તર પર પહોંચી ગયો છે. તેને મેન્યુફેક્ચરિંગ, સ્વાસ્થ્ય, અને કૃષિ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં શ્રમિકોની જરૂર છે. જે તેને પોતાના દેશમાં મળી રહ્યા નથી. આવામાં તેણે ભારત તરફ કરાર માટે હાથ લંબાવ્યો છે. તાઈવાન અને ભારત વચ્ચે આ કરાર જલદી થશે એવી આશા છે. ત્યારબાદ એક લાખ ભારતીયો નોકરી કરવા માટે તાઈવાન જશે. ઈઝરાયેલે પણ હાલમાં જ એક લાખ ભારતીયોને નોકરીની ઓફર આપી છે. 

ભારત અને તાઈવાન વચ્ચેનો આ કરાર અંતિમ તબક્કામાં છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ આગામી મહિને ભારત અને તાઈવાન વચ્ચે નોકરી અંગે કરાર થઈ શકે છે. ત્યારબાદ તાઈવાનમાં નોકરી આપવા માટેની પ્રક્રિયા શરૂ થઈ જશે. તાઈવાને ભારતના કુશળ શ્રમિકોને પોતાના દેશના શ્રમિકો બરાબર પગાર અને વીમા જેવી તમામ સુવિધાઓ આપવાની પણ રજૂઆત કરી છે. ભારતીયોને નોકરી આપવા માટે તાઈવાન ભારતના અનેક મોટા શહેરોમાં જલદી પોતાની ઓફિસ પણ ખોલી શકે છે. તાઈવાનના એક્સપર્ટ અહીં ભારતીય એન્જિનિયરોને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગની ટ્રેનિંગ પણ આપશે. 

વૃદ્ધ થઈ રહેલી વસ્તીથી પરેશાન છે તાઈવાન
તાઈવાન પોતાની વસ્તીની વધતી ઉંમરથી પરેશાન છે. આગામી બે વર્ષમાં એટલે કે 2025 સુધી તાઈવાનની 20 ટકાથી વધુ વસ્તી 80 વર્ષની થઈ જશે. તાઈવાન ઉપરાંત પણ અનેક દેશો આ સમસ્યાથી પરેશાન છે. હાલમાં જ ઈઝરાયેલે પણ એક લાખ ભારતીયોને કન્સ્ટ્રક્શન અને નર્સિંગ ક્ષેત્રમાં નોકરી આપવાની રજૂઆત કરી છે. શ્રમિકોની મોબિલિટી મુદ્દે ભારતના જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ સહિત 13 દેશો સાથે કરાર થઈ ચૂક્યા છે. તેમાંથી મોટાભાગના દશ પોતાની વસ્તીના વૃદ્ધ થવાની સમસ્યાથી પરેશાન છે. 

ચીનને લાગશે મરચા
ભારત અને તાઈવાન વચ્ચે સતત સંબંધો સારા થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ પણ સતત વધી  રહ્યું છે. શ્રમિકો અંગે કરાર ઉપરાંત પણ ભારત તાઈવાનથી ઈલેક્ટ્રોનિક્સ આઈટમ આયાત કરી રહ્યું છે. તાઈવાન અને ભારત વચ્ચે 2001 થી 2022 સુધી કારોબાર 1.19 અબજ ડોલર વધીને 8.4 અબજ ડોલરનો થઈ ગયો છે. બંને દેશો વચ્ચે સારા થઈ રહેલા સંબંધો ચોક્કસપણે ચીનની ઊંઘ ઊડાવી દેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news