Corona Update: દેશમાં તાંડવ મચાવી રહ્યો છે કોરોના, 24 કલાકમાં 2.73 લાખથી વધુ કેસ, 1619ના મોત

ભારતમાં કોરોના (Coronavirus) તાંડવ મચાવી રહ્યો છે. દૈનિક કેસમાં રોજે રોજ જબરદસ્ત ઉછાળો નોંધાઈ રહ્યો છે. સાથે સાથે મૃત્યુઆંક પણ ચોંકાવનારો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.73 લાખથી વધુ નવા કોવિડ દર્દીઓ નોંધાયા છે. આ સાથે 1619 લોકોએ જીવ ગુમાવ્યા છે. 
Corona Update: દેશમાં તાંડવ મચાવી રહ્યો છે કોરોના, 24 કલાકમાં 2.73 લાખથી વધુ કેસ, 1619ના મોત

નવી દિલ્હી: ભારતમાં કોરોના (Coronavirus) તાંડવ મચાવી રહ્યો છે. દૈનિક કેસમાં રોજે રોજ જબરદસ્ત ઉછાળો નોંધાઈ રહ્યો છે. સાથે સાથે મૃત્યુઆંક પણ ચોંકાવનારો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.73 લાખથી વધુ નવા કોવિડ દર્દીઓ નોંધાયા છે. આ સાથે 1619 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

એક જ દિવસમાં 2.73 લાખ દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,73,810 નવા કોવિડ (Covid-19)  દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,50,61,919 પર પહોંચી ગયો છે. જેમાંથી 9,29,329 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 1,29,53,821 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ થયા છે. એક જ દિવસમાં રાજ્યમાં 1619 લોકોના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,78,769 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 12,38,52,566 લોકોને રસી આપવામાં આવી છે. 

Total cases: 1,50,61,919
Active cases: 19,29,329
Total recoveries: 1,29,53,821
Death toll: 1,78,769

Total vaccination: 12,38,52,566 pic.twitter.com/gseG8on7Oe

— ANI (@ANI) April 19, 2021

2 અઠવાડિયાથી પણ ઓછા સમયમાં પોઝિટિવિટી રેટ બમણો થયો
દેશભરમાં એપ્રિલ મહિનામાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા છે. જ્યારે સંક્રમણનો દર ફક્ત બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં બમણો થઈ ગયો છે. દેશભરમાં કરાયેલા કુલ ટેસ્ટના 16.7 ટકા સેમ્પલ પોઝિટિવ આવી રહ્યા છે. જ્યારે સાપ્તાહિક સરેરાશ 14.3 ટકા છે. આ અગાઉ સૌથી વધુ પોઝિટિવિટી રેટ ગત વર્ષ 19 જુલાઈના રોજ હતો. જ્યારે 15.7 ટકા સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. 

મહારાષ્ટ્રમાં લોકડાઉનની કોઈ અસર નહીં, રેકોર્ડબ્રેક કેસ નોંધાયા
મહારાષ્ટ્ર (Maharashtra) માં વિકેન્ડ લોકડાઉન પણ બેઅસર જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના સૌથી વધુ 68631 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 503 દર્દીઓના મોત થયા છે. થી વધુ કેસ માયાનગરી મુંબઈમાં મળ્યા છે. અહીં એક જ દિવસમાં 8479 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે સંક્રમણથી 53 લોકોના મોત થયા છે. આ સાથે જ શહેરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની કુલ સંખ્યા 87698 પર પહોંચી ગઈ છે. જ્યારે મોતનો આંકડો પણ 12347 થયો છે. આ બાજુ નાગપુરમાં રવિવારે કોરોનાથી વધુ 85 લોકોના મોત થયા છે. નવા કેસ મળીને નાગપુરમાં સંક્રમિતોની કુલ સંખ્યા 3,23,106 થઈ ગઈ છે. શહેરમાં હાલ 69243 એક્ટિવ કેસ છે. 

ગુજરાતમાં પહેલીવાર 10 હજાર ઉપર કેસ જોવા મળ્યા
રાજ્યના આરોગ્ય વિભાગે રવિવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 10340 દર્દીઓ નોંધાયા જ્યારે 3981 દર્દીઓ રિકવર થયા. એક જ દિવસમાં કોરોનાએ 110 દર્દીનો ભોગ લીધો. સૌથી વધુ કેસ અમદાવાદમાંથી નોંધાઈ રહ્યા છે જ્યાં ગઈ કાલે એક જ દિવસમાં 3981 કેસ નોંધાયા. જ્યારે સુરતમાં 2425 કેસ નોંધાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news