પોસ્ટ વિભાગમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક! 10મું પાસ કરી શકે અરજી, પગાર 81000 રૂપિયા

India Post Recruitment 2023 Apply Online: ઈન્ડિયા પોસ્ટમાં સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા યુવાઓ માટે એક સારી તક છે. આ માટે India Post એ પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેલ ગાર્ડ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદો માટે ભરતી કાઢી છે.

પોસ્ટ વિભાગમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક! 10મું પાસ કરી શકે અરજી, પગાર 81000 રૂપિયા

India Post Recruitment 2023 Apply Online: ઈન્ડિયા પોસ્ટમાં સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા યુવાઓ માટે એક સારી તક છે. આ માટે India Post એ પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેલ ગાર્ડ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદો માટે ભરતી કાઢી છે. આ પદો માટે નોકરી ઈચ્છતા ઉમેદવારો India Post ની અધિકૃત વેબસાઈટ dopsqr.cept.gov.in પર જઈને એપ્લાય કરી શકે છે. ભારતીય ડાક ભરતી 2023 માટે અરજી પ્રક્રિયા 10 નવેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. ઈચ્છા ધરાવતા ઉમેદવારો 9મી ડિસેમ્બર સુધીમાં કે તે પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી સ્પોર્ટ્સ કોટા હેઠળ થઈ રહી છે. 

India Post ભરતી હેઠળ કુલ 1899 પદો માટે ભરતી  કરવામાં આવશે. જે પણ ઉમેદવાર ભારતીય પોસ્ટ વિભાગની આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા હોય તેઓ સૌથી પહેલા નીચે આપવામાં આવેલી વિગતો ધ્યાનથી વાંચી લે. 

સિલેક્શન થયા બાદ મળશે પગાર

પોસ્ટ આસિસ્ટન્ટ લેવલ 4 – 25,500 રૂપિયાથી લઈને 81,100 રૂપિયા
સોર્ટિંગ આસિસ્ટન્ટ લેવલ 4- –  25,500 રૂપિયાથી લઈને 81,100 રૂપિયા
પોસ્ટમેન લેવલ 3- 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયા
મેલ ગાર્ડ લેવલ 3- 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયા
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ લેવલ 1- 18,000 રૂપિયાથી લઈને 56,900 રૂપિયા

અરજી ફોર્મ માટે જરૂરી યોગ્યતા

પોસ્ટ  આસિસ્ટન્ટ/સોર્ટિંગ આસિસ્ટન્ટ: ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે જ કોમ્પ્યુટર પર કામ કરવાનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. 

પોસ્ટમેન/મેલ ગાર્ડ: કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. આ સાથે જ ધોરણ 10મું કે તે ઉપર એક વિષય તરીકે સંબંધિત પોસ્ટલ સર્કલ કે ડિવિઝિનની સ્થાનિક ભાષા પાસ હોવી જરૂરી છે. આ ઉપરાંત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. દ્વિચક્કી કે હળવા મોટર વાહન ચલાવવાનું કાયદેસર લાઈસન્સ હોવું જરૂરી છે. 

મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ: ઉમેદવારો પાસે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ 10મું પાસ હોવું જરૂરી છે. 

અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા

પોસ્ટ આસિસ્ટન્ટ- 18-27 વર્ષ
સોર્ટિંગ આસિસ્ટન્ટ- 18-27 વર્ષ
પોસ્ટમેન- 18-27 વર્ષ
મેલ ગાર્ડ- 18-27 વર્ષ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ- 18-25 વર્ષ

આ રીતે થશે પસંદગી
ઓનલાઈન અરજી પોર્ટલમાં અપાયેલી જાણકારીના આધારે ઈન્ડિયા પોસ્ટ દ્વારા એક મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. 

નોટિફિકેશન અને અરજી માટેની લિંક....

ફોર્મ ભરવા માટે અરજી ફી
જે પણ ઉમેદવારોએ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તેઓ અરજી ફી તરીકે 100 રૂપિયા ભરવા પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news